જો તમે અસેસમેન્ટ યર 2020-21 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું છે અને તમને અત્યાર સુધી રિફંડ નથી મળ્યું તો તમે એકલા નથી કે જેમને રિફંડ નથી મળ્યું. ઘણા લોકોને હજી સુધી ટેક્સ રિફંડ નથી મળ્યું. ઈન્કમ ટેક્સ વિભાગના જણાવ્યા પ્રમાણે, ટેક્નિકલ અપગ્રેડના કારણે રિફંડમાં વિલંબ થઈ શકે છે.
ઈન્કમ ટેક્સ વિભાગે ટ્વિટર પર જાણકારી આપી હતી
ઘણા ટેક્સપેયર્સે જૂન-જુલાઈમાં ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું હતું અને હજી સુધી તેમને રિફંડ મળ્યું નથી. આવા ટેક્સપેયર્સે ટ્વિટર પર રિફંડને લઈને માગ કરી હતી. ત્યારબાદ ઈન્કમ ટેક્સ વિભાગે ટ્વિટર પર જાણકારી આપી છે. ઈન્કમ ટેક્સ વિભાગના જણાવ્યા પ્રમાણે, ટેક્સપેયર સેવાઓ સુધારવાના વચનને અનુલક્ષીને અમે ITRની ઝડપી પ્રોસેસિંગ માટે નવી ટેક્નોલોજી અપગ્રેડેડ પ્લેટફોર્મ (CPC 2.0) પર માઈગ્રેશન કરી રહ્યા છીએ. અસેસમેન્ટ યર 2020-21નું ઈન્કમ ટેક્સ રિટર્ન CPC 2.0 દ્વારા પ્રેસસ કરી શકાશે. નવી સિસ્ટમ પર માઈગ્રેશન દરમિયાન અમે તમારી ધીરજ માટે આભાર માનીએ છીએ.
CPC 2.0 પર માઈગ્રેશનની ટાઈમલાઈન નક્કી નથી
જો કે, ટ્વિટમાં ઈન્કમ ટેક્સ વિભાગે નવી CPC 2.0 પ્લેટફોર્મ પર માઈગ્રેશન અને અસેસમેન્ટ યર 2020-21 ઈન્કમ ટેક્સ રિટર્નની પ્રક્રિયા શરૂ કરવા માટે કોઈ ટાઈમલાઈનની જાણકારી નથી આપી. વર્તમાન સમયમાં તમામ પ્રકારના ઈન્કમ ટેક્સ રિટર્ન વિભાગના બેંગલુરુ સ્થિતિ સેન્ટ્રલાઈઝ્ડ પ્રોસેસિંગ સેન્ટરથી પ્રોસેસ કરવામાં આવે છે.
10 નવેમ્બર સુધી 1.32 લાખ કરોડ રૂપિયાનું રિફંડ
આવકવેરા વિભાગના જણાવ્યા પ્રમાણે, 1 એપ્રિલથી 10 નવેમ્બર સુધી 39.75 લાખથી વધારે ટેક્સપેયર્સને 1.32 લાખ કરોડ કરતા વધારે રિફંડ જારી કર્યું છે. આ દરમિયાન પર્સનલ ઈન્કમ ટેક્સ રિફંડ (PIT) રિફંડ 35,123 કરોડ રૂપિયા અને 97,677 કરોડ રૂપિયાનું કોર્પોરેટ કર રિફંડ જારી કરવામાં આવ્યું છે.
આ રીતે ચેક કરી તમારું રિફંડ સ્ટેટસ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.