• Gujarati News
  • Utility
  • In 'Jio Plus' You Will Get Free Service In The First Month, You Can Also Add 3 Additional Connections

‘જિયો’નો નવો ફેમિલી પોસ્ટપેડ પ્લાન લૉન્ચ:‘જિયો પ્લસ’માં પ્રથમ મહિનામાં મફત સેવા મળશે, વધારાનાં 3 કનેક્શન પણ ઉમેરી શકાશે

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટેલિકોમ કંપની ‘રિલાયન્સ જિયો’એ પોસ્ટપેડ ફેમિલી પ્લાન લોન્ચ કર્યો છે. ‘જિયો’ના આ પ્લાનનું નામ ‘જિયો પ્લસ’ છે. આ ખાસ પ્લાનમાં ગ્રાહકોને એક મહિનાની સર્વિસ ફ્રી મળશે. પ્રથમ કનેક્શન માટે ગ્રાહકોએ 399 રૂપિયા ચૂકવવા પડશે. વધારાનાં 3 કનેક્શન ઉમેરવાનો વિકલ્પ પણ હશે. દરેક વધારાના કનેક્શન માટે દર મહિને 99 રૂપિયા ચૂકવવા પડશે.

જિયો પ્લસનાં 4 કનેક્શન માટે 696 રૂપિયા ચૂકવવા પડશે
જિયો પ્લસમાં 4 કનેક્શન માટે, દર મહિને રૂ 696 (399+99+99+99) ચૂકવવા પડશે. આ પ્લાનમાં 75GB ડેટા મળશે. 4 કનેક્શન સાથેના ફેમિલી પ્લાનમાં એક સિમનો દર મહિને સરેરાશ 174 રૂપિયાનો ખર્ચ થશે. જિયોએ કેટલાક વ્યક્તિગત પ્લાન પણ લોન્ચ કર્યા છે. તેમાં 299 રૂપિયાનો 30GB પ્લાન છે અને અમર્યાદિત ડેટા પ્લાન પણ છે, જેના માટે ગ્રાહકે 599 રૂપિયા ચૂકવવા પડશે.

મહિને 100GBના પ્લાન માટે 699 રૂપિયા ચૂકવવા પડશે
વધુ ડેટાનો ઉપયોગ કરનારા ગ્રાહકો મહિને 100GBનો પ્લાન લઈ શકે છે. આ માટે ગ્રાહકોએ પહેલા કનેક્શન માટે 699 રૂપિયા અને દરેક વધારાના કનેક્શન માટે 99 રૂપિયા ચૂકવવા પડશે. આ પ્લાનમાં પણ માત્ર 3 વધારાનાં કનેક્શન લઈ શકાશે.

પોસ્ટપેડ ફેમિલી પ્લાનના લાભ

  • જિયો પ્લસ 5G વેલકમ ઑફર સાથે અનલિમિટેડ 5G ડેટા ઉપલબ્ધ થશે
  • આખો પરિવાર ફ્રી ડેટાનો ઉપયોગ કરી શકશે એટલે કે શેર કરી શકશે
  • ઉપલબ્ધ નંબરોમાંથી તમારી પસંદગીનો નંબર પસંદ કરી શકશે
  • નેટફ્લિક્સ, એમેઝોન, જિયો ટીવી અને જિયો સિનેમા જેવી ઓટીટી એપ્સ ઉપલબ્ધ થશે
  • વિદેશ પ્રવાસ દરમિયાન ઇન-ફ્લાઇટ કનેક્ટિવિટી મળશે
  • જિયો ફાઇબર, કોર્પોરેટ, અન્ય ઓપરેટર્સના પોસ્ટપેડ વપરાશકર્તાઓ માટે ઝીરો સિક્યોરિટી ડિપોઝિટ
  • એક્સિસ, એચડીએફસી અને એસબીઆઈ બેંકોના ક્રેડિટ કાર્ડ ધારકોએ પણ સિક્યોરિટી ડિપોઝિટ ચૂકવવાની રહેશે નહીં.
  • સિંગલ ક્લિક પર કેર-સ્પેશિયાલિસ્ટ તરફથી પ્રાયોરિટી કૉલ-બેક સેવા

જો તમે સેવાથી ખુશ નથી, તો પછી તમે કનેક્શન રદ કરી શકો છો.
જિયોના ચેરમેન આકાશ અંબાણીએ કહ્યું કે, ‘જિયો પ્લસ લૉન્ચ કરવાનો હેતુ પોસ્ટપેડ વપરાશકર્તાઓને નવા લાભો અને શ્રેષ્ઠ અનુભવ આપવાનો છે. અત્યાર સુધીમાં જિયોની 5G સેવા 331 શહેરોમાં શરૂ કરવામાં આવી છે. જિયોએ કહ્યું છે કે જો કોઈ યુઝર એક મહિનાના ફ્રી ટ્રાયલ પછી પણ સેવાથી સંતુષ્ટ નથી, તો તે કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વિના તેનું કનેક્શન રદ કરાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...