કામના સમાચાર:ઇન્ડિયન નેવીમાં અગ્નિવીર યુવતીઓની ભરતી, 10મુ ધોરણ પાસ કરી શકે છે અરજી, જાણો સમગ્ર પ્રક્રિયા

23 દિવસ પહેલા

કેન્દ્રનાં સંરક્ષણ મંત્રાલય દ્વારા આર્મીમાં યુવાનોની ભરતી માટે મોટાપાયે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અગ્નિપથ યોજનામાં યુવતીઓની પણ ભરતી કરવામાં આવશે. ઇન્ડિયન નેવીમાં યુવતીઓને એન્ટ્રી એન્જીનીયર મિકેનિક ડિપાર્ટમેન્ટ, મેડિકલ આસિસ્ટન્ટ સહિત અનેક પોસ્ટ પર ભરતી કરવામાં આવશે અને આ યુવતીઓને અગ્નિવીર કહેવામાં આવશે.

આ માટે યુવતીએ શું કરવું પડશે? તેમની ઉંમર શું હશે? અને ક્યાં પદ માટે અરજી કરી શકે છે? આજે કામના સમાચારમાં આ બધા જ સવાલના જવાબમાં મળશે.

સૌથી પહેલાં જણાવી દઈએ કે, વાઈસ ચીફ ઓફ નેવલ સ્ટાફ વાઈસ એડમિરલ એસએન ઘોરમાડેના જણાવ્યા અનુસાર, અગ્નિવીર હેઠળની ભરતીમાં 20% સીટો મહિલાઓ માટે રિઝર્વ હશે. ભરતી બાદ મહિલાઓને વિવિધ શાખાઓમાં મોકલવામાં આવશે.

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા પુરૂષ અગ્નિવીરોની ઉંમરમાં છૂટ આપવામાં આવી હતી અને તેમની વય મર્યાદા ઘટાડીને 23 વર્ષ કરવામાં આવી હતી. આવતા વર્ષથી તે 21 વર્ષ જ થશે.

સવાલ : લેખિત પરીક્ષા માટેની પેટર્ન કેવી હશે?
જવાબ :

  • લેખિત પરીક્ષાની પેટર્ન ઓબ્જેક્ટિવ ટાઈપ હશે.
  • વિજ્ઞાન, ગણિત અને સામાન્ય જ્ઞાનના સવાલ પૂછવામાં આવશે.
  • પરીક્ષા 30 મિનિટની સુધી હશે.

સવાલ : વિદ્યાર્થીઓને પરીક્ષાના કોર્ષ વિશે કેવી રીતે ખબર પડશે?
જવાબ :
પરીક્ષાનો અભ્યાસક્રમ અને સેમ્પલ પેપર ભારતીય નૌકાદળની ભરતી વેબસાઇટ પર આપવામાં આવશે.

સવાલ : અગ્નિવીર માટે અરજી ભરવાની તારીખ શું છે?
જવાબ :
અગ્નિવીર MR રમાં ત્રણ કેટેગરી હશે - રસોઇયા, સ્ટુઅર્ડ અને હાઇજીનિસ્ટ. તમે આ માટે 25 જુલાઈથી 30 જુલાઈ, 2022 સુધી અરજી કરી શકો છો.

સવાલ : અગ્નિવીર યુવતીઓએ ફિઝિકલ ફિટનેસ ટેસ્ટમાં શું કરવું પડશે?
જવાબ :

  • 1.6 કિમી દોડ 8 મિનિટમાં
  • 15 ઉઠક-બેઠક
  • 10 સિટઅપ્સ

સવાલ : અગ્નિવીર યુવતીઓને કેટલી સેલરી મળશે?
જવાબ :

  • પહેલા વર્ષે દર મહિને 30 હજાર રૂપિયા,
  • બીજા વર્ષે દર મહિને 40 હજાર રૂપિયા,
  • ત્રીજા વર્ષે દર મહિને 36 હજાર 500 રૂપિયા ,
  • ચોથા વર્ષે દર મહિને 40 હજાર રૂપિયા

અગ્નિપથ યોજના હેઠળ આર્મીમાં ભરતીની સંપૂર્ણ વિગતો અહીં વાંચો

સવાલ : અગ્નિવીર (MR) માટે કેવી રીતે અરજી કરવી?

જવાબ :

  • સૌથી પહેલાં વેબસાઈટ પર જાઓ.
  • NAVY Agniveer MR પર ક્લિક કરો
  • રજીસ્ટ્રેશન કરો
  • હવે લોગ ઈન કરો
  • ફી ભરો
  • સબમિટ પર ક્લિક કરો
  • આધારકાર્ડ વગર રજીસ્ટ્રેશન કરી શકશો નહીં.

સવાલ : 4 વર્ષ બાદ જયારે અગ્નિવીર યુવતીઓ રિટાયર્ડ થશે ત્યારે શું મળશે?
જવાબ :

  • અગ્નિવીર યુવતીઓને કાયમી નોકરી માટે અરજી કરવાની તક મળશે.
  • છોકરીઓની દરેક બેચમાંથી લગભગ 25 ટકાને કાયમી નોકરી આપવામાં આવશે.
  • પગારનો 30% દર મહિને કોર્પસ ફંડમાં જશે. સરકાર તેમાં 30% પૈસા પણ નાખશે. જેના કારણે 4 વર્ષ પછી તમને 10.04 લાખનું સર્વિસ ફંડ પેકેજ અને લાગુ વ્યાજ આપવામાં આવશે. જેના પર કોઈ ટેક્સ લાગશે નહીં.

સવાલ : નોકરી દરમિયાન શું-શું ફાયદો મળશે?
જવાબ :

  • નોકરી દરમિયાન 48 લાખનું નોન કન્ટ્રીબ્યુટરી જીવન વીમો મળશે.
  • નોકરી દરમિયાન જો કોઈ અગ્નિવીરનું મૃત્યુ થાય છે તો તેમના પરિવારજનોને 44 લાખ રૂપિયા આપવામાં આવશે.
  • આર્મી હોસ્પિટલમાં મેડિકલ ફેસેલિટી અને કેન્ટીનની સુવિધા આપવામાં આવશે.
  • જો કોઈ અગ્નિવીર નોકરી દરમિયાન વિકલાંગ થાય તો તેની વિકલાંગતાના આધારે ગ્રાન્ટ એટલે કે પૈસા આપવામાં આવશે
  1. જો 100% વિકલાંગતા હશે તો 44 લાખ આપવામાં આવશે.
  2. જો અપંગતા 75% છે, તો તમને 25 લાખ મળશે.
  3. જો અપંગતા 50% છે, તો તમને 15 લાખ મળશે.

હાલના સમયમાં ભારતીય નૌકાદળમાં હાલ 550 મહિલા અધિકારીઓ છે. આ મહિલાઓ અલગ-અલગ પોસ્ટ અને વિભાગોમાં પોસ્ટેડ છે. તે જ સમયે, 30 મહિલાઓ ભારતીય નૌકાદળના જહાજોમાં ખલાસી તરીકે તૈનાત છે.