તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Income Tax Department Extends Last Date For Filing Billed And Revised Income Tax Returns, Returns Can Now Be Filed Till May 31

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:આવકવેરા વિભાગે બિલેટેડ અને રિવાઈઝ્ડ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ લંબાવી, હવે 31 મે સુધી રિટર્ન ફાઈલ કરી શકાશે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

નાણાકીય વર્ષ 2019-20 માટે બિલેટેડ અથવા રિવાઈઝ્ડ ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખને 31 મે સુધી લંબાવી દેવામાં આવી છે. કોરોનાકાળમાં ટેક્સપેયર્સને રાહત આપવા માટે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ઘણા કામોની ડેડલાઈને વધારવાનો નિર્ણય લીધો છે. ​​​​​​

ફાઈનાન્સ મિનિસ્ટ્રીની તરફથી જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર, અસેસમેન્ટ યર 2020-21 (નાણાકીય વર્ષ 2019-20) માટે ઈન્કમ ટેક્સ એક્ટ 1961ની સેક્શન 139ની સબ સેક્શન 4 અને 5 અંતર્ગત બિલેટેડ રિટર્ન અને રિવાઈઝ્ડ રિટર્નની તારીખને બે મહિનાથી વધારીને 31 મે 2021 સુધી લંબાવવામાં આવી છે. પહેલા આ ડેડલાઈન 31 માર્ચ 2021ના રોજ પૂરી થઈ રહી હતી. ​​​​​​​

શું છે બિલેટેડ અને રિવાઈઝ્ડ રિટર્ન ?
કોઈપણ નાણાકીય વર્ષ માટે રિટર્ન ફાઈલ કરવાની મૂળ સમયમર્યાદા પૂરી થયા બાદ બિલેટેડ રિટર્ન ફાઈલ કરવામાં આવે છે. તેના માટે કરદાતાને પેનલ્ટી આપવી પડે છે. રિવાઈઝડ્ રિટર્ન ત્યારે ફાઈલ કરવામાં આવે છે જ્યારે ઓરિજિનલ રિટર્ન ફાઈલ કરતી વખતે કોઈ ભૂલ થઈ હોય. બિલેટેડ ITR ઈન્કમ ટેક્સ એક્ટ, 1961ની સેક્શન 139(4) અંતર્ગત ફાઈલ કરવામાં આવે છે. તેમજ રિવાઈઝ્ડ ITRને સેક્શન 139 (5) અંતર્ગત દાખલ કરવામાં આવે છે. બિલેટેડ રિટર્ન 10 હજાર રૂપિયાની લેટ ફાઈલિંગ ફીની સાથે જમા કરાવવામાં આવે છે.
આ વસ્તુઓની પણ છેલ્લી તારીખ લંબાવાઈ

  • ચેપ્ટર XX અંતર્ગત અપીલ ટૂ કમિશનર કેસમાં રિટર્ન ફાઈલિંગની છેલ્લી તારીખ 1 એપ્રિલ 2021 હતી, જેને લંબાવીને 31 મે કરી દેવામાં આવી છે.
  • સેક્શન 144C અંતર્ગત ડિસ્પ્યૂટ રિઝોલ્યુશન પેનલ માટે રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 1 એપ્રિલ સુધી હતી, જેને લંબાવીને 31 મે કરી દેવામાં આવી છે.
  • સેક્શન 148 અંતર્ગત મળતી નોટિસના કેસમાં રિટર્ન ફાઈલિંગની ડેડલાઈન પણ 31 મે સુધી લંબાલી દેવામાં આવી છે.

નાણાકીય વર્ષ 2020-21 માટે રિટર્ન 31 જુલાઈ સુધી ફાઈલ કરી શકાશે
નાણાકીય વર્ષ 2020-21નો ઈન્કમ ટેક્સ રિટર્ન 31 જુલાઈ સુધી ફાઈલ કરવાનો છે. આ તારીખ સુધીમાં, જો તમે ઈન્કમ ટેક્સ ફાઈલ કરો છો તો તમારે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો