આજે 161મો આવકવેરા દિવસ છે. ઘણી વખત જોવા મળે છે કે લોકો ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાનું ટાળે છે. તેમને લાગે છે કે આપણે ઈન્કમ ટેક્સના દાયરમાં નથી આવતા તો ITR કેમ ફાઈલ કરવો જોઈએ. જ્યારે આવું નથી. તમામ લોકોએ ITR ફાઈલ કરવો જોઈએ. આજે આવકવેરા દિવસના પ્રસંગે અમે તમને ITR ફાઈલ કરવાના ફાયદા અને તેની સાથે સંબંધિત ખાસ બાબતો જણાવી રહ્યા છીએ.
ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાના ઘણા ફાયદા છે
ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાના બે ઓપ્શન મળે છે
કરદાતાઓને ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાના બે ઓપ્શન મળે છે. 1 એપ્રિલ 2020ના રોજ નવો ઓપ્શન આપવામાં આવ્યો હતો. નવા ટેક્સ સ્લેબમાં 5 લાખ રૂપિયાથી વધારે આવક પર ટેક્સના દર ઓછા રાખવામાં આવ્યા હતા, પરંતુ ડિડક્શન પાછું લેવામાં આવ્યું. તેમજ જો તમે જૂનો ટેક્સ સ્લેબ પસંદ કરો છો તો તમને ઘણા પ્રકારના ટેક્સ ડિડક્શનનો ફાયદો મળે છે.
કઈ ઈન્કમ ટેક્સ વ્યવસ્થામાં કેટલી ઈન્કમ પર કેટલો ટેક્સ આપવો પડશે?
વાર્ષિક ઈન્કમ (રૂ.માં) | નવી ટેક્સ વ્યવસ્થા | જૂની ટેક્સ વ્યવસ્થા |
2.5 લાખ સુધી | છૂટ | છૂટ |
2.5 લાખ - 5 લાખ | 5% | 5% |
5 લાખ - 7.5 લાખ | 10% | 20% |
7.5 લાખ - 10 લાખ | 15% | 20% |
10 લાખ - 12.5 લાખ | 20% | 30% |
12.5 લાખ - 15 લાખ | 25% | 30% |
15 લાખથી વધારે | 30% | 30% |
રિટર્ન ફાઈલ કરનારા લોકોની સંખ્યા વધી
દેશમાં ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરનારા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 5 વર્ષોની વાત કરીએ તો આ દરમિયાન ITR ફાઈલ કરનારા લોકોની સંખ્યામાં લગભગ 32%નો વધારો થયો છે. 2016-17માં 5.61 કરોડ ITR ફાઈલ થયા હતા જ્યારે 2020-21માં 7.38 કરોડ ફાઈલ થયા છે.
કયા વર્ષે કેટલું રિટર્ન ફાઈલ થયું
વર્ષ | કેટલું ITR ફાઈલ થયું |
2016-17 | 5.61 કરોડ |
2017-18 | 6.92 કરોડ |
2018-19 | 6.74 કરોડ |
2019-20 | 6.78 કરોડ |
2020-21 | 7.38 કરોડ |
રિટર્ન ફાઈલ કરતા સમયે આટલી બાબતોનું ધ્યાન રાખવું
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.