• Gujarati News
  • Utility
  • Indian Navy Sarkari Naukri | Indian Navy Navik Recruitment 2021: 350 Vacancies For Navik Posts, Indian Navy Limited Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:ઈન્ડિયન નેવીએ નાવિકના 350 પદો પર ભરતીની જાહેરાત કરી, 19 જુલાઈથી 10 પાસ ઉમેદવારો અરજી કરી શકશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા, ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ અને મેરિટ લિસ્ટને આધારે કરવામાં આવશે
  • સિલેક્ટ થયેલા ઉમેદવારોને દર મહિને 21,700 રૂપિયાથી લઈને 69,100 રૂપિયા સુધી સેલરી આપવામાં આવશે

ઈન્ડિયન નેવીએ નાવિકના 350 પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ પદો માટે અરજી કરવાની પ્રક્રિયા 19 જુલાઈથી શરૂ થશે. ઈચ્છુક ઉમેદવાર આ પદો માટે 23 જુલાઈ સુધી અરજી કરી શકે છે. આ પદો માટે ઉમેદવારોનું સિલેક્શન લેખિત પરીક્ષાના આધારે થશે. ઈચ્છુક ઉમેદવાર આ પદો માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

પદોની સંખ્યા- 350

યોગ્યતા
આ પદો માટે અરજી કરનારા ઉમેદવારે 10 પાસે કરેલું હોવું જોઈએ. એજ્યુકેશનલ ક્વોલિફેકશન સંબંધિત વધુ માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

વય મર્યાદા
અરજી કરનારા ઉમેદવારનો જન્મ 01-04-2001થી 30-09-2004ના સમયગાળા દરમિયાન થયેલો હોવો જોઈએ. આ સબંધિત વધુ માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન વિઝિટ કરી શકો છો.

મહત્ત્વની તારીખ
અરજી શરૂ થવાની તારીખ: 19 જુલાઈ
અરજી કરવાની છેલ્લી તારીખ: 23 જુલાઈ

સિલેક્શન પ્રોસેસ
આ પદો માટે ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા, ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ અને મેરિટ લિસ્ટને આધારે કરવામાં આવશે.

સેલરી
સિલેક્ટ થયેલા ઉમેદવારોને દર મહિને 21,700 રૂપિયાથી લઈને 69,100 રૂપિયા સુધી સેલરી આપવામાં આવશે.

એપ્લિકેશન ફી
અરજી કરવા માટે ઉમેદવારોએ કોઈ ફી આપવાની નહિ રહે.

આ રીતે અરજી કરો
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો આ પદો માટે ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી વિશે વધુ માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.