તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Indian Navy SSR AA Recruitment 2021: 2500 Vacancies For SSR AA Posts, Indian Navy Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:ઈન્ડિયન નેવીએ 2500 જગ્યા માટે ભરતી બહાર પાડી, ધોરણ 12 પાસ કેન્ડિડેટ્સ 5 મે સુધી અપ્લાય કરી શકશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષા, ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ અને મેડિકલ ટેસ્ટને આધારે કરવામાં આવશે
  • ઉમદેવારનું મેરિટ લિસ્ટ 23 જુલાઈએ જાહેર થશે

ઈન્ડિયન નેવીએ સિનિયર સેકન્ડરી રિક્રૂટ (SSR)ના 2000 અને આર્ટિફિસર અપ્રેન્ટિસ(AA)ની 500 જગ્યા માટે ભરતી બહાર પાડી છે. જાહેર કરેલ નોટિફિકેશન પ્રમાણે આ જગ્યા માટે ઓનલાઈન અપ્લાય પ્રોસેસ 26 એપ્રિલથી શરુ થઇ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ આ જગ્યા માટે છેલ્લી તારીખ 5 મે સુધી અપ્લાય કરી શકે છે. કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષા, ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ અને મેડિકલ ટેસ્ટને આધારે કરવામાં આવશે.

લાયકાત
આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સ ફિઝિક્સ, મેથ્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી કે કમ્પ્યુટર સાયન્સ સાથે ઇન્ટરમીડિએટ પાસ હોવા જોઈએ. આર્ટિફિસર અપ્રેન્ટિસ માટે ઉમેદવાર ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે ઇન્ટરમીડિએટ પાસ હોવું જોઈએ.

ઉંમર
અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 17થી 20 વર્ષ હોવી જોઈએ. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

ફી
જનરલ, OBC: 205 રૂપિયા
SC અને ST:કોઈ ફી નથી

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન તેમની હાઈસ્કૂલ અને ઇન્ટરના નંબરને આધારે તૈયાર કરેલા મેરિટ લિસ્ટને આધારે કરવામાં આવશે. આ મેરિટ લિસ્ટ 23 જુલાઈએ જાહેર કરવામાં આવશે.

મહત્ત્વની તારીખો
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 26 એપ્રિલ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 5 મે

આ રીતે અરજી કરો
અપ્લાય કરવા માટે ઇન્ડિયન નેવીની ઓફિશિયલ વેબસાઈટ www.joinindiannavy.gov.in પર ઓનલાઈન અરજી કરો.