• Gujarati News
  • Utility
  • Indian Navy Navik Recruitment 2021: 350 Vacancies For Navik Posts, Indian Navy Limited Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:ઈન્ડિયન નેવીએ નાવિકની 350 જગ્યા પર ભરતી બહાર પાડી, એપ્લિકેશન પ્રોસેસ 23 જુલાઈ સુધી ચાલુ રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્ડિડેટ્સને કોઈ એપ્લિકેશન ફી ભરવાની નથી - Divya Bhaskar
કેન્ડિડેટ્સને કોઈ એપ્લિકેશન ફી ભરવાની નથી
  • અરજી કરનારા કેન્ડિડેટ્સ ધોરણ 10 પાસ હોવા જોઈએ
  • કેન્ડિડેટ્સને દર મહીને 21,700 રૂપિયાથી લઈને 69,100 રૂપિયાનો પગાર મળશે

ઈન્ડિયન નેવીએ નાવિકની 350 જગ્યા પર ભરતી માટે એપ્લિકેશન પ્રોસેસ આજથી એટલે કે 19 જુલાઈથી શરુ કરી છે. આ જગ્યા પર 23 જુલાઈ સુધી અપ્લાય કરી શકો છો. કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષાને આધારે કરવામાં આવશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ ઓનલાઈન અપ્લાય કરી શકે છે.

જગ્યાની સંખ્યા: 350

લાયકાત
આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સ ધોરણ 10 પાસ હોવા જોઈએ. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન સાથે જોડાયેલી વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

ઉંમર
અરજી કરનારા ઉમેદવારનો જન્મ 01-04-2001 થી 30-09-2004 દરમિયાન થયેલો હોવો જોઈએ.

મહત્ત્વની તારીખો:
એપ્લિકેશન પ્રોસેસ શરુ થયાની તારીખ: 19 જુલાઈ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 23 જુલાઈ

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષા, ફિટનેસ ટેસ્ટ અને મેરિટ લિસ્ટને આધારે થશે.

સેલરી
સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 21,700 રૂપિયાથી લઈને 69,100 રૂપિયાનો પગાર મળશે.

એપ્લિકેશન ફી
અરજી કરનારા કેન્ડિડેટ્સને કોઈ ફી ભરવાની નથી.

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ પોસ્ટ માટે ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ:

અન્ય સમાચારો પણ છે...