• Gujarati News
  • Utility
  • India Vs New Zealand T20 Match; Reliance JIO Airtel 3GB Internet Data Packages, Check Details

આજથી IND-NZ T20 મેચ શરૂ:ડેટા લિમિટના ચક્કરમાં T20 મેચ મિસ ના કરવી હોય તો આ ડેટા પેકનું રિચાર્જ કરાવો અને બિન્દાસ આખી મેચ જુઓ

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3GB ડેટા/દિવસવાળા પ્લાનમાં હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન પણ મળશે

આજથી ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 મેચનો પ્રારંભ થવાનો છે. ઘણીવાર ડેટા ઓછો હોવાને લીધે તમે આખી મેચનો આનંદ માણી શકતા નથી. ક્રિકેટ જોતા-જોતા જ ડેટા પૂરો થઈ ગયો હોવાનો મેસેજ આવે છે અને મેચ ઇનિંગ્સ વચ્ચે જ રોકાઈ જાય છે. જો તમે પણ આ બધી તકલીફોમાંથી પસાર થઈ ગયા હો તો ડોન્ટ વરી. આજે અમે તમને અલગ-અલગ ટેલીકોમ કંપનીના 3GB ડેટા/દિવસવાળા પ્લાન વિશે જણાવી રહ્યા છીએ. આ પ્લાનમાં તેમને હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન પણ મળશે. તેમાં જિયો, એરટેલ અને Viના પ્લાન સામેલ છે. જાણીએ આ પ્લાન વિશે....

જિયો પ્લાન્સ
499 રૂપિયા

આ રિચાર્જમાં ડિઝની પ્લસ હોટસ્ટારનું મોબાઈલ સબસ્ક્રિપ્શન સાથે 3GB પ્રતિ દિવસનો ડેટા, 6GB એક્સ્ટ્રા, ફ્રી વોઈસ કોલ, પ્રતિ દિવસ 100 SMS અને જિયો એપ્સનો એક્સેસ મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.

એરટેલના પ્લાન્સ
​​​​​​​499 રૂપિયા

28 દિવસની વેલિડિટીવાળો આ પ્લાન પ્રતિ દિવસ 3GBનો ડેટા ઓફર કરે છે. આ સાથે જ ફ્રી વોઈસ કોલ, દરરોજ 100 SMS, પ્રાઈમ વીડિયો મોબાઈલ એડિશનલ ફ્રી ટ્રાયલ અને એરટેલ એપનો એક્સેસ પણ મળે છે.

Viના પ્લાન્સ
​​​​​​​501 રૂપિયા

​​​​​​​આ પ્લાનમાં ડિઝની પ્લસ હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન મળી રહ્યું છે. સાથે જ પ્રતિ દિવસ 3GB ડેટા સાથે એક્સ્ટ્રા 16GB ડેટા મળી રહ્યો છે. આ સાથે જ કંપની ફ્રી વોઈસ કોલિંગ, દરરોજ 100 SMS અને Vi ટીવી અને મૂવીઝનો એક્સેસ આપે છે. પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.

701 રૂપિયા
​​​​​​​
આ પ્લાનમાં 501 રૂપિયાના પ્લાનની જેમ દરરોજ 3GBના ડેટા સાથે એક્સ્ટ્રા 32GB ડેટા, ફ્રી વોઈસ કોલિંગ, દરરોજ 100 SMS તેમજ Vi ટીવી અને મૂવીઝનો એક્સેસ મળે છે. આ પ્લાનમાં ડિઝની પ્લસ હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન મળે છે. તેની વેલિડિટી 56 દિવસની છે.

901 રૂપિયા
​​​​​​​
આ પ્લાનમાં 701 રૂપિયાના પ્લાનની તમામ સુવિધાઓ મળે છે. આ પ્લાનમાં દરરોજ 3GB ડેટા સાથે આખા મહિના માટે કુલ 48GB ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે.