• Gujarati News
  • Utility
  • India Post Payment Bank Has Issued Notification For 650 Posts Of Grameen Dak Sevak. Candidates Can Apply Till May 20.

સરકારી નોકરી:ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે ગ્રામીણ ડાક સેવકની 650 જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું, ઉમેદવારો 20 મે સુધી અરજી કરી શકશે

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે ગ્રામીણ ડાક સેવકના પદ માટે ભરતી બહાર પાડી છે. તેના દ્વારા દેશભરની બેંકની શાખાઓમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે. ઉમેદવારો 10 મે 2022થી પદો માટે ઓનલાઈન અરજી જમા કરી શકે છે. તેના માટે તેમણે ઓફિશિયલ વેબસાઈટ ippbonline.com પર વિઝિટ કરવું પડશે. તેમજ ભરતી માટે અરજીની છેલ્લી તારીખ 20 મે 2022 છે.

મહત્ત્વપૂર્ણ તારીખ

  • અરજીની પ્રારંભિક તારીખઃ 10 મે 2022
  • અરજી કરવાની છેલ્લી તારીખઃ 20 મે 2022
  • અરજી ફી જમા કરવાની તારીખઃ 10 મેથી 20 મે 2022
  • પરીક્ષાની તારીખઃ જૂન 2022
  • પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કરવાની તારીખઃ અરજી પ્રક્રિયા પૂરી થયાના 10 દિવસની અંદર.

સેલરી
સિલેક્ટેડ ઉમેદવારોને 30,000 સેલરી મળશે.

લાયકાત

  • ગ્રેજ્યુએશન.
  • 2 વર્ષનો કાર્ય અનુભવ

વય મર્યાદા
આ પદ માટે 20થી 35 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે.

સિલેક્શન પ્રોસેસ
ઉમેદવારોની પસંદગી ઓનલાઈન રિટન એક્ઝામ દ્વારા કરવામાં આવશે.

ઓફિશિયલ નોટિફિકેશન