તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • India Post Will Now Charge If There Is Less Balance In The Account, Will Have To Pay A Penalty Of Rs 100

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવિંગ અકાઉન્ટ પર નિયમ:હવે ઈન્ડિયા પોસ્ટ ખાતામાં ઓછું બેલેન્સ હશે તો ચાર્જ વસૂલશે, 100 રૂપિયાનો દંડ ભરવો પડશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 11 ડિસેમ્બરથી બચત ખાતા પર આ ચાર્જ લાગુ થશે. આ જાણકારી ઈન્ડિયા બેંકે તેની વેબસાઈટ પર આપી

જો તમારું બચત ખાતું ઈન્ડિયા પોસ્ટ બેંકમાં છે તો તમારે પાસેથી હવે ચાર્જ વસૂલવામાં આવી શકે છે. ઈન્ડિયા પોસ્ટ બેંકના જણાવ્યા પ્રમાણે, ઓછામાં ઓછું બેલેન્સ ખાતામાં નહીં હોય તો 100 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જ 11 ડિસેમ્બરથી બચત ખાતા પર લાગુ થશે. આ જાણકારી ઈન્ડિયા બેંકે તેની વેબસાઈટ www.indiapost.gov.in પર આપી છે.

તમામ ખાતામાં ફરજિયાત રહેશે
વેબસાઈટ પર ઈન્ડિયા પોસ્ટના જણાવ્યા પ્રમાણે, હવે તમામ બચત ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ રાખવું ફરજિયાત બનાવ્યું છે. બચત ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ 500 રૂપિયા હશે. 500 રૂપિયાથી ઓછું બેલેન્સ હશે તો 100 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે. બચત ખાતાના ગ્રાહકોને કહેવામાં આવ્યું છે કે, તેઓ તેમના ખાતામાં 11 ડિસેમ્બર પહેલા 500 રૂપિયાના બેલેન્સની શરત પૂર્ણ કરી લે.

100 રૂપિયા મેન્ટેન્સ ચાર્જ પણ વસૂલવામાં આવી શકે છે
તે ઉપરાંત જો ખાતામાં ક્યારેય 500 રૂપિયાથી વધારે બેલેન્સ નહીં હોય તો નાણાકીય વર્ષના અંતમાં તમારી પાસેથી 100 રૂપિયા ખાતાના મેન્ટેન્સ તરીકે વસૂલવામાં આવશે. જાણકારીના અનુસાર પોસ્ટ ઓફિસ સેવિંગ અકાઉન્ટમાંથી તમે ઓછામાં ઓછા બેલેન્સવાળી રકમને ઉપાડી શકશો નહીં. એટલે કે ખાતામાં જો 500 રૂપિયા છે તો તમે તેમાંથી એક પણ રૂપિયો ઉપાડી નહીં શકો.

ખાતું બંધ પણ થઈ શકે છે
જાણકારીના અનુસાર, જો તમારા ખાતામાં આખા વર્ષ દરમિયાન થોડા પણ પૈસા નહીં હોય તો તમારું ખાતું ઓટોમેટિગ બંધ કરવામાં આવી શકે છે. પોસ્ટ ઓફિસમાં કોઈપણ વ્યક્તિ પોતાનું ખાતું ખોલાવી શકે છે. તેને 500 રૂપિયાની સાથે ખોલવામાં આવી શકે છે. તેના પર તમને 4 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. જો કોઈપણ મહિનાની 10 તારીખથી લઈને મહિનાના અંત સુધી 500 રૂપિયાથી ઓછું બેલેન્સ હશે તો તમને વ્યાજ નહીં મળે. તમે આ ખાતામાંથી ઓછામાં ઓછા 50 રૂપિયા ઉપાડી શકો છો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો