ઈન્ડિયન આર્મીએ શોર્ટ સર્વિસ કમિશન (SSC)ની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરીને અરજી માગી છે. આ જગ્યા પર અપરણિત પુરુષ અને મહિલા ગ્રેજ્યુએટ્સ, રક્ષાકર્મીઓની વિધવા 25 મેથી 23 જૂન 2021 સુધી joinindianarmy.nic.in પર અપ્લાય કરી શકે છે.
આ જગ્યા પર સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સની SSC કોર્સ ઓક્ટોબર 2021માં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી (OTA),ચેન્નાઈ, તમિલનાડુમાં શરુ થશે. આ ભરતીથી કુલ 191 જગ્યા પર ભરતી કરવામાં આવશે.
લાયકાત
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે એન્જિનિયરિંગ ડિગ્રી હોવી જોઈએ. આ ઉપરાંત આ પોસ્ટ માટે ફાઈનલ યરના વિદ્યાર્થીઓ પણ અપ્લાય કરી શકે છે.
ઉંમર
ઉમેદવારની ઉંમર મિનિમમ 20 વર્ષ અને મેક્સિમમ ઉંમર 27 વર્ષ હોવી જોઈએ. રક્ષા કર્મીઓની વિધવા માટે મેક્સિમમ ઉંમરે 35 વર્ષ નક્કી કરી છે.
મહત્ત્વની તારીખો
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 25 મે, 2021
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 23 જૂન, 2021
સિલેક્શન પ્રોસેસ
કેન્ડિડેટ્સનું સિલેક્શન PET(પ્રિલિમનરી એલિજિબિલિટી ટેસ્ટ), SSB ઇન્ટરવ્યૂ અને મેડિકલ પરીક્ષાને આધારે કરવામાં આવશે.
આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 23 જૂન 2021 સુધી ઓફિશિયલ વેબસાઈટ joinindianarmy.nic.in પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકરી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.