તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Roman Script Has Spoiled The Condition Of Hindi And Digital Era Has Taken Over The Language

હિન્દીનું વર્ચસ્વ યથાવત છે:ચાર દાયકામાં હિન્દી બોલતા લોકો 18% વધ્યા, બંગાળી, મરાઠી, અને તેલુગુ ભાષાઓ ઘટી ગઈ; જાણો દેશમાં હિન્દી કેમ વધી રહી છે

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2021 સુધી ભારતમાં ભારતીય ભાષાના ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા 53.6 કરોડ થઇ જશે અને અંગ્રેજી યુઝર્સ માત્ર 19.9 કરોડ રહેશે
  • નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે, સરકારી કાગળોની સાથે શૈક્ષણિક સંસ્થાઓમાં પણ સરળ હિન્દીનો ઉપયોગ કરવાની જરૂર છે

આજે એટલે કે 14 સપ્ટેમ્બર હિન્દી બોલનારા લોકોનો દિવસ છે. હિન્દીને રાજભાષાનો દરજ્જો આપવા માટે મોટો ફાળો આપનારા વ્યૌહાર રાજેન્દ્રસિંહનો આજે જન્મદિવસ પણ છે. દેવનાગરી લિપિમાં લખાયેલ હિન્દીને દેશની સત્તાવાર ભાષા તરીકે માન્યતા આપવામાં આવી હતી.

આજે આટલા વર્ષો પછી પણ ભારતમાં હિન્દીનું વર્ચસ્વ યથાવત છે. છેલ્લા ચાર દાયકામાં, હિન્દી ભાષી લગભગ 17.95 ટકા વધ્યા છે, જ્યારે બંગાળી, મરાઠી અને તેલુગુ સહિત અન્ય ભાષાઓ બોલનારાઓની સંખ્યામાં સતત ઘટાડો થયો છે. ભારતના 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હિન્દીને વાતચીત માટે પહેલી ભાષા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

ભાષાની ગણતરીના આંકડા પણ બતાવે છે કે ઉત્તર પ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં હિન્દી ભાષીઓની સંખ્યા 96 ટકા કરતાં વધારે છે. તેમ છતાં ભારતમાં ઉચ્ચ શિક્ષણ, રાષ્ટ્રીય મીડિયા, ન્યાયતંત્ર-અમલદારશાહી અને કોર્પોરેટ ઓફિસની ભાષા અંગ્રેજી છે.

બીબીસીના જણાવ્યા પ્રમાણે, તેનું કારણ એ છે કે, આપણા પાડોશી દેશ ચીનની જેમ ભારતની કોઈ રાષ્ટ્રીય ભાષા નથી. જ્યારે હિન્દી કેન્દ્ર સરકારની સત્તાવાર ભાષા છે. એક્સપર્ટ્સ પણ હિન્દી ભાષાને રાષ્ટ્ર ભાષા બનાવવાની વાત કરે છે. ભારતમાં હિન્દીની દશા અને દિશા જાણવા માટે અમે એક્સપર્ટ્સ પાસેથી તેમના વિચારો જાણ્યા.

શું ખરેખર હિન્દી એટલી મજબૂત છે?
દિલ્હી યુનિવર્સિટીના હિન્દી વિભાગના પ્રોફેસર ચંદન કુમાર જણાવે છે કે, ભારતમાં હિન્દીની દશા સારી છે. ભાષા વસ્તી ગણતરી 2011 અનુસાર, દેશમાં 52 કરોડ 83 લાખ 47 હજાર 193 લોકો હિન્દી બોલે છે. તેમાં પુરુષોની સંખ્યા 27 કરોડ 66 લાખ 10 હજાર 187, જ્યારે મહિલાઓની સંખ્યા 25 કરોડ 17 લાખ 37 હજાર 006 છે. વર્ષ 2001માં હિન્દી બોલનારાઓની સંખ્યા 42 કરોડ 20 લાખ 48 હજાર 642 હતી.

ચંદન જણાવે છે કે, દક્ષિણ ભારત જેવા દેશના બિન હિંદી ભાષી ક્ષેત્રોમાં હિન્દીનો વિરોધ હતો, પરંતુ ત્યાં એક નવી પેઢી છે, જે હિન્દીને લઈ વ્યવહારિક છે. હિન્દી તેના રોજગારની ભાષા બની છે. જે લોકોની જૂની પેઢી હિન્દીના વિરોધમાં ઉછરી, તે હવે હિન્દી બોલવા લાગી છે. હિન્દી બચશે તો દેશ પણ બચશે. હિન્દી મજબૂત થઈ રહી છે, દેશ મજબૂત થઈ રહ્યો છે.

શું ભારતમાં હિન્દીને સન્માન નથી મળી રહ્યું?
દિલ્હી સ્થિત હંસરાજ કોલેજની પ્રાચાર્ય ડૉક્ટર રમાએ તેના લેખમાં લખ્યું કે, આજે આખી દુનિયામાં હિન્દી ત્રીજી સૌથી મોટી ભાષા છે, પરંતુ દેશમાં તે સંઘર્ષ કરી રહી છે. ડૉક્ટર રમા ભારતમાં વધતા જતાં અંગ્રેજીના પ્રભાવનું કારણ મૈકાલીની શિક્ષણ નીતિને જણાવે છે.

વર્ષ 2019માં સ્ટેટિસ્ટાના એક રિપોર્ટ અનુસાર, અંગ્રેજી અને ચાઈનીઝ (મંડેરિયન) ભાષા બાદ હિન્દી ભાષા સૌથી વધાલે બોલાય છે. કેટલાક લોકોએ ભારતમાં અંગ્રેજી ભાષાને જરૂરી ભાષા બનાવી છે, જેથી તેઓ અંગ્રેજોની ગુલામી કરી શકે. અંગ્રેજોએ ભારતના યુવાનોના મનમાં પોતાની જ ભાષા માટે દુર્ભાવના ભરી દીધી.

જોકે, તેઓ નવી શિક્ષણ નીતિને હિન્દી સરર્થનનનું પગલું માને છે. વસ્તી ગણતરી પ્રમાણે, 2001માં ભારતમાં અંગ્રેજી બોલનારાની સંખ્યા 2 લાખ 26 હજાર 449 હતી, જ્યારે 2011ની વસતી ગણતરીમાં આ આંકડો 2 લાખ 59 હજાર 678 પર પહોંચી ગયો હતો.

ડિજિટલ સમયે હિન્દીને શું આપ્યું?
સ્ટેટિસ્ટાના રિપોર્ટ પ્રમાણે, 2011માં અંગ્રેજી ભાષાના ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા 6.8 કરોડ હતી, જ્યારે ભારતીય ભાષામાં આ સંખ્યા 4.2 કરોડ હતી. આશા છે કે 2021 સુધી ભારતીય ભાષાના
ઇન્ટરનેટ યુઝર્સ 53.6 કરોડ થઇ જશે અને અંગ્રેજી યુઝર્સ માત્ર 19.9 કરોડ રહેશે.

પ્રોફેસર ચંદન કુમારે જણાવ્યું કે, જોતજોતામાં સૂચના માધ્યમો અને સોશિયલ નેટ વર્કિંગ સાઈટમાં હિન્દીને ભારતથી લઇને મધ્ય પૂર્વ સુધી રસ્તો આપવામાં આવ્યો છે. હવે દુનિયાના કોઈ પણ દેશમાં જાઓ, ખાસ કરીને ત્યાં જ્યાં ટેક્નિક વધારે છે. ત્યાં તમને હિન્દીનો એક મધ્યવર્ગ મળશે, તેમની ઘરેલુ બોલી હિન્દી છે.

2019માં ફાઈનાન્સીયલ એક્સપ્રેસમાં પબ્લિશ થયેલા ન્યૂઝ પ્રમાણે, છેલ્લા 10 વર્ષોમાં હિન્દી પુસ્તકો વધારે વંચાય છે. વેબસાઈટને આપેલા ઇન્ટરવ્યૂમાં હિન્દી પુસ્તકના પબ્લિશર શૈલેશ ભારતવાસીએ જણાવ્યું કે, આવું માત્ર ગ્રામીણ વિસ્તારોમાં ઈ-કોમર્સ પહોંચવાને લીધે થયું છે. આની પહેલાં બુક્સ વહેચવાની કોઈ સિસ્ટમ નહોતી. આથી બુક્સ વાંચકો સુધી પહોંચાડવામાં તકલીફ થતી હતી.

ખનલાલ ચતુર્વેદી રાષ્ટ્રીય પત્રકારિતા અને સંચાર વિશ્વવિદ્યાલયમાં પત્રકારિતા વિભાગના પ્રમુખ ડૉ. રાખી તિવારીએ જણાવ્યું કે, ડિજિટલ માધ્યમોને લીધે હિન્દીનો ઉપયોગ ઘણો વધી રહ્યો છે અમે આ ઘણું સારું છે. આપણે હિન્દીને અમલમાં મૂકવાની ચિંતા કરવી જોઈએ, તેની ખરાબ સ્થિતિની નહિ. ડિજિટલ સમયમાં હિન્દીના વિકાસની શક્યતાઓ ઘણી વધારે છે.

શું રોમન લિપિથી હિન્દીને નુકસાન થઇ રહ્યું છે?
પૂર્વ પત્રકાર અને પંત એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ડૉ. ઉપેન્દ્ર હિન્દીએ જણાવ્યું કે, દેવનાગરીની જગ્યાએ રોમન લિપિના વધારે ઉપયોગને લીધે હિન્દીની સ્થિતિ ખરાબ થઇ રહી છે. કોરિયન અને દેવનાગરી લિપિનું હિન્દી જ દુનિયાની સૌથી વ્યવસ્થિત ભાષાઓ છે, કારણ કે બંને ભાષા જેમ લખાઈ છે તેમ જ બોલવમાં આવે છે.

તે ઉપરાંત ડોક્ટર ઉપેન્દ્ર સોશિયલ મીડિયા પર રોમનમાં હિન્દી લખવા અને ડિજિટલ લિપિ ડેવલપમેન્ટ ન થવાનું પણ હિન્દીની ખરાબ સ્થિતિ માટે જવાબદાર માને છે. ડોક્ટર ઉપેન્દ્રના જણાવ્યા પ્રમાણે, IT એક્સપર્ટ્સને ઓછું જ્ઞાન હોવાને કારણે આપણે અંગ્રેજી અને ફ્રેન્ચ ઉપરાંત કોરિયન હિબ્રૂ અને અરબી ભાષા ભાષીઓથી પણ ડિજિટલ લિપિ સિસ્ટમના વિકાસમાં પાછળ રહીએ છીએ.

કેવી રીતે સુધરશે હિન્દીની સ્થિતિ?
પ્રોફેસર ચંદન કુમારના જણાવ્યા પ્રમાણે, આપણે ટ્રાન્લેશનને પ્રોત્સાહન આપવું પડશે. તેનો અર્થ એ થયો કે, હિન્દી-અંગ્રેજીને અનુવાદ સમજવામાં આવે છે, જ્યારે અનુવાદ ભારતીય ભાષામાં રૂપાંતરિત થશે. આપણે એન્જિનિયરિંગ, ચિકિસ્તા, સમજા વિજ્ઞાન, અને અન્ય જ્ઞાનના ક્ષેત્રમાં હિન્દીની સારી પુસ્તકો લખવી પડશે. હિન્દીના શિક્ષકોને ટેકનોલોજી વિશે જાણકારી રાખવી પડશે.

ડોક્ટર રાખી તિવારીના જણાવ્યા પ્રમાણે, આપણે ઓફિસ, ઘર અથવા મિત્રોની વચ્ચે હિન્દીનો વધુને વધુ ઉપયોગ કરવો જોઈએ. તે ઉપરાંત સરકારી કાગળોમાં પણ સરળ હિન્દીને જગ્યા આપવી જોઈએ. તે ઉપરાંત હિન્દીના મુશ્કેલ શબ્દો પર શૈક્ષણિક સંસ્થાઓમાં સતત સ્પર્ધા કરાવવી જોઈએ.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો