તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • In The Corona Crisis, The Prime Minister's Jivan Jyoti Bima Insurance Scheme Will Provide Financial Convenience, Only Rs. Term Insurance Of 2 Lakh Is Available In 330

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્સનલ ફાઇનાન્સ:કોરોના સંકટમાં પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના આર્થિક સુવિધા પ્રદાન કરશે, ફક્ત રૂ. 330 માં 2 લાખનો ટર્મ ઈન્શ્યોરન્સ મળે છે

8 મહિનો પહેલા
  • તેમાં ઈન્શ્યોરન્સ ખરીદવા માટે કોઈ મેડિકલ તપાસની જરૂર હોતી નથી.
  • 18 થી 50 વર્ષની વયની કોઈપણ વ્યક્તિ આ સ્કીમનો લાભ લઈ શકે છે

દેશમાં કોરોનાનો રોગચાળો ફેલાયેલો છે. ઘણી વીમા કંપનીઓ આ બીમારીને કવર કરવા ટર્મ પ્લાન લોન્ચ કર્યો છે. ભારત સરકાર પણ તેના નાગરિકો માટે વિવિધ યોજનાઓ દ્વારા ઈન્શ્યોરન્સ પ્રદાન કરે છે. પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના (PMJJBY)આ યોજનાઓમાંથી એક છે. તેના અંતર્ગત ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેમાં રોકાણ કર્યા બાદ જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે તો તેના પરિવારને 2 લાખ રૂપિયા મળે છે. આ સ્કીમ મે 2015માં શરૂ થઈ હતી. જાણો આ સ્કીમ વિશે વિગતે. 

આ રીતે લાભ લઈ શકો છો

  • 18 થી 50 વર્ષની વયની કોઈપણ વ્યક્તિ આ સ્કીમનો ફાયદો લઈ શકે છે. સંબંધિત વ્યક્તિનું બેંક અકાઉન્ટ હોવું જોઈએ. પોલિસી હોલ્ડરને વાર્ષિક 330 રૂપિયા જમા કરાવવા પડે છે. આ રકમ સંબંધિત વ્યક્તિના બેંક અકાઉન્ટમાંથી દર વર્ષે ડાયરેક્ટ ડિટેક્ટ થઈ જશે. પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના અંતર્ગત 2 લાખ રૂપિયા સુધીની જોગવાઈ છે.
  • તેનો કવર પિરિઅડ 1 જૂનથી 31 મે સુધીનો છે. તેનો અર્થ એ કે PMJJBY પોલિસી કોઈપણ તારીખે ખરીદીવામાં આવી હોય, પણ પહેલા વર્ષ માટે તેનું કવરેજ આગામી વર્ષ 31 મે સુધીનું રહેશે. તેમાં રિસ્ક કવર સ્કીમમાં નોંધણી પછીના 45 દિવસ બાદ લેવામાં આવે છે.
  • આ સ્કીમ LICની સાથે બીજી પ્રાઈવેટ લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવે છે. વ્યક્તિ પોતાના બેંકમાં જઈને જાણકારી લઈ શકે છે, ઘણી બેંકોએ ઈન્શ્યોરન્સ કંપનીઓની સાથે ટાઇઅપ કર્યું છે.
  • તમે http://www.jansuraksha.gov.in આ વેબસાઈટ દ્વારા તેનું ફોર્મ ડાઉનલોડ કરી ડિટેઈલ ભરી બેંક અથવા ઈન્શ્યોરન્સ કંપનીમાં જમા કરાવી શકો છો. જો કોઈ અકાઉન્ટ હોલ્ડરનું એકથી વધારે બેંકમાં સેવિંગ અકાઉન્ટ છે તો પણ તે એક જ વાર ઈન્શ્યોરન્સનો લાભ લઈ શકાશે.
  • નોમિનીએ તે બેંકમાં ક્લેમ કરવાનો રહેશે જ્યાં સંબંધિત વ્યક્તિનો વીમો લેવામાં આવ્યો હતો. ડેથ સર્ટિફિકેટ જમા કરાવવું પડશે. ડિસ્ચાર્જ રિસિપ્ટની સાથે બીજા જરૂરી ડોક્યુમેન્ટ આપવાના રહેશે. આ યોજના માટે ફોર્મ અલગ અલગ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. તેમાં અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, બાંગ્લા, કન્નડ, ઓડિયા, મરાઠી, તેલુગુ અને તમિલનો સમાવેશ થાય છે.
  • ઈન્શ્યોરન્સ ખરીદવા માટે કોઈ મેડિકલ તપાસની જરૂર નથી. તમારા બેંક અકાઉન્ટથી પ્રીમિયમની રકમ કટ થશે એ દિવસથી તમને આ સુવિધા મળવાનું શરૂ થશે.

ટર્મ પ્લાન એટલે શું? 
ટર્મ પ્લાનમાં પોલિસીધારકનું મૃત્યુ થવા પર વીમા કંપની ઈન્શ્યોરન્સની રકમની ચૂકવણી કરે છે. જો પોલિસી લેનાર વ્યક્તિનો સમય પૂરો થયા બાદ પણ સ્વસ્થ રહે છે તો તેને કોઈ લાભ મળતો નથી. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો