• Gujarati News
  • Utility
  • In Summer, If There Is No Electricity For 8 To 10 Hours, Do This Remedy, The House Will Be Cold

કામની વાત:ઉનાળામાં 8થી 10 કલાક સુધી વીજળી થઇ જાય ગુલ તો કરો આ ઉપાય, ઘર રહેશે ઠંડું

25 દિવસ પહેલા

દેશમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે .અમુક શહેરમાં તો પારો 45 ડિગ્રીથી પણ વધી ગયો છે. ગરમીના કારણે લોકોની પરેશાનીમાં વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, દિલ્લી, મધ્યપ્રદેશ, હરિયાણા સહિત અનેક રાજ્યમાં વિજળી સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. આજે કામની વાતમાં ઇન્ટિરિયર ડિઝાઇન અને ક્યૂરેટર ભાવના ભટ્ટનાગરે જણાવ્યું હતું કે, ઘરે વિજળી ના હોય તો તમે ઘરને કેવી રીતે ઠંડું રાખી શકો છો.

ગ્રાઉન્ડ ફ્લોર પર મકાન હોય તો ક્યા ઉપાય કરી શકાય ?

  • બારી પર ખસ લગાવો અને વચ્ચે-વચ્ચે પાણી છાંટતા રહો.
  • સોફા પર વધુ ઓશિકા હોય તો થોડા ઓછા કરી દો.
  • ફોલ્સ સીલિંગ લગાવો થોડો ખર્ચ થશે પરંતુ ગરમીથી રાહત મળશે.
  • ડ્રોઈંગરૂમમાં માટીના વાસણમાં પાણી નાખીને ગુલાબની પાંદડીઓ નાખો. આ આંખોને ઠંડકની લાગણી આપે છે.

ઘરને ઠંડું રાખવા ભૂલથી પણ ના કરો આ કામ

  • બપોરનાં સમયે બારીઓ ખુલ્લી ના રાખો, જેનાથી 30 % ગરમી ઘરની અંદર આવે છે.
  • જો તમે રૂમમાં કપડાંના ઢગલા રાખો છો, તો તેને તરત જ કબાટમાં મૂકી દો.
  • રૂમને ચોખ્ખો રાખો. રૂમની ગંદગી બહારની હવાને રોકી રાખે છે,જેથી રૂમ ગરમ રહે છે.
  • ડાર્ક કલર જલ્દી જ ગરમી પકડી લે છે તેથી ડાર્ક કલરના કપડાં, પડદા અને બેડશીટનો ઉપયોગ ના કરો.

ઘરને ઠંડુ રાખવા આ કામ જરૂર કરો

  • વિજળી ના હોય ત્યારે એવી રસોઈ ના બનાવો જેનાથી ધુમાડો થાય.
  • ઉનાળાની ઋતુમાં લાઈટ કલર અને કોટન બેડશીટનો ઉપયોગ કરો.
  • જે લોકોનાં ઘરમાં આખો દિવસ તડકો આવતો હોય તે લોકોએ ડબલ પડદાં લગાવવાં જોઈએ.
  • ઘરને ઠંડું રાખવાં માટે નેટ, સારું કોટન અને શિફોન જેવા કાપડનો ઉપયોગ કરો.