• Gujarati News
  • Utility
  • India Post Payment Bank Will Have To Pay A Charge For Depositing More Than 10 Thousand Rupees From January 1

નિયમમાં ફેરફાર:ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં 1 જાન્યુઆરીથી 10 હજાર રૂપિયાથી વધારે રકમ જમા કરવા પર વધારે ચાર્જ આપવો પડશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેઝિક સેવિંગ્સ અકાઉન્ટમાંથી દર મહિને 4 વખત ફ્રીમાં કેશ ઉપાડી શકાશે

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ( IPPB)એ રૂપિયા ઉપાડવા અને જમા કરવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. 1 જાન્યુઆરીથી ગ્રાહકોએ એક લિમિટથી વધારે કેશ ઉપાડવા અને ડિપોઝિટ પર ચાર્જ આપવો પડશે.

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કના જણાવ્યા પ્રમાણે બેઝિક સેવિંગ્સ અકાઉન્ટમાંથી દર મહિને 4 વખત કેશ ફ્રીમાં ઉપાડી શકાશે, પરંતુ એ પછીથી દરેક વિથડ્રોલ પર ચાર્જ આપવો પડશે. આ ઓછામાં ઓછા 25 રૂપિયા હશે. જો કે, બેઝિક સેવિંગ્સ અકાઉન્ટમાં રૂપિયા જમા કરાવવા પર કોઈ ચાર્જ આપવો નહીં પડે.

25 હજારના વિથડ્રોલ પર કોઈ ચાર્જ નહીં આપવો પડે
બેઝિક સેવિંગ અકાઉન્ટ ઉપરાંત બીજા સેવિંગ અકાઉન્ટ અને કરંટ અકાઉન્ટમાં 10 હજાર રૂપિયા સુધીની અમાઉન્ટ જમા કરવા પર કોઈ ચાર્જ નહીં આપવો પડે. 10 હજાર પછી 0.05% ચાર્જ લાગશે. બચત અને ચાલુ ખાતામાં દર મહિને 25 હજાર રૂપિયા સુધીના વિથડ્રોલ પર કોઈ ચાર્જ નહીં આપવો પડે અને એ પછીના દરેક ટ્રાન્ઝેક્શન પર 0.50% ચાર્જ આપવો પડશે.

ATM ફ્રી ટ્રાન્ઝેક્શન પછી કેશ વિથડ્રોલ પર 21 રૂપિયા આપવા પડશે
RBIએ ફ્રી ટ્રાન્ઝેક્શન પછી વિથડ્રોલ ચાર્જ વધારવાની વાતને મંજૂરી આપી દીધી છે.બેંક હાલ ગ્રાહકો પાસેથી 20 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શનનો ચાર્જ વસૂલે છે. તેમાં ટેક્સ સામેલ નથી. RBIએ કહ્યું છે કે, ઈન્ટરચેન્જ ફી વધારે હોવાને લીધે બેંક ગ્રાહકો પાસે ફ્રી ટ્રાન્ઝેક્શન પછી લેવામાં આવતા ચાર્જમાં વધારો કરી શકશે.

RBIના જણાવ્યા પ્રમાણે, ફ્રી ટ્રાન્ઝેક્શન પછી બેંક પોતાના ગ્રાહકો પાસેથી પ્રતિ ટ્રાન્ઝેક્શન 20ની જગ્યાએ 21 રૂપિયા લઇ શકશે. તેમાં ટેક્સ સામેલ નથી. આ નિયમ 1 જાન્યુઆરી 2022થી લાગુ થશે. ATMમાંથી કેસ વિથડ્રોલ ચાર્જમાં આશરે 7 વર્ષ પછી વધારો કરવામાં આવ્યો છે.