તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Income Tax Refund For Assessment Year 2020 21 May Be Delayed, System Is Being Updated By Department

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્સનલ ફાઈનાન્સ:અસેસમેન્ટ યર 2020-21 માટે ઈન્કમ ટેક્સ રિફંડમાં વિલંબ થઈ શકે છે, વિભાગ દ્વારા સિસ્ટમ અપડેટ કરવામાં આવી રહી છે

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેક્સપેયર્સની ફરિયાદો બાદ આવકવેરા વિભાગે માહિતી આપી
  • કહ્યું- 2020-21ના રિટર્નની પ્રોસેસિંગ નવા પ્લેટફોર્મ દ્વારા થશે

જો તમે અસેસમેન્ટ યર 2020-21 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું છે અને તમને અત્યાર સુધી રિફંડ નથી મળ્યું તો તમે એકલા નથી કે જેમને રિફંડ નથી મળ્યું. ઘણા લોકોને હજી સુધી ટેક્સ રિફંડ નથી મળ્યું. ઈન્કમ ટેક્સ વિભાગના જણાવ્યા પ્રમાણે, ટેક્નિકલ અપગ્રેડના કારણે રિફંડમાં વિલંબ થઈ શકે છે.

ઈન્કમ ટેક્સ વિભાગે ટ્વિટર પર જાણકારી આપી હતી
ઘણા ટેક્સપેયર્સે જૂન-જુલાઈમાં ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું હતું અને હજી સુધી તેમને રિફંડ મળ્યું નથી. આવા ટેક્સપેયર્સે ટ્વિટર પર રિફંડને લઈને માગ કરી હતી. ત્યારબાદ ઈન્કમ ટેક્સ વિભાગે ટ્વિટર પર જાણકારી આપી છે. ઈન્કમ ટેક્સ વિભાગના જણાવ્યા પ્રમાણે, ટેક્સપેયર સેવાઓ સુધારવાના વચનને અનુલક્ષીને અમે ITRની ઝડપી પ્રોસેસિંગ માટે નવી ટેક્નોલોજી અપગ્રેડેડ પ્લેટફોર્મ (CPC 2.0) પર માઈગ્રેશન કરી રહ્યા છીએ. અસેસમેન્ટ યર 2020-21નું ઈન્કમ ટેક્સ રિટર્ન CPC 2.0 દ્વારા પ્રેસસ કરી શકાશે. નવી સિસ્ટમ પર માઈગ્રેશન દરમિયાન અમે તમારી ધીરજ માટે આભાર માનીએ છીએ.

CPC 2.0 પર માઈગ્રેશનની ટાઈમલાઈન નક્કી નથી
જો કે, ટ્વિટમાં ઈન્કમ ટેક્સ વિભાગે નવી CPC 2.0 પ્લેટફોર્મ પર માઈગ્રેશન અને અસેસમેન્ટ યર 2020-21 ઈન્કમ ટેક્સ રિટર્નની પ્રક્રિયા શરૂ કરવા માટે કોઈ ટાઈમલાઈનની જાણકારી નથી આપી. વર્તમાન સમયમાં તમામ પ્રકારના ઈન્કમ ટેક્સ રિટર્ન વિભાગના બેંગલુરુ સ્થિતિ સેન્ટ્રલાઈઝ્ડ પ્રોસેસિંગ સેન્ટરથી પ્રોસેસ કરવામાં આવે છે.

10 નવેમ્બર સુધી 1.32 લાખ કરોડ રૂપિયાનું રિફંડ
આવકવેરા વિભાગના જણાવ્યા પ્રમાણે, 1 એપ્રિલથી 10 નવેમ્બર સુધી 39.75 લાખથી વધારે ટેક્સપેયર્સને 1.32 લાખ કરોડ કરતા વધારે રિફંડ જારી કર્યું છે. આ દરમિયાન પર્સનલ ઈન્કમ ટેક્સ રિફંડ (PIT) રિફંડ 35,123 કરોડ રૂપિયા અને 97,677 કરોડ રૂપિયાનું કોર્પોરેટ કર રિફંડ જારી કરવામાં આવ્યું છે.​​​​​​​
આ રીતે ચેક કરી તમારું રિફંડ સ્ટેટસ

  • કરદાતાઓએ https://tin.tin.nsdl.com/oltas/refundstatuslogin.html વેબસાઈટ પર જવું
  • રિફંડ સ્ટેટસ જાણવા માટે અહીં માગેલી તમામ વિગતો ભરવી પડશે- તેમાં PAN અને જે વર્ષનું રિફંડ બાકી તે સબમિટ કરો
  • હવે નીચે આપેલો કેપ્ચા કોડ સબમિટ કરો.
  • ત્યારબાદ Proceed પર ક્લિક કરતા જ સ્ટેટસ જોવા મળશે.
  • આ સિવાય ઈન્કમ ટેક્સ પોર્ટલ પર ઈન્કમ ટેક્સ અકાઉન્ટમાં લોગ ઈન કરીને પણ તે જાણી શકાય છે.
  • લોગ ઈન કર્યા બાદ માય અકાઉન્ટ્સ>રિફંડ/ડિમાન્ડ સ્ટેટસ પર ક્લિક કરો.
  • ત્યારબાદ જે અસેસમેન્ટ વર્ષનું રિફંડ સ્ટેટ્સ ચેક કરવાનું છે તે સબમિટ કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો