તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • In India, Antibiotic Use Has Increased By 30% Per Person In 10 Years, Improper Use Increases The Risk Of Kidney Failure And Diarrhea.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહત્ત્વની વાત:ભારતમાં 10 વર્ષમાં એન્ટિબાયોટિક્સનો ઉપયોગ વ્યક્તિ દીઠ 30% વધ્યો, અયોગ્ય રીતે લેવાથી કિડની ફેઈલ થવાનું અને ડાયેરિયાનું જોખમ રહે છે

25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાયરલ ઈન્ફેક્શનમાં એન્ટિબાયોટિક્સ કામ નથી કરતી, તેને ડૉક્ટરની સલાહ લઈને લેવી

આપણે સામાન્ય શરદી- ઉધરસ થઈ હોય તો એન્ટિબાયોટિક ટેબલેટ લઈ લેતા હોઈ છીએ, પરંતુ તે ખોટું છે, કેમ કે એન્ટિબાયોટિક્સ દરેક બીમારીની સારવાર નથી અને તેને વધારે લેવાથી અન્ય બીમારીઓનું જોખમ વધી જાય છે. વર્લ્ડ એન્ટિબાયોટિક્સના રિપોર્ટ અનુસાર, ભારતમાં છેલ્લા 10 વર્ષમાં વ્યક્તિ દીઠ એન્ટિબાયોટિક્સનો ઉપયોગ 30% સુધી વધી ગયો છે. એટલે કે દરેક ભારતીય પહેલા કરતા 30% વધારે એન્ટિબાયોટિક્સ લે છે.

નવી દિલ્હી, AIIMSમાં રૂમેટોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડૉક્ટર ઉમા કુમારના જણાવ્યા પ્રમાણે, એન્ટિબાયોટિક્સના દૂરઉપયોગથી ડાયેરિયા, ડ્રગ રેશ, કિડની ફેઈલ જેવી સમસ્યા થઈ શકે છે.

જાણો એન્ટિબાયોટિક્સના ફાયદા, નુકસાન અને તેના સંબંધિત દરેક સવાલના જવાબ ડૉ. ઉમા પાસેથી-

  • એન્ટિબાયોટિક શું છે?

તે એન્ટિમાઇક્રોબાયલ દવાઓ હોય છે, જે બેક્ટેકિયાને નષ્ટ કરવા અને તેમનો ગ્રોથ ઘટાડવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

  • એન્ટિબાયોટિક ક્યારે લેવી જોઈએ?

એન્ટિબાયોટિક્સ ત્યારે લેવી જોઈએ, જ્યારે કોઈ બેક્ટેરિયલ ઈન્ફેક્શન થાય, જેમ કે- સ્કિનમાં, દાંતમાં ઈન્ફેક્શન વગેરે, પરંતુ ડૉક્ટરની સલાહ લઈને લેવી જોઈએ. વાયરલ ઈન્ફેક્શનમાં એન્ટિબાયોટિક્સ કામ નથી કરતી. કેટલાક લોકો શરદી, ગળામાં બળતરા અથવા તાવ આવે તો એન્ટિબાયોટિક્સ લઈ લેતા હોય છે, જે ખોટું છે.

એન્ટિબાયોટિક્સ બે પ્રકારની હોય છે. પહેલી બ્રોડ એન્ટિબાયોટિક છે, તે ઘણા બધા બેક્ટેરિયાને કવર કરે છે. તે ત્યારે આપવામાં આવે છે, જ્યારે બેક્ટેરિયા વિશે ખબર ન હોય. બીજા નેરો એન્ટિબાયોટિક છે, તે એક અથવા બે બેક્ટેકિયાને નષ્ટ કરે છે. તે ત્યારે આપવામાં આવે છે, જ્યારે બેક્ટરિયલ વાઈરસ વિશે ખબર હોય.

  • એન્ટિબાયોટિક્સ કોણ ન લઈ શકે?

આવું કોઈ ગ્રુપ નથી, જેને એન્ટિબાયોટિક્સ ન આપી શકાય, પરંતુ તેને આપતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. જેમ કે, જો તમને એન્ટિબાયોટિક્સ લેવાથી રિએક્શન થાય છે તો તેને ન લેવી. બાળકોને અમુક એન્ટિબાયોટિક્સ નથી આપવામાં આવતી. વૃદ્ધ લોકોને એન્ટિબાયોટિક્સનો ઓછો ડોઝ આપવામાં આવે છે.

દુનિયામાં એન્ટિબાયોટિક્સનાં કુલ ઉપયોગમાં 47.40% વધારો થયો
અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ ડાયનામિક્સ, ઇકોનોમિક્સ એન્ડ પોલિસી (CDEEP)ના રિપોર્ટ પ્રમાણે, 2010થી 2020 દરમિયાન દુનિયામાં એન્ટિબાયોટિક્સના ઉપયોગમાં 47.40% વધારો થયો છે. અમેરિકામાં દર વર્ષે 28 લાખ લોકો એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ સાથે જોડાયેલા ઇન્ફેક્શન થાય છે. તેમાં 35 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે.

  • સ્ટડી શું કહે છે?

જન્મના 14 દિવસની અંદર એન્ટિબાયોટિક્સ આપવાથી બાળકો પર નેગેટિવ અસર પડે છે
રિસર્ચ પ્રમાણે, જન્મના શરૂઆતના દિવસોમાં બાળકોને એન્ટિબાયોટિક્સ આપવાથી તેમના વિકાસ પર અસર પડે છે. જન્મના 14 દિવસની અંદર એન્ટિબાયોટિક્સ આપવા પર બાળકોનાં કદ અને વજનમાં ઘટાડો થઇ શકે છે. જો કે, છોકરીઓ પર નેગેટિવ અસર દેખાઈ નથી.

મેયો ક્લિનિકના રિસર્ચ પ્રમાણે, જો બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને એન્ટિબાયોટિક્સ દવાઓ વધારે આપો છો તો ભવિષ્યમાં તેમને સ્થૂળતા, અસ્થમા કે એક્ઝિમા જેવી બીમારીઓ થઇ શકે છે.

ભારતીય તાવ આવે તો પણ એન્ટિબાયોટિક્સ ખાય છે, આ ખોટી ધારણા છે
ભારત દુનિયામાં એન્ટિબાયોટિક્સ દવાઓનું સૌથી મોટું વેચાણ કેન્દ્ર પણ છે. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે, મોટાભાગના ભારતીય વિચારે છે કે, એન્ટિબાયોટિક્સ સામાન્ય શરદી અને ગેસ્ટ્રોએન્ટરાઈટિસ જેવી બીમારીઓની સારવાર કરી શકે છે. આ એક ખોટી ધારણા છે. આ સંક્ર્મણ મોટાભાગે વાઇરલ ઇન્ફેક્શનથી થાય છે અને તેની સારવારમાં એન્ટિબાયોટિક્સની કોઈ ભૂમિકા નથી. આથી ડૉક્ટરની સલાહ પછી જ એન્ટિબાયોટિક્સ લેવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો