ઘરે બેઠા ડીઝલ મેળવો:ઈન્ડિયન ઓઈલે ડીઝલની હોમ ડિલિવરી શરૂ કરી, ગ્રાહકો ‘હમસફર ઈન્ડિયા’ એપ પરથી ઓર્ડર કરી શકશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20 લીટરથી ઓછું ડીઝલ જોઈતું હોય તેવા ગ્રાહકો માટે આ સર્વિસ છે

ઓઇલ કંપની ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશને દિલ્હીના સ્ટાર્ટઅપ હમસફર ઈન્ડિયા સાથે ટાઈ અપ કરીને ડીઝલની ડોરસ્ટેપ ડિલિવરી શરૂ કરી. એક મોબાઈલ એપ, ફ્યુઅલ હમસફરના માધ્યમથી કંપનીએ આ સર્વિસ ચાલુ કરી દીધી છે.

આ રાજ્યોમાં સર્વિસ મળશે
કંપનીએ કહ્યું, 20 લીટરથી ઓછું ડીઝલ જોઈતું હોય તેવા ગ્રાહકો માટે આ સર્વિસ છે. કંપનીની સર્વિસ ગુજરાત, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, મહારાષ્ટ્ર, અસમ, કેરળ, ગોવા અને નોઈડા, દિલ્હી, ફરિદાબાદ અને ગાઝિયાબાદ સહિત NCRમાં અવેલેબલ છે.

હમસફર ઈન્ડિયાના ફાઉન્ડર સાન્યા ગોયેલે કહ્યું કે, અમારી એપ યુઝર્સ ફ્રેન્ડલી છે, ઉપયોગ કરતી વખતે કસ્ટમરને કોઈ તકલીફ નહીં પડે. ડીઝલના ઓર્ડરને સરળતાથી ટ્રેક કરશે.

આ લોકોને ફાયદો મળશે
નવી સર્વિસથી નાના બિઝનેસ, મૉલ, હોસ્પિટલ, બેંક, ખેડૂતો, મોબાઈલ ટાવર્સ, એજ્યુકેશનલ સંસ્થાઓને લાભ થવાની આશા છે.