તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • In The 4 Weeks After Delivery The Mother Should Take A Diet Rich In Vitamins And Nutrients, Find Out What The Recovery And Diet Chart Should Look Like

માતાઓ માટે હેલ્થ ટિપ્સ:ડિલિવરી પછીના 4 અઠવાડિયામાં માતાએ વિટામિન અને ન્યૂટ્રિઅન્ટ્સવાળો ખોરાક લેવો જોઈએ, રિકવરી અને ડાયટ ચાર્ટ કેવો હોવો જોઈએ જાણો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

2021ના પહેલા જ દિવસે દેશમાં 60 હજાર બાળકોનો જન્મ થયો. statistaના આંકડા અનુસાર, ભારતમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં સૌથી વધારે ડિલીવરી થાય છે. દર વર્ષે દેશમાં જેટલા બાળકોનો જન્મ થાય છે, તેમાંથી 22 ટકા બાળકો જાન્યુઆરીથી માર્ચની વચ્ચે જન્મ લે છે. છેલ્લા 5 વર્ષથી આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ઠંડીની સિઝનમાં માતા અને બાળકોને સ્વાસ્થ રહેવું પણ એક પડકાર છે. જાણો ડિલિવરી બાદ માતાનો ડાયાટ અને રિકવરી ચાર્ટ કેવો હોવો જોઈએ.

લખનઉમાં ગાયનોકોલોજિસ્ટ ડૉક્ટર રીટા ગુપ્તાના જણાવ્યા પ્રમાણે, માતા માટે ડિલિવરી બાદ એક મહિનો ઘણો નાજુક હોય છે. આ સમયે તેમને શારીરિક અને માનસિક રીતે પણ ફિટ રહેવું જરૂરી હોય છે. માતા સ્વાસ્થ હશે તો બાળક પણ હેલ્ધી રહેશે. માતાએ ડિલિવરી બાદ આગામી 24 કલાક સુધી બેડ છોડવો જોઈએ નહીં. 7 દિવસ સુધી શરીર પર જોર આપવું જોઈએ નહીં.

ડિલિવરી બાદ આવનાર 30 દિવસ કેમ મહત્ત્વના હોય છે?
ડૉક્ટર રીટાના જણાવ્યા પ્રમાણે, ડિલિવરી દરમિયાન માતાને બ્લિડિંગ વધારે થાય છે. તે ઉપરાંત 9 મહિના સુધી બાળકને ગર્ભમાં ઉછેરીને માતા જ્યારે તેને જન્મ આપે છે તેથી તે શારીરિક રીતે પણ ઘણી કમજોર થઈ જાય છે. આ સમયે માતાએ પોતાની ખાણીપીણીમાં વધારે ધ્યાન આપવાની જરૂર હોય છે. તેને એવો ખોરાક ખાવો જોઈએ, જે ન્યૂટ્રિએન્ટ્સથી ભરપૂર હોય.

માતાના શરીરમાં WBC (વ્હાઈટ બ્લડ સેલ્સ)નું માત્રા વધે તેના માટે તેને ડ્રાયફ્રૂટ ખાવા જોઈએ. જો કે વધારે ભારે ખોરાક ખાવાનું ટાળવું જોઈએ, પરંતુ હળવો અને વિટામિનથી ભરપૂર ખાવાનું ખાવું જોઈએ. આયર્ન, વિટામિન-A, B, C, D અને Kની સાથે કેલ્શિયમયુક્ત ખોરાક ખાવો પણ જરૂરી છે.

ડિલિવરી પછીના 4 અઠવાડિયા સુધી માતાનો રિકવરી ચાર્ટ કેવો હોવો જોઈએ:

ડિલિવરી બાદ માતાનો ડાયટ ચાર્ટ કેવો હોવો જોઈએ?
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, જ્યારે માતાની ડાયટ સારી હશે ત્યારે બ્રેસ્ટફીડિંગથી બાળકોને જરૂરી ન્યૂટ્રિએન્ટ્સ મળશે. તેથી માતાએ ડિલિવરી પછીના 4 અઠવાડિયા સુધી ફ્રૂટ્સ, ડ્રાયફ્રૂટ્સ, દાળ, લીલા પાંદડાવાળા શાકભાજી અને જ્યુસ પીવો જરૂરી હોય છે.

અન્ય સમાચારો પણ છે...