• Gujarati News
  • Utility
  • Income Tax Department Issued Tax Refunds To 63.23 Lakh Taxpayers Till October 18

ટેક્સની વાત:ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે 18 ઓક્ટોબર સુધી 63.23 લાખ કરદાતાઓને ટેક્સ રિફંડ કર્યું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1.69 લાખ કરદાતાઓને 69,934 કરોડ રૂપિયાનું કોર્પોરેટ ટેક્સ રિફંડ આપ્યું છે

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે 1 એપ્રિલ 2021થી 18 ઓક્ટોબર 2021 સુધી 63.23 લાખ કરદાતાને 92,961 કરોડ રૂપિયાનું રિફંડ આપ્યું છે.તેમાંથી 23,026 કરોડ રૂપિયાનું રિફંડ પર્સનલ ઇન્કમ ટેક્સ રિફંડના રૂપે 61.53 લાખ કરદાતાઓને આપ્યું છે.1.69 લાખ કરદાતાઓને 69,934 કરોડ રૂપિયાનું કોર્પોરેટ ટેક્સ રિફંડ આપ્યું છે.

તમારું રિફંડ સ્ટેટસ આ રીતે ચેક કરો

  • ટેક્સપેયર્સ tin.tin.nsdl.com વેબસાઈટ પર જાઓ.
  • રિફંડ સ્ટેટસ જાણવા માટે અહીં આપેલી બે જાણકારી ભરવી જરૂરી છે. પેન નંબર અને જે વર્ષનું રિફંડ બાકી હોય તે વર્ષ ભરો.
  • હવે નીચે આપેલો કેપ્ચા કોડ ભરો.
  • એ પછી Proceed પર ક્લિક કરતા જ સ્ટેટસ આવી જશે.

નવા ઇન્કમ ટેક્સ પોર્ટલ પર આ રોતે ચેક કરો

  • ઇન્કમ ટેક્સની વેબસાઈટ www.incometax.gov.in પર જાઓ અને તમારો પેન, યુઝર ID અને પાસવર્ડ નાખીને અકાઉન્ટમાં લોગઈન કરો.
  • લોગ-ઈન કર્યા પછી ઈ-ફાઈલ ઓપ્શન પર ક્લિક કરો.
  • ઈ-ફાઈલ ઓપ્શન હેઠળ, ઇન્કમ ટેક્સ રિટર્ન સિલેક્ટ કરો અને પછી વ્યૂ ફાઇલ્ડ રિટર્ન ઓપ્શન પર ક્લિક કરો.
  • એ પછી તમે ફાઈલ કરેલા લેટેસ્ટ ITR ચેક કરો. વ્યૂ ડિટેલ્સ ઓપ્શન સિલેક્ટ કરો. એકવાર સિલેક્ટ કર્યા પછી તમે ફાઈલ કરેલા ITRનું સ્ટેટસ દેખાશે.
  • તેમાં તમને ટેક્સ રિફંડ જાહેર કરેલી તારીખ, રિફંડની રકમ અને આ વર્ષના રિફંડના કોઈ પણ ક્લિયરન્સની તારીખ પણ દેખાશે.
  • ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની સાઈટ પરથી પણ રિફંડ સ્ટેટસ ચેક કરી શકો છો
  • સૌથી પહેલા www.incometaxindiaefiling.gov.in વેબસાઈટ પર જવું.
  • પેન, પાસવર્ડ અને કેપ્ચા કોડ જેવી ડિટેઈલને ભરીને તમારા અકાઉન્ટમાં લોગઈન કરો. 'રિવ્યુ રિટર્ન્સ/ફોર્મ્સ' પર ક્લિક કરો.
  • ડ્રોપ ડાઉન મેનૂથી 'ઈન્કમ ટેક્સ રિટર્ન' સિલેક્ટ કરો. જે અસેસમેન્ટ યરનું ઈન્કમ ટેક્સ રિફંડ સ્ટેટસ ચેક કરવા માગો છો, તેને પસંદ કરો.
  • ત્યારબાદ તમારા એક્નોલેજમેન્ટ નંબર એટલે કે હાઈપર લિંક પર ક્લિક કરો.
  • એક પોપ-અપ તમારી સ્ક્રીન પર દેખાશે જે રિટર્ન ફાઈલિંગનું ટાઈમલાઈન બતાવશે.
  • જેમ કે, ક્યારે તમારી ITR ફાઈલ અને વેરિફાઈ કરવામાં આવ્યું હતું, પ્રોસેસિંગ પૂરી થવાની તારીખ, રિફંડ ઈશ્યુ થવાની તારીખ વગેરે.

ટેક્સ રિફંડ કરવા માટે ITR ભરવું જરૂરી
જો તમારે ટેક્સ રિફંડ ક્લેમ કરવો હોય તો આ માટે ITR દાખલ કરવું જરૂરી છે. જ્યારે તમે ITR દાખલ કરો છો ત્યારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તેનું એસેસમેન્ટ કરે છે. જો તમારું રિફંડ બનતું હશે તો તે ડાયરેક્ટ બેંક અકાન્ટમાં ક્રેડિટ થઈ જશે.

રિફંડ એટલે શું?
કંપની પોતાના કર્મચારીઓને આખા વર્ષનો પગાર આપતી વખતે પગારમાંથી ટેક્સનો અમુક ભાગ કાપીને સરકારના ખાતામાં જમા કરે છે. કર્મચારી વર્ષના અંતમાં ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરે છે. જેમાં તેઓ જણાવે છે કે, ટેક્સના રૂપે તેમણે કેટલા રૂપિયા ચૂકવવાના છે. જો વાસ્તવિક રકમ ટેક્સની રકમ કરતાં ઓછી હોય તો બાકીની રકમ રિફંડના રૂપે કર્મચારીને રિટર્ન મળે છે.