• Gujarati News
  • Utility
  • Income Tax ; Income Tax Return ; Taxpayers Can Now Get Themselves Corrected In The Accounting Of Financial Transactions

ન્યૂ સર્વિસ:ટેક્સ જમા કરાવતાં સમયે હવે નાણાકીય ટ્રાન્જેક્શનમાં સુધારો કરાવી શકાશે, IT વિભાગે AISની નવી સુવિધા શરૂ કરી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેક્સપેયર આ પોર્ટલ પર ફીડબેકથી ટ્રાન્જેક્શનમાં સુધારો કરાવી શકે છે

ઈન્કમ ટેક્સ વિભાગે તેના પોર્ટલ પર એક નવી AIS (એન્યુઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ) સર્વિસ શરૂ કરી છે. તે તમામ નાણાકીય ટ્રાન્જેક્શન દર્શાવે છે. AISમાં જો ટેક્સપેયરના નામે એવું ટ્રાન્જેક્શન છે, જે તેણે નથી કર્યું તો તે ફીડબેકથી પોર્ટલ પર સુધારો કરાવી શકે છે. આ સર્વિસ કેવી રીતે કામ કરે છે આવો જાણીએ....

ટેક્સ ચોરી રોકવા માટે ITR પ્રક્રિયા વધુ પારદર્શી બનાવી
AISમાં ATO Z ટ્રાન્જેક્શનની ડિટેલ હશે. જે ટેક્સપેયર ઈન્કમ ટેક્સ વિભાગને જણાવવા માટે કટિબદ્ધ છે. તેમાં બેંક, RTO, વિદેશી ચલણનાં ટ્રાન્જેક્શન, રજિસ્ટ્રેશન ઓફિસ, સ્ટોક એક્સચેન્જના ટ્રાન્જેક્શન, મ્યુચ્યુઅલ ફંડ, કંપની દ્વારા જાહેર શેર ડિબેન્ચર અને અન્ય એન્ટ્રી સામેલ છે જેના પર ટેક્સ લાગે છે.

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ટેક્સ ચોરી રોકવા માગે છે. તેથી ફાઈલિંગની પ્રક્રિયા વધુ પારદર્શી અને સરળ બનાવવામાં આવી રહી છે. જોકે તેનાથી કાળુંનાણું ભેગું કરનારા લોકોની ચિંતા જરૂર વધશે, પરંતુ તમે ઈમાનદાર છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી.

ટેક્સની યોગ્ય કિંમત આંકવામાં મદદ
AISના 2 ભાગ હોય છે. પ્રથમ TIS (ટેક્સપેયર ઈન્ફોર્મેશન સમરી) કહેવાય છે. તેમાં તમામ ફાઈનાન્શિયલ ટ્રાન્જેક્શનની કુલ રકમ હોય છે. બીજો ભાગ AIS (એન્યુઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ) હોય છે. તેમાં TISની વિસ્તૃત માહિતી હોય છે. ટેક્સ પેયરના ફીડબેક બાદ TISમાં જનરેટ થયેલી માહિતી પોર્ટલ પર રિયલ ટાઈમમાં અપડેટ થાય છે અને રિટર્નના પ્રી ફાઈલિંગમાં યુઝ થાય છે. તેનાથી ટેક્સ પેયરને યોગ્ય ટેક્સ જમા કરવામાં મદદ મળે છે.

આ રીતે ડાઉનલોડ કરો AIS

  • PAN અને પાસવર્ડની મદદથી eportal.incometax.gov.in પર લોગ ઈન કરો.
  • MENUમાં સર્વિસિસ પર ક્લિક કરો. ત્યારબાદ એન્યુઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટનો ઓપ્શન પસંદ કરો.
  • ઓપન થતી પોપઅપ વિન્ડોમાં PROCEED પર ક્લિક કરો.
  • હવે AIS હોમપેજ ઓપન થશે. તેમાં AIS ટેબ પર ક્લિક કરો.
  • TIS અને AIS બંનેના ડાઉનલોડ ઓપ્શન જોવા મળશે. ડાઉનલોડ પર ક્લિક કરો.
  • PDF ફાઈલ ડાઉનલોડ કર્યા બાદ પાસવર્ડ સબમિટ કરવો પડશે.
  • આ પાસવર્ડ PAN+DOB હશે. જો PAN ABCDE1234A હશે અને જન્મતારીખ 1 જાન્યુઆરી 1970 હોય તો પાસવર્ડ ABCDE1234A01011970 હશે.
  • AIS ટેબ સાથે ફીડબેક અપલોડ કરવાની લિંક પણ અવેલેબલ છે. આ લિંક પર ક્લિક કરી AIS સુધારી શકાય છે.