તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2020-21 માટે કરદાતાઓને ઈન્કમ ટેક્સ રિટર્ન ફોર્મ-1 અને 4 ભરવા માટે ઓફલાઈન સુવિધા પણ શરૂ કરી દીધી છે. ઓફલાઈન સુવિધા ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ છે. આ નવી ટેક્નિક જાવા સ્ક્રિપ્ટ ઓબ્જેક્ટ નોટેશન (JSON) પર આધારિત છે. તે ડેટા સ્ટોર કરવા માટે સરળ ફોર્મેટ છે. ઓફલાઈન સુવિધા વિન્ડોઝ-7 અથવા ત્યારબાદના વર્ઝનવાળા કમ્પ્યુટર પર ડાઉનલોડ કરી શકાય છે.
આ બંને ફોર્મથી ITR ફાઈલ કરનારાઓને સુવિધા મળશે
આવકવેરા વિભાગે ફાઈલિંગ માટે સંપૂર્ણ જાણકારી આપતા જણાવ્યું કે, ઓફલાઈન સુવિધા માત્ર ITR-1 અને ITR-4 માટે છે. તે સિવાય તમામ ITRને બાદમાં જોડવામાં આવશે. ITR ફોર્મ-1 (સહજ) અને ITR ફોર્મ-4 (સુગમ)એ સરળ ફોર્મેટ છે, જેનો ઉપયોગ મોટી સંખ્યામાં ઓછી આવકવાળા કરદાતા કરે છે. સહજ ફોર્મ તે કરદાતાઓ ભરી શકે છે, જેમની વાર્ષિક આવક 50 લાખ રૂપિયા સુધી છે. તે ઉપરાંત, તેમની આવક પગાર, મકાનની મિલકત/અન્ય સ્રોત (વ્યાજ)માંથી થતી હોય છે.
FAQ દ્વારા કરદાતાઓને સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી
ITR-4ને વ્યક્તિગત કરદાતાઓ, હિન્દુ અવિભાજિત પરિવારો અને કંપનીઓ ભરી શકે છે, જેની કુલ આવક 50 લાખ રૂપિયા સુધી છે. સાથે જેમની આવકનો સ્રોત વ્યવસાય અથવા ધંધો છે. જો કે રિટર્ન ફાઈલ કરવાની બાબતમાં આ નવી સુવિધા સરળ છે. તેનાથી કરદાતાઓને સરળતા રહેશે. તેમજ તેમાં વારંવાર પૂછવામાં આવતા સવાલો દ્વારા સહાય આપવામાં આવી છે. તેમજ માર્ગદર્શિકા નોંધ, પરિપત્ર અને કાનૂની જોગવાઈઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેથી કરદાતા કોઈ મુશ્કેલી વિના રિટર્ન ફાઇલ કરી શકે.
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.