તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Indian Army Postpones Common Entrance Exam Amid Coronavirus, The Exam To Be Held On May 30 At Army Center, Hyderabad

કોરોના ઈફેક્ટ:ઈન્ડિયન આર્મીએ 30 મેના રોજ આર્મી સેન્ટરમાં યોજાનારી પરીક્ષા કોમન એન્ટ્રન્સ એક્ઝામ મોકૂફ રાખી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ પરીક્ષા આર્મી સેન્ટર, હૈદરાબાદમાં યોજવાની હતી
  • નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે

દેશમાં કોરોના મહામારીની સ્થિતિ જોઈને ભારતીય સેનાએ ઇન્ડિયન આર્મી કોમન એન્ટ્રન્સ એક્ઝામ મોકૂફ કરી છે. આ પરીક્ષા આર્મી સેન્ટર, હૈદરાબાદમાં 30મેના રોજ યોજાવાની હતી.

નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે
આ વિશે ડિફેન્સ વિંગે એક નોટિફિકેશન જાહેર કરી જણાવ્યું કે, 30 મેની ઇન્ડિયન આર્મી કોમન એન્ટ્રન્સ એક્ઝામ હાલ મોકૂફ રાખી છે. દેશમાં કોરોનાનાં વધી રહેલા કેસ જોઈને આ નિર્ણય લીધો છે. પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વધુ જાણકારી માટે કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ www. joinindianarmy.nic.in પર વિઝિટ કરી શકે છે.

CBSE સહિત અલગ-અલગ બોર્ડે પરીક્ષા સ્થગિત કરી
આની પહેલાં ઇન્ડિયન આર્મીએ જયપુર અને જોધપુરમાં યોજાનારી ઇન્ડિયન આર્મી ભરતી પરીક્ષાને સ્થગિત કરી હતી. આ પરીક્ષા 30 મેના રોજ જયપુર અને જોધપુરમાં લેવાની હતી. દેશમાં કોરોનાની બીજી લહેરને લીધે અત્યાર સુધી ઘણી પરીક્ષા કેન્સલ થઈ છે.

CBSE,CISCE,યુપી, એમપી બોર્ડ સહિત દેશમાં અલગ-અલગ રાજ્યોના બોર્ડે ધોરણ 10અને 12ની પરીક્ષા મોકૂફ રાખી છે. CBSEએ ધોરણ 10ની પરીક્ષા કેન્સલ કરી અને ધોરણ 12ની પરીક્ષા વિશે પછી નિર્ણય લેવામાં આવશે.