તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • In Corona's Time In Children And The Elderly, Everyone's Screen Time Has Doubled, Which Can Lead To Many Diseases; Learn How To Manage It

સ્વાસ્થ્ય માટે જરૂરી:બાળકો અને વૃદ્ધોમાં કોરોનાના સમયમાં બધાનો સ્ક્રીન ટાઈમ ડબલ થઈ ગયો છે, તેનાથી ઘણી બીમારીઓ થઈ શકે છે; જાણો તેને મેનેજ કરવાની રીત

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાના કહેરની સાથે જ આપણું વિશ્વ અત્યંત ડિજિટલ બની ગયું છે. લગ્નથી લઈને કરિયાણા સુધી, world wide web આપણી દરેક જરૂરિયાત માટેનું એક માધ્યમ બની ગયું છે. પરંતુ સિક્કાની બીજી બાજુ પણ છે. મોટાભાગના લોકોનો સ્ક્રીન ટાઈમ એટલો વધી ગયો છે કે તેની આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થવા લાગી છે.

એરિક્સન મોબિલિટી રિપોર્ટના અનુસાર, છેલ્લા સાત મહિનામાં ભારતમાં લોકોનો સરેરાશ સ્ક્રીન ટાઈમ ચારથી પાંચ કલાક થઈ ગયો છે. અમેરિકામાં કરવામાં આવેલી એક સ્ટડીના અનુસાર, ગ્લોબલ લેવલ પર ગેજેટના ઉપયોગનો ટાઈમ 90% સુધી વધી ગયો છે.

રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, સ્માર્ટફોનનો ઉપયોગ જ્યાં પહેલા પ્રતિ વ્યક્તિ સરેરાશ 3 કલાક હતો, ત્યાં 5 કલાક થઈ ગયો છે. પહેલા બ્રોડબેન્ડ અથવા વાઈફાઈ સાથે કનેક્ટ થતાં એક વ્યક્તિ સરેરાશ 2.5 કલાક સ્ક્રીનનો ઉપયોગ કરતો હતો, હવે આ આંકડો 4.5 કલાક સુધી પહોંચી ગયો છે.

ટેક્સાસ યુનિવર્સિટીમાં સાયકોલોજીના પ્રોફેસર ડૉ. જોન ડી કેરીના જણાવ્યા પ્રમાણે, સોશિયલ મીડિયા અથવા ડિજિટલ ડિવાઈસના ઉપયોગને એક દિવસ માટે પણ રોકવો મુશ્કેલ છે. સોશિયલ મીડિયા એક બીજા સાથે કનેક્ટ થવામાં, માહિતી શેર કરવા, મનોરંજન પ્રદાન કરવામાં મદદ કરે છે. તેના ફાયદા અને નુકસાન બંને છે. જો કે તેના પર વધારે સમય પસાર કરવો પણ નશાની જ આદત છે. તેનાથી આપણે પ્રભાવિત થઈએ છીએ અને તેની નકારાત્મક અસર આપણા માનસિક સ્વાસ્થ્ય પર પણ પડે છે.

સ્ક્રીન ટાઈમ ઓછો કરવાની સરળ રીત
ચેટ અથવા મેસેજ કરવાની જગ્યાએ કોલ કરવો

અત્યારે લોકોને મેસેજ અથવા ચેટ પર વાત કરવી સરળ લાગે છે. પરંતુ જ્યારે કોઈની સાથે ચેટ કરો છો તો 2 મિનિટની વાત પણ 10 મિનિટ સુધી ચાલે છે, પરંતુ કોલમાં તે જ વાત 2 મિનિટમાં થઈ જાય છે. તેનાથી સ્ક્રીન ટાઈમ ઘટી જાય છે.

મોબાઈલમાં ઓછામાં ઓછી એપ રાખવી
ફોન પર તે જ એપ રાખવી જે કામની હોય. તે સિવાય નકામી એપને ડિલિટ કરી દેવી. સ્ક્રીન ટાઈમ વધારતી એપને ડિલીટ કરી દો. જે એપનો 15 દિવસમાં એક વખત પણ ઉપયોગ નથી થતો તેને ડિલિટ કરી દો.

આખા દિવસમાં એક સમય નક્કી કરો, જ્યારે તમે તમામ પ્રકારની સ્ક્રીનથી દૂર રહેશો
સ્ક્રીનનો ઉપયોગ કરવાનો એક પ્લાન હોવો જોઈએ. કામના સમયે તો બધા લોકો લેપટોપ, કમ્પ્યુટર અને મોબાઈલનો ઉપયોગ કરે છે તે સિવાય તમે ક્યારે અને કેટલો ટાઈમ ગેજેટનો ઉપયોગ કરશો તેનો પ્લાન કરો. દિવસમાં એક એવો સમય નક્કી કરો, જ્યારે કોઈપણ પ્રકારના ગેજેટનો ઉપયોગ નહીં કરો. આવું કરવાથી તમે જરૂર કરતાં વધારે સ્ક્રીનનો ઉપયોગ કરવાથી બચી જશો.

ગેજેટ ટાઈમ અને ફિઝિકલ એક્ટિવિટીમાં બેલેન્સ રાખવું
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ગેજેટનો ઉપયોગ કરવો તે એટલું જોખમી નથી, જેટલું તેના કારણે ફિઝિકલ એક્ટિવિટીને મિસ કરવાનું છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમે કેટલા સમય સુધી ગેજેટનો ઉપયોગ કરી રહ્યાં છો અને કેટલા સમય સુધી ફિઝિકલ એક્ટિવિટી કરી રહ્યા છે. ગેજેટ ટાઈમ અને ફિઝિકલ એક્ટિવિટીમાં બેલેન્સ રાખીને તમે તેના નુકસાનથી બચી શકો છો.

બેડરૂમથી ટીવી અથવા કમ્પ્યુટરથી દૂર રહેવું
સ્ટડીના જણાવ્યા પ્રમાણે, બેડ પર સૂઇને લોકો ગેજેટનો સૌથી વધુ ઉપયોગ કરે છે. તેના કારણે લોકોની સ્લીપિંગ હેબિટ પણ ડેમેજ થઈ રહી છે. સાથે ગેજેટના ઉપયોગનો સમય વધી રહ્યો છે. તેથી બેડરૂમથી ટીવી અથવા કમ્પ્યુટરથી દૂર રહીને આપણે તેનાથી અમુક હદ સુધી બચી શકીએ છીએ.

સ્ક્રીન ટાઈમ વધારે હોવાથી ડિજિટલ વિઝન સિંડ્રોમનું જોખમ
જો સ્ક્રીન ટાઈમ વધારે હોય અથવા ગેજેટનો ઉપયોગ વધારે હોય તો ડિજિટલ વિઝન સિંડ્રોમની સમસ્યા થઈ શકે છે. તેના કારણે આંખ કમજોર થવા લાગે છે. આ સિંડ્રોમના કારણે માનસિક અને શારીરિક સમસ્યા પણ થવા લાગી છે.

વધારે સ્ક્રીન જોવાથી સૌથી વધારે નુકસાન આંખોને થાય છે
સ્ક્રીન ટાઈમ વધવો એ ઘણી રીતે જોખમી પણ હોઈ શકે છે. તે લોકોને સમાજ, મિત્ર અને પરિવારથી અલગ કરે છે. જેટલું તમે તમારા લોકોથી દૂર રહેશો, જેટલી વધારે એકલતા અને ડિપ્રેશન થવાનું જોખમ વધી જાય છે. સ્ક્રીન પર વધારે સમય પસાર કરવાથી આંખો ખરાબ થાય છે, માથામાં દુખાવો અને મેદસ્વિતા જેવી બીમારીઓનો પણ ડર રહે છે.

રેટિના પર અટેક
રાત્રે સ્ક્રીનનો ઉપયોગ કરતી વખતે, તેમાંથી નીકળતી લાઈટ સીધી રેટિના પર અસર કરે છે. તેનાથી તમારી આંખો જલ્દી ખરાબ થવા લાગે છે. ધીમે ધીમે જોવાની ક્ષમતા ઓછી થવા લાગે છે.

ડ્રાઈનેસ
આખો દિવસ કામ કરતા રહેવાથી આંખોને આરામ નથી મળતો, આવી સ્થિતિમાં પણ રાત્રે સૂવાની જગ્યાએ ફોન પર મોડા સુધી વ્યસ્ત રહેવાથી આંખો ડ્રાઈ થઈ જાય છે. તેનાથી આંખોમાં ખંજવાળ અને બળતરા થવા લાગે છે. સતત આવું કરવાથી આંખોની અશ્રુ ગ્રંથિ પર ખરાબ અસર પડે છે.

આઈસાઈટ ડેમેજ
ઘણા રિસર્ચમાં એ વાત સામે આવી છે કે સતત સ્ક્રીન જોવાથી આંખોની રોશની હંમેશાં માટે જતી રહે છે. સ્ક્રીનમાંથી નીકળતી બ્લૂ લાઈટ આંખોને સંપૂર્ણ રીતે ડેમેજ કરી શકે છે.

આંખોમાંથી પાણી આવવું
કલાકો સુધી સતત સ્ક્રીન જોવાથી આંખોમાંથી પાણી આવવા લાગે છે. આવું સ્ક્રિનથી નીકળતા કિરણોના કારણે થાય છે. સતત મોબાઈલ પર જોઈ રહેવાથી પાંપણોનું ઝપકવાનું ઘટી જાય છે. તેનાથી આંખોને આરામ નથી મળતો અને આંખોમાંથી પાણી આવવા લાગે છે.

ચશ્મા આવવા
સતત સ્ક્રીન જોવાની આદતથી આંખો પર જલ્દીથી ચશ્મા આવી જાય છે. એટલું જ નહીં ધીમે ધીમે આંખોના નંબર વધવા લાગે છે અને ઓછા નંબર પણ વધી જાય છે. થોડા વર્ષો બાદ તમારા આંખોનું ઓપરેશન કરાવવું પડી શકે છે.

આંખની પૂતળી સંકોચાઈ જવી
સ્ક્રીનનો વધારે ઉપયોગ કરવાથી ન માત્ર પાપણો ઝપકવાની પ્રક્રિયા ધીમી થઈ જાય છે, પરંતુ આંખોની કિકી પણ સંકોચાઈ જાય છે. આંખોની નસો સંકોચવા લાગે છે. તેનાથી આંખોની રોશનની સાથે માથાના દુખાવાની સમસ્યા પણ થવા લાગે છે.

ટેમ્પરરી બ્લાઈન્ડનેસ
સતત સ્ક્રીન જોવાથી જ્યારે અચાનક તમે ક્યાંય જુઓ છો તો થોડીવાર માટે બધુ બ્લેક દેખાવા લાગે છે. આંખોની સામે અંધારું છવાઈ જાય છે. તે તમારી આંખો માટે સારો સંકેત નથી.

ઝાંખું દેખાવું
સ્ક્રીનનો વધારે ઉપયોગ તમને નુકસાન પહોંચાડી શકે છે તમને ઝાંખું દેખાવા લાગે છે. અંગ્રેજીમાં તેને બ્લર્ડ વિઝન કહેવાય છે. આ પ્રોસેસ આગળ જઈને ગંભીર થઈ જાય છે અને તમને જોવામાં સમસ્યા થવા લાગે છે.

બાળકોનો સ્ક્રીન ટાઈમ પણ મેનેજ કરવો જરૂરી
કોરોનાના કારણે બાળકોનો પણ સ્ક્રીન ટાઈમ વધી ગયો છે. ન માત્ર અભ્યાસ, પરંતુ લોકો સાથે મળવાનું અને મનોરંજન માટે તેઓ ડિજિટલ માધ્યમ પર વધારે નિર્ભર થઈ જાય છે- જેને ડિજિટલ ઓવરડોઝ કરી દીધો છે. બાળકોનો સ્ક્રીન ટાઈમ ઓછો કરવો જરૂરી છે જેથી સુનિશ્ચિત કરી શકાશે કે બાળકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર અસર ન પડે.