- Gujarati News
- Utility
- In This Scheme Of The Prime Minister, Insurance Of Rs. 2 Lakh Is Available For Rs. 20, Apply This Way
PMSBY:પ્રધાનમંત્રીની આ યોજનામાં 20 રૂપિયામાં મળે છે 2 લાખનો વીમો, આ રીતે કરો આવેદન
- કોઇપણ બેંક દ્વારા આ ઇન્શ્યોરન્સ લઈ શકાય છે
- આ સ્કીમનો લાભ 18થી 70 વર્ષની ઉંમર સુધીના લોકો લઈ શકે છે
કેન્દ્ર સરકાર દ્વારા 1 જૂનથી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY)નું પ્રીમિયમ વધારી દેવામાં આવ્યું છે. હવે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માટેનું વાર્ષિક પ્રીમિયમ બાર રૂપિયાથી વધારીને વીસ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. આ યોજના હેઠળ સરકાર તમને 2 લાખનો મૃત્યુ વીમો આપે છે. તો અલગ-અલગ સ્થિતિમાં એક લાખ રૂપિયા મળે છે. આવો આ યોજના વિશે વધુ માહિતી મેળવીએ.
અરજદારનું બેન્ક એકાઉન્ટ હોવું જરૂરી
- પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના (PMSBY)નું ફોર્મ તમે ઓનલાઇન અથવા તો બેન્કમાં જઈને ભરી શકો છો.
- કોઈ પણ બેન્કમાંથી તમે આ વીમો લઇ શકો છો. પબ્લિક સેકટરની સાથે પ્રાઇવેટ બેન્કો પણ વેબસાઈટ પર યોજના સંબંધિત જાણકારી આપે છે.
- આ યોજનાનો લાભ લેવા માટે અરજદારનું બેન્ક એકાઉન્ટ હોવું જરૂરી છે. બેન્ક એકાઉન્ટમાંથી સીધા પૈસા ડેબિટ થઇ શકે છે.
- આ ફોર્મ અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, બાંગ્લા, કન્નડ, ઓડિયા, મરાઠી, તેલુગૂ અને તમિલ ભાષામાં છે. જે બેન્કમાં તમારું સેવિંગ એકાઉન્ટ હોય ત્યાં જઈને તમે આ ફોર્મ જમા કરાવી શકો છો.
- પ્રીમિયમ માટે, તમારે બેંક ફોર્મમાં એ મંજૂરી આપવી પડશે કે પ્રીમિયમ રકમ તમારા ખાતામાંથી જ કાપવામાં આવે. બેંકો દર વર્ષે 1 જૂને તમારા અકાઉન્ટમાંથી આપમેળે પ્રીમિયમ રકમ કાપી નાખશે.
- અરજદારની ઉંમર 18 વર્ષ હોવી જોઈએ તો વધુમાં વધુ આ વિમાનો લાભ 70 વર્ષ સુધી આપવામાં આવે છે.
અકસ્માતમાં મૃત્યુ થાય તો 2 લાખ રૂપિયા મળશે
- અકસ્માતમાં કાયમી સંપૂર્ણ અપંગતા આવે તો એટલે કે બંને આંખ અથવા બંને હાથ અથવા બંને પગ જતા રહે અથવા એક આંખ અને એક હાથ અથવા એક પગ જતો રહે તો 2 લાખ રૂપિયા મળશે.
- આકસ્માતમાં આંશિક અપંગતા જેવી કે, એક આંખમાં દૃષ્ટિ ગુમાવવી અથવા એક હાથ અથવા એક પગનો ઉપયોગ કરવામાં અક્ષમતા રહે તો 1 લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે.