તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Increase Children's Immunity Not With Supplements Or Medicines, But With Homemade Pickles And Sauces; Physical Activity Is Also Required

કોરોનાની ત્રીજી લહેર પહેલાં:સપ્લિમેન્ટ અથવા દવાથી નહીં, પરંતુ ઘરે બનાવેલા અથાણા અને ચટણીથી બાળકોની ઈમ્યુનિટી વધારો; ફિઝિકલ એક્ટિવિટી પણ જરૂરી

2 મહિનો પહેલા
  • ઈમ્યુનિટી મજબૂત બનાવી રાખવા માટે ફૂડ સપ્લિમેન્ટ અથવા મોંઘી ડાયટની જરૂર નથી
  • ઘરમાં રહેલી ખાવાની વસ્તુઓથી અને યોગ્ય રૂટિનથી ઈમ્યુનિટી મજબૂત કરી શકાય છે

કોરોનાની બીજી લહેર ધીમે ધીમે હળવી થવાની સાથે ત્રીજી લહેરની ચિંતા વધવા લાગી છે. ખાસ કરીને બાળકો માટે વેક્સિન નહીં આવે ત્યાં સુધી આ ચિંતા રહેશે. ઈમ્યુનિટી મજબૂત બનાવી રાખવા માટે ફૂડ સપ્લિમેન્ટ અથવા મોંઘી ડાયટની જરૂર નથી, ઘરમાં રહેલી ખાવાની વસ્તુઓથી અને યોગ્ય રૂટિનથી તેને સારી કરી શકાય છે.

સેલિબ્રિટી ન્યૂટ્રિશનિસ્ટ રૂજુતા દિવેકરે બાળકોમાં ઈમ્યુનિટી વધારવા માટે કેટલીક ટિપ્સ એક વીડિયોમાં શેર કરી છે. તેમણે 5 ફૂડ વિશે જણાવ્યું છે, જેને આ સમયે બાળકોની ડાયટમાં સામેલ કરવા જરૂરી છે. તો જાણો તે 5 ફૂડ વિશે...

લોકલ અથવા સિઝનલ ફ્રૂટ

બાળકોને દિવસમાં એક વખત સિઝનલ અથવા કોઈ લોકલ ફ્રૂટ જરૂરથી ખવડાવો. જો બાળકોને આખું ફ્રૂટ ખાવાનું પસંદ નથી તો તેને ઓછામાં ઓછો એક ટૂકડો ખવડાવો. એવોકાડો અને કીવીની જગ્યા જાંબુ, કેરી, પપૈયા જેવા ફ્રૂટ્સ ખવડાવો.
શું ફાયદો થશે... તેનાથી પેટમાં ગુડ બેક્ટેરિયા વધે છે, જે પેટને સ્વસ્થ રાખે છે

હલવો અથવા લાડુ

સાંજે 4થી 6 વાગ્યાની ભૂખમાં કંઈક હેલ્ધી ખાવું જરૂરી છે. આ સમયે બાળકોને ગળી વસ્તુ અને કંઈક સરળ આપો. જેમ કે, રોટલીમાં ઘી લગાવીને ગોળની સાથે રોલ બનાવીને ખવડાવો અથવા રવાનો હલવો અથવા રાગીના લાડુ ખવડાવો. ​​​​​​​​​​​​​​
શું ફાયદો થશે... તેનાથી બાળકોને એનર્જી મળશે.

ભાત

સરળતાથી ડાઈજેસ્ટ થતા ભાતને બાળકોની ડાયટમાં જરૂરથી સામેલ કરો. બાળકોને ડિનર માટે દાળ, ભાત અને ઘી બેસ્ટ ઓપ્શન છે. ​​​​​​​
શું ફાયદો થશે... તેનાથી પોષક તત્ત્વ અને ખાસ કરીને એમિનો એસિડ મળે છે.

અથાણું અથવા ચટણી

બાળકોને દરરોજ ઘરનું બનાવેલું અથાણું અથવા ચટણી આપો. તે સાઈડ ડિશ પેટમાં ગુડ બેક્ટેરિયા વધારે છે.
શું ફાયદો થશે... તે ઈમ્યુનિટી મજબૂત કરે છે અને બાળકોને ખુશ રહેવામાં મદદ કરે છે.

કાજૂ​​​​​​​​​​​​​​

ભોજનની વચ્ચે બાળકોને મુઠ્ઠીભર કાજુ ખવડાવો. તે તેમને એક્ટિવ અને એનર્જેટિક રાખવા માટે તમામ માઈક્રોન્યૂટ્રિઅન્ટ્સ આપે છે. ​​​​​​​
શું ફાયદો થશે... તેનાથી શરીરમાં કોઈપણ પ્રકારનો દુખાવો ઓછો કરવામાં મદદ મળે છે. ​​​​​​​

રૂટિન પણ જરૂરી છે
ડાયટ ઈમ્યુનિટી મજબૂત રાખવા માટે એક જરૂરી ફેક્ટર છે, પરંતુ ખરાબ રૂટિન બાળકોની હેલ્થને નુકસાન પહોંચાડી શકે છે. બાળકોને હેલ્ધી રાખવા માટે એક્સપર્ટે તેમના રૂટિન સાથે સંબંધિત કેટલીક ટિપ્સ આપી છે, જે તેમના માટે જરૂરી છે. ​​​​​​​

સ્લિપિંગ શિડ્યુઅલ
હંમેશાં લોકો સ્લિપિંગ શિડ્યુઅલ કરતાં વધારે 7થી 8 કલાકની ઊંઘને મહત્ત્વ આપે છે. પરંતુ બાળકોને હેલ્ધી રાખવા અને ઈમ્યુનિટી વધારવા માટે તેમનું સ્લિપિંગ શિડ્યુઅલ પણ જરૂરી છે. બાળકો માટે મોડી રાત સુધી જાગવું અને સવારે મોડા સુધી સૂવું સારું નથી. સ્લિપિંગ શિડ્યુઅલ અને 8 કલાકની ઊંઘ લેનાર બાળકોમાં મેદસ્વિતા ઘટે છે, તે ઉપરાંત જંક ફૂડ અથવા અનહેલ્ધી ફૂડ ખાવાની ક્રેવિંગ પણ ઘટે છે. ​​​​​​​

ફિઝિકલ એક્ટિવિટી
ઘરમાં કેદ બાળકોને બીમારીથી બચાવવા ફિઝિકલ એક્ટિવિટી જરૂરી છે. અમેરિકાના સ્વાસ્થ્ય અને માનવ સેવા વિભાગના અનુસાર, છ વર્ષ અને તેનાથી વધુની ઉંમરના બાળકો માટે દિવસમાં ઓછામાં ઓછા એક કલાકની ફિઝિકલ એક્ટિવિટી જરૂરી હોય છે અને તેને દરેક પરિસ્થિતિમાં કરવી જોઈએ.

સ્ટડીના અનુસાર, બાળકોને સપ્તાહમાં ઓછામાં ઓછા ત્રણ વખત એરોબિક અથવા કેટલીક નિયમિત એક્સર્સાઈઝ કરવી જોઈએ. જ્યારે સપ્તાહના બાકીના ત્રણેય દિવસમાં સ્નાયુઓ અને હાડકાંને મજબૂત કરનારી એક્સર્સાઈઝ કરવી જોઈએ. ​​​​​​​

યોગ
બાળકોની ઈમ્યુનિટી મજબૂત રાખવા માટે દરરોજ એક કલાક યોગ કરવા જોઈએ. જો પેરેન્ટ્સ પણ બાળકોની સાથે યોગ કરશે તો બાળકો તેને સારી રીતે શીખશે અને એન્જોય પણ કરશે.

એરોબિક્સ
એરોબિક્સ કરવાથી હૃદય મજબૂત થાય છે અને શરીરમાં ઓક્સિજનનું સર્ક્યુલેશન ઝડપી થાય છે. એરોબિક્સ સરળતાથી ઘરની અંદર કરી શકાય છે અને તે બાસ્કેટબોલ, સ્વિમિંગ, જોગિંગ, રનિંગ, સાઈક્લિંગ જેવી એક્સર્સાઈઝના બરાબર છે. ​​​​​​​

પુશ અપ્સ અને સ્ટ્રેચિંગ
બાળકો પોતાના બોડીને શેપ આપવા અને સ્ટ્રેન્થ વધારવા માટે પુશ-અપ, ક્રન્ચેજ, સ્ટ્રેચિંગ અને આ પ્રકારની બીજી એક્સર્સાઈઝ સરળતાથી ઘરે કરી શકે છે.

રોપ સ્કિપિંગ
બાળકો માટે આ સૌથી ઈન્ટરેસ્ટિંગ એક્સર્સાઈઝ છે. તેને કરવાથી મસલ્સ મજબૂત થાય છે અને સ્ટેમિના વધે છે. બાળકોની સાથે મોટા લોકો પણ આ એક્સર્સાઈઝ કરી શકે છે.

ડાન્સ
બાળકોને ફિઝિકલ એક્ટિવ રાખવા માટે સૌથી સારી એક્સર્સાઈઝ છે ડાન્સ. તમે પણ બાળકોની સાથે ડાન્સ કરી શકો છો અથવા તેમને ઓનલાઈન ક્લાસ જોઈન કરાવી શકો છો. ડાન્સની સાથે બાળકોની એક્સર્સાઈઝ પણ થશે તેમને કેટલીક નવી સ્કિલ્સ પણ શીખવા મળશે.