તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનામાં એકલતા:કોરોનાકાળમાં પુરુષોની અંદર એકલતાની સમસ્યા વધી, આ રીતે એકલતાને દૂર કરી શકો છો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાના સમય દરમિયાન એકલતા એક મોટી સમસ્યા તરીકે ઉભરીને સામે આવી છે. લોકડાઉનમાં ઘરમાં રહીને કામ કરવું, સોશિયલ ગેધરિંગ પર પ્રતિબંધ, અને કલાકો સુધી ઘરમાં એકલા રહેવું તેનું સૌથી મોટું કારણ છે. પુરુષોમાં આ પ્રકારની સમસ્યા સૌથી વધારે જોવા મળી રહી છે. તેમનામાં ચીડિયાપણું, ગુસ્સે થવું અને આત્મહત્યાના લક્ષણો વધ્યા છે.

ભારતીય સોશિયોલોજિસ્ટના જણાવ્યા પ્રમાણે, કોરોનાના દરમિયાન પુરુષો પર પહેલાની સરખામણી કરતા વધારે દબાણ આવી ગયું, જે માનસિક સમસ્યાઓ અને તેમના એકલતાનું સૌથી મોટું કારણ છે.

પુરુષો મહિલાઓની સરખામણીમાં માનસિક સમસ્યાને લઈને ઓછા ગંભીર હોય છે. તેઓ સતત એન્કઝાઈટી અને ડિપ્રેશનની સમસ્યાનો સામનો કરે છે અને તેની અવગણના કરે છે. અમેરિકામાં કરવામાં આવેલી એક સ્ટડીના અનુસાર, મહિલાઓ અને પુરુષોમાં ડિપ્રેશનની સમસ્યા એક જેવી જ છે.

બ્રિટન મેન્ટલ હેલ્થ અવેરનેસ ઓર્ગેનાઈઝેશને 2015માં 1000 પુરુષો પર સર્વે કર્યો હતો. તેમાં 77% પુરુષોમાં ડિપ્રેશન અને એન્ક્ઝાઈટીની સમસ્યા હતી. જેમાં 40% લોકોનું કહેવું હતું કે, એકલતાના કારણે તેમની નોકરી, પેરેંટિંગ અને રિલેશનશિપ પર અસર પડી રહી છે. તેમને આત્મહત્યાના વિચારો આવી રહ્યા છે.

સ્ટડીમાં દાવો- દિવસભર બેસી રહેવાથી થતી સમસ્યા ખતરનાક, તેને એક્સર્સાઈઝ કરીને ટાળી શકાય છે

શું છે એકલતા?
એકલતા એક પ્રકારની લાગણી છે. આ દરમિયાન વ્યક્તિ પોતાની જાતને દુઃખી મહેસૂસ કરે છે. તે ગ્રુપમાં રહેવાની જગ્યાએ એકલો રહે છે. કોઈપણ કામમાં તેનું મન નથી લાગતું, મોટાભાગે તે લોકોના સ્વભાવમાં ચીડિયાપણું અને ગુસ્સો જોવા મળે છે.

ઈમોશનલ સેફ્ટી નેટ એકલતા દૂર કરવામાં મદદ કરી શકે છે

  • આ પ્રકારની સમસ્યાને દૂર કરવા માટે પુરુષ કાં તો ઈમોશનલ સેફ્ટી નેટ બનાવી શકે છે અથવા આવા પ્રકારનું ગ્રુપ જોઈન કરી શકે છે. આ પ્રકારના ગ્રુપમાં એક જ પ્રકારના વિચારશીલ લોકો હોય છે. તેમાં તેઓ પોતાના ઈમોશન અન્ય લોકો સાથે શેર કરી શકે છે. તેનાથી તેમને માનસિક શાંતિનો અહેસાસ થશે. આ ગ્રુપ ફ્રેન્ડ્સ અને રિલેટિવનું હોઈ શકે છે. આ પ્રકારના ઉપાય એકલતામાંથી બહાર આવવામાં મદદ કરી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો