ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (IGC)એ નાવિક(જનરલ ડ્યુટી), નાવિક(ડોમેસ્ટિક બ્રાંચ) અને યાંત્રિકની જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 350 જગ્યા પર ભરતી કરવામાં આવશે.આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ 2 જુલાઈથી શરુ થશે. ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ 16 જુલાઈ સુધી joinindiancoastguard.gov.in દ્વારા ઓનલાઈન અપ્લાય કરી શકે છે.
લાયકાત
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સ ધોરણ 10, 12 પાસ હોવા જોઈએ. આ ઉપરાંત ઇલેક્ટ્રિક, મેકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકમ્યુનિકેશન(રેડિયો/પાવર) એન્જિનિયરિંગમાં ડીપ્લોમા હોલ્ડર પણ અરજી કરી શકે છે.
જગ્યાની સંખ્યા: 350
જગ્યા | સંખ્યા |
નાવિક (જનરલ ડ્યુટી) | 260 |
નાવિક (ડોમેસ્ટિક બ્રાંચ) | 50 |
યાંત્રિક | 20 |
યાંત્રિક(ઇલેક્ટ્રિક) | 13 |
યાંત્રિક(ઈલેક્ટ્રોનિક્સ) | 07 |
મહત્ત્વની તારીખો:
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ:2 જુલાઈ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 16 જુલાઈ
સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષા, ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ અને મેડિકલ ટેસ્ટને આધારે કરવામાં આવશે.
એપ્લિકેશન ફી
UR/OBC/EWS- 250 રૂપિયા
SC/ST-કોઈ ફી નથી
આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે joinindiancoastguard.cdac.in પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ:
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.