તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Income Tax Department Has Issued Tax Refund To 23.99 Lakh Taxpayers Till August 30, You Can Check Your Refund Status Online

ટેક્સની વાત:ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે 30 ઓગસ્ટ સુધી 23.99 લાખ ટેક્સપેયર્સને ટેક્સ રિફંડ આપ્યું, આ રીતે ઓનલાઇન રિફંડ સ્ટેટસ ચેક કરો

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેક્સ રિફંડ ક્લેમ કરવા માટે ITR ફાઈલ કરેલું જરૂરી છે
  • જો તમારું રિફંડ થતું હશે તો તે ડાયરેક્ટ બેંક અકાન્ટમાં ક્રેડિટ થઈ જશે

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે 1 એપ્રિલ, 2021થી 30 ઓગસ્ટ 2021 સુધી 23.99 લાખ ટેક્સપેયર્સને 67,401 કરોડ રૂપિયાનું રિફંડ આપ્યું છે. તેમાંથી 16.37 હજાર કરોડ રૂપિયાનું રિફંડ પર્સનલ ઇન્કમ ટેક્સ રિફંડના રૂપે 22.62 લાખ ટેક્સપેયર્સને આપ્યું છે. બીજી બાજુ 1.37 કરદાતાઓને 51.03 હજાર કરોડ રૂપિયાનું કોર્પોરેટ ટેક્સ રિફંડ આપ્યું છે.

તમારું રિફંડ સ્ટેટસ આ રીતે ચેક કરો

  • ટેક્સપેયર્સ tin.tin.nsdl.com વેબસાઈટ પર જાઓ.
  • રિફંડ સ્ટેટસ જાણવા માટે અહીં આપેલી બે જાણકારી ભરવી જરૂરી છે. પેન નંબર અને જે વર્ષનું રિફંડ બાકી હોય તે વર્ષ ભરો.
  • હવે નીચે આપેલો કેપ્ચા કોડ ભરો.
  • એ પછી Proceed પર ક્લિક કરતા જ સ્ટેટસ આવી જશે.

ટેક્સ રિફંડ કરવા માટે ITR ભરવું જરૂરી
જો તમારે ટેક્સ રિફંડ ક્લેમ કરવો હોય તો આ માટે ITR દાખલ કરવું જરૂરી છે. જ્યારે તમે ITR દાખલ કરો છો ત્યારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તેનું એસેસમેન્ટ કરે છે. જો તમારું રિફંડ બનતું હશે તો તે ડાયરેક્ટ બેંક અકાન્ટમાં ક્રેડિટ થઈ જશે.

રિફંડ એટલે શું?
કંપની પોતાના કર્મચારીઓને આખા વર્ષનો પગાર આપતી વખતે પગારમાંથી ટેક્સનો અમુક ભાગ કાપીને સરકારના ખાતામાં જમા કરે છે. કર્મચારી વર્ષના અંતમાં ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરે છે. જેમાં તેઓ જણાવે છે કે, ટેક્સના રૂપે તેમણે કેટલા રૂપિયા ચૂકવવાના છે. જો વાસ્તવિક રકમ ટેક્સની રકમ કરતાં ઓછી હોય તો બાકીની રકમ રિફંડના રૂપે કર્મચારીને રિટર્ન મળે છે.