• Gujarati News
  • Utility
  • In The Last Five Years, The Number Of Girls In Higher Education Increased, The Interest Of Students In Engineering Decreased

AISHE રિપોર્ટ 2019-20:છેલ્લા પાંચ વર્ષોમાં હાયર એજ્યુકેશનમાં છોકરીઓની સંખ્યા વધી, એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓનો રસ ઘટ્યો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 5 વર્ષમાં PhD કરનારા કેન્ડિડેટ્સની સંખ્યામાં 60% વધારો થયો છે
  • પ્રથમવાર દેશમાં અન્ડરગ્રેજ્યુએટ કોર્સમાં એડમિશનમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા આશરે બરાબર રહી

શિક્ષણ મંત્રાલયે ઓલ ઇન્ડિયન સર્વે ઓફ હાયર એજ્યુકેશન (AISHE)નો રિપોર્ટ 2019-20 જાહેર કર્યો છે. જાહેર કરેલા રિપોર્ટ પ્રમાણે, હાયર એજ્યુકેશનમાં હવે છોકરીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પ્રથમવાર દેશમાં અન્ડરગ્રેજ્યુએટ કોર્સમાં એડમિશનમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા આશરે બરાબર રહી.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, છેલ્લા પાંચ વર્ષ સુધી B.Comમાં 100 છોકરાઓ સામે 90 છોકરીઓ એડમિશન લેતી હતી, પરંતુ 2019-20માં આ આંકડો વધીને 100 થઈ ગયો. 2019-20માં 41.6 લાખ વિદ્યાર્થીઓએ B.Comમાં એડમિશન લીધું, તેમાં 20.3 લાખ છોકરીઓ હતી અને 21.3 લાખ છોકરા હતા.

5 વર્ષમાં છોકરીઓનું એડમિશન અનેક ગણું વધ્યું
છેલ્લા 5 વર્ષોના B.Com જ એકમાત્ર એવું સ્ટ્રીમ હતું, જ્યાં છોકરીઓની સંખ્યા ઓછી હતી. B.Sc અને MBBSમાં આ જેન્ડર ગેપ વર્ષ 2017-18થી આશરે પૂરો થઈ ગયો હતો. 2017-18માં B.Scમાં દર 100 છોકરાઓ સામે 100 છોકરીઓની સંખ્યા હતી, અન્ડરગ્રેજ્યુએટ મેડિસિનમાં 100 છોકરાઓ સામે 101 છોકરીઓએ એડમિશન લીધું. માત્ર બે વર્ષમાં જ B.Scમાં 100 છોકરાઓ સામે 113 છોકરીઓ જ્યારે 100 MBBS વિદ્યાર્થીઓ સામે 110 વિદ્યાર્થિની હતી.

કુલ મળીને દરેક કોર્સમાં 2015-16માં 100 વિદ્યાર્થીઓ સામે 86 વિદ્યાર્થિનીઓ હતી, હાલ 100 વિદ્યાર્થીઓ સામે 96 વિદ્યાર્થિનીઓ છે.

એન્જિનિયરિંગમાં લોકોનો રસ ઘટ્યો
જાહેર કરેલા રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2019-20માં હાયર એજ્યુકેશનમાં કુલ 3.85 કરોડ એડમિશન થયા જ્યારે 2018-19માં કુલ એડમિશન 3.74 કરોડ થયા. એટલે કે એક વર્ષમાં આ આંકડામાં 3.04% વધારો થયો. એન્જિનિયરિંગ ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓના એડમિશનમાં વધારો જોવા મળ્યો. આ વર્ષે આ સંખ્યા ઘટીને 37.2 લાખ થઈ ગઈ.

AISHE રિપોર્ટ 2019-20 પ્રમાણે, છેલ્લા 5 વર્ષમાં ઇન્ડિયન નેશનલ ઇન્સ્ટિટ્યુટ(INIs)ની સંખ્યામાં 80% વધારો થયો છે. વર્ષ 2015માં INIની સંખ્યા માત્ર 75 હતી તે વધીને 2020માં 135 થઈ ગઈ. રિપોર્ટમાં ખબર પડી કે, છેલ્લા 5 વર્ષમાં PhD કરનારા કેન્ડિડેટ્સની સંખ્યામાં 60% વધારો થયો છે.