• Gujarati News
  • Utility
  • Indian Institute Of Management Opens Correction Window For CAT Application Form, Candidates Can Make Correction Till September 29

IIM CAT 2020:ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટે CAT એપ્લિકેશન ફોર્મ માટે કરેક્શન વિંડો ઓપન કરી, ઉમેદવારો 29 સપ્ટેમ્બર સુધી કરેક્શન કરી શકશે

એક વર્ષ પહેલા

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM)એ કોમન એડમિશન ટેસ્ટ (CAT)ના એપ્લિકેશન ફોર્મ માટે કરેક્શન વિંડો ખોલી દીધી છે. આ વર્ષે 29 નવેમ્બરના રોજ IIM CAT પરીક્ષા લેવાશે. વર્તમાન પરિસ્થિતિને કારણે CATમાટે રજિસ્ટ્રેશનની તારીખ 23 સપ્ટેમ્બર 2020 સુધી લંબાવવામાં આવી હતી.

27 સપ્ટેમ્બરથી વિંડો ખૂલશે
કરેક્શન વિન્ડો 27 સપ્ટેમ્બર, 2020ના રોજ સવારે 10 વાગ્યાથી 29 સપ્ટેમ્બર, 2020ના સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ iimcat.ac.in પર જઇને કરેક્શન કરી શકે છે. દેશની મુખ્ય મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન માટે વિવિધ પરીક્ષા કેન્દ્રોમાં CAT 2020 લેવામાં આવશે.

28 ઓક્ટોબરે એડમિટ કાર્ડ બહાર પડશે
પરીક્ષા માટે 28 ઓક્ટોબર, 2020ના રોજ ઓફિશિયલ વેબસાઇટ પર એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવશે. દેશના 156 શહેરોમાં સ્થિત વિવિધ પરીક્ષા કેન્દ્રો પર બે શિફ્ટમાં 29 નવેમ્બર, 2020ના રોજ કમ્પ્યૂટર આધારિત મોડમાં પરીક્ષા લેવામાં આવશે. ઉમેદવારોને વધુ માહિતી અને અપડેટ્સ જાણવા માટે CAT વેબસાઇટ પર જવાની સલાહ આપવામાં આવે છે.

મહત્ત્વપૂર્ણ તારીખો:

  • CAT 2020 જિસ્ટ્રેશનની છેલ્લી તારીખ: 23 સપ્ટેમ્બર 2020
  • પરીક્ષાની તારીખ: 29 નવેમ્બર, 2020
  • રિઝલ્ટ તારીખ: જાન્યુઆરી 2021 (ટેન્ટેટિવ)

કરેક્શન કરવાની પ્રોસેસ

  • સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ iimcat.ac.in પર જાઓ.
  • ત્યારબાદ 'રજિસ્ટર્ડ કેન્ડિડેટ લોગ ઇન' પર ક્લિક કરો.
  • અહીં જરૂરી માહિતી દાખલ કરો.
  • હવે કરેક્શન કર્યા પછી સબમિટ પર ક્લિક કરો.