તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • In Every Field From Innovation To Education, The Youth Have Made The Country Famous, Some Are Building The Future Of Children, Some Have Developed Apps For Study.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેશનલ યુથ ડે:ઈનોવેશનથી લઈને એજ્યુકેશન સુધી દરેક ક્ષેત્રમાં યુવાનોએ દેશનું નામ રોશન કર્યું, કોઈ બાળકોનું ભવિષ્ય બનાવી રહ્યા છે તો કોઈ અભ્યાસ માટે એપ ડેવલપ કરી

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર વિશ્વમાં ભારતને યુવાનોનો દેશ કહેવામાં આવે છે. દેશના આ યુવાનોના કારણે દેશ સતત આગળ વધી રહ્યો છે. મેડિકલ, સાયન્સ અથવા શિક્ષણ દરેક જગ્યાએ યુવાનો તેમનું શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. 12 જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે. યુવા સ્વામી વિવેકાનંદના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે યુવાનોને પ્રેરણા આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે આજે એવા કેટલાક યુવાનો વિશે જાણીએ જેમને ઈનોવેશનથી લઈને એજ્યુકેશન સુધી કંઈક નવું અને અલગ કરીને દેશનું નામ રોશન કર્યું છે.

IIT મુંબઈના બે મિત્રોએ ‘વાઈસ એપ’ બનાવી
IIT મુંબઈમાં અભ્યાસ કરતા બે મિત્રોએ એક ‘વાઈસ એપ’ને ડેવલેપ કરી છે. કાશ્મીરના મુબીન મસૂદી અને લખનઉના બિલાલ અબીદીએ બનાવેલી આ એપની મદદથી વિદ્યાર્થીઓ 2G સ્પીડ પર પણ કોઈપણ સમસ્યા વગર ઓનલાઈન ક્લાસિસ અટેન્ડ કરી રહ્યા છે. આ એપની મદદથી અભ્યાસમાં સરળતાથી સાથે બાળકોને રિયલ ક્લાસરૂમનો પણ અહેસસા થાય છે.

ગીતાંજલિ રાવની ‘કિડ ઓફ ધ યર’પહેલી વખત પસંદગી કરવામાં આવી
ટાઈમ મેગેજીનની પહેલી ‘કિડ ઓફ ધ યર’તરીકે પસંદ થયેલી 15 વર્ષની ગીતાંજલિ રાવ અમેરિકાની ટોપ યંગ સાયન્ટિસ્ટ એવોર્ડની વિનર રહેવાની સાથે તે ફોબ્સ 30 અંડર 30ની યાદીમાં પણ સામેલ થઈ ચૂકી છે. એટલું જ નહીં તે એક-બે નહીં પરંતુ 6 ઈનોવેશન પોતાના નામે કરી ચૂકી છે. કોલોરાડો સ્થિત ડેનવરમાં રહેતી ઈન્ડિયન-અમેરિકન ગીતાંજલિની પસંદગી ટાઈમે યુએસના 5000 નોમિનેશનમાંથી કરી. પ્રોબ્લમ્સમાંથી ઇન્સ્પિરેશન શોધનારી આ કિશોરીએ બાળપણથી જ સામાજિક ફેરફાર માટે સાયન્સ અને ટેક્નોલોજીના ઉપયોગ વિશે વિચારવાનું શરૂ કરી દીધું છે.

સંયુક્ત રાષ્ટ્રની સ્પર્ધામાં વિશ્વભરમાં બીજો નંબર મેળવ્યો
દહેરાદૂનની રહેવાસી 16 વર્ષની આસ્થા પટવાલે ઉત્તરાખંડની સાથે સમગ્ર દેશનું નામ રોશન કર્યું. પોતાની કુશળતા, મહેનત અને દૃઢ નિશ્ચયથી એક નવો દરજ્જો મેળવનારી આસ્થા આજે એ બધા લોકો માટે એક ઉદાહરણ બની ગઈ છે જે નિર્બળતા સામે હાર સ્વીકારી લે છે. બોલવામાં અને સાંભળવામાં અસમર્થ આસ્થાએ તેના જેવા ઘણા વિકલાંગ લોકોને એક સામાન્ય નાગરિકનો દરજ્જો આપવાની જીદ સાથે મોટી સફળતા પ્રાપ્ત કરી. આસ્થા સંયુક્ત રાષ્ટ્ર (UN)ની સ્પર્ધામાં વિશ્વમાં બીજા નંબરે રહી. આસ્થા દ્વારા બનાવવામાં આવેલી એક મિનિટની વીડિયોમાં તેણે એક ગંભીર મુદ્દા તરફ સૌનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો.

હરિયાણાના સંદીપ કુમાર 20 હજાર બાળકોનું ભવિષ્ય બનાવી રહ્યા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કાર્યક્રમમાં મન કી બાતમાં હરિયાણાના સંદીપ કુમારની પ્રશંસા કરી હતી, જેઓ બાળકોને શિક્ષણ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. સંદીપે જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ આપવાની પહેલ કરી ખાલી થઈ ચૂકેલી પેનને પણ ફેંકી દેવાને બદલે તે જ ખાલી પેનમાં રિફિલ મૂકી અને ગરીબ બાળકોને મોકલી આપી. આટલું જ નહીં, તેઓ ફક્ત એક ફોન પર બાળકોના ઘરે પુસ્તકો અને સ્ટેશનરીની વસ્તુઓ મફતમાં મોકલતા હતા. તેમના જુસ્સા અને જોશને કારણે સંદીપ લગભગ ત્રણ વર્ષથી 20 હજાર બાળકોનું ભવિષ્ય બનાવે છે. તેમના આ કાર્યથી પ્રભાવિત થઇને અધિકારીઓ, શિક્ષકો, વકીલો વગેરે વ્યવસાયના 200 સ્વયંસેવકો પણ તેમની સાથે જોડાઇને તેમની મદદ કરી રહ્યાં છે.

પ્રથમ વખત પરીક્ષામાં ફુલ માર્ક્સ લાવીને ઇતિહાસ રચાયો
NEET 2020માં ટોપ કરનારા ઓરિસ્સાના શોએબે 720માંથી 720 માર્ક્સ લાવીને ઇતિહાસ રચ્યો. શોએબે પરીક્ષામાં ભાગ લેનારા લગભગ 1.5 લાખ કેન્ડિડેટ્સને પાછળ પાડ્યા. પરંતુ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં ફુલ માર્ક્સ લાવીને રેકોર્ડ પણ બનાવ્યો હતો. પરીક્ષામાં સફળ થયા પછી તે હવે MBBSનો અભ્યાસ કરવા માંગે છે અને ભવિષ્યમાં કાર્ડિયોલોજીમાં સફળતા પ્રાપ્ત કરીને હૃદય સંબંધિત રોગોનો ઉપાય શોધવાની ઇચ્છા રાખે છે.

સ્લો ઈન્ટરનેટ હોવા છતાં ટૉપર બન્યો
પુલવામાના રત્નીપોરા ગામના રહેનારા 18 વર્ષીય બાસિત બિલાલ ખાને NEET 2020ના રિઝલ્ટમાં 99.98% હાંસલ કરી જમ્મુ-કાશ્મીરથી ટોપ કર્યું. ઘાટીમાં લાંબા સમયથી ઈન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યા હોવા છતાં બિલાલે પરીક્ષામાં 720માંથી 695 અંક હાંસલ કર્યા. બિલાલ કહે છે કે, આ પરીક્ષા માટે તેમણે ઘણી મહેનત કરી છે. સતત ઈન્ટરનેટ આઉટેજ અને સ્લો ઈન્ટરનેટ સ્પીડને કારણે તેને મુશ્કેલી પણ આવી, પરંતુ મહેનતના દમ પર તેણે સફળતા હાંસલ કરી.

બેટરીથી ચાલનારા ટ્રેક્ટરનું ઈન્વેન્શન કર્યું
જો કઈંક કરવાની તમન્ના હોય તો કશું જ અશક્ય નથી. ઉત્તર પ્રદેશમાં મહારાજગંજના યુવા વૈજ્ઞાનિક રાહુલ સિંહે તેને સાચું કરી બતાવ્યું છે. રાહુલે ગત વર્ષે ઓક્ટોબરમાં બેટરીથી ચાલનારી સાઈકલ બનાવી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યારબાદ બેટરીથી ચાલનારા ટ્રેક્ટરે ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલમાં પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે. 3 કલાકમાં એક એકર ખેતરને ખેડનાર આ ટ્રેક્ટર આપમેળે ચાર્જ થવા માટે ઈકો ફ્રેન્ડલી છે.

પ્રથમ વખત કોઈ ભારતીયને ગ્લોબલ ટીચર પ્રાઈઝ
મહારાષ્ટ્રના સોલાપુરના જિલ્લા પરિષદ સ્કૂલના એક પ્રાઈમરી ટીચર રણજીત સિંહ ડિસલેએ ગ્લોબલ ટીચર પ્રાઈઝ જીતી ઈતિહાસ રચ્યો છે. પ્રાઈઝ તરીકે તેમને 7 કરોડ રૂપિયા મળ્યા. આ પ્રથમ વખત છે કે કોઈ ભારતીયને પ્રાઈઝ મળી. યુનેસ્કો અને લંડન સ્થિત વાર્કે ફાઉન્ડેશન તરફથી જનારા ગ્લોબલ ટીચર પ્રાઈઝની જાહેરાત 3 ડિસેમ્બર, 2020ના રોજ કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser