તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Diwali Firecrackers Ban In India 2020; What Are The Harmful Effects Of Crackers?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ વખતે દિવાળી ગ્રીન ફટાકડાવાળી:જે શહેરોમાં હવા ખરાબ છે ત્યાં ફટાકડા ફોડી શકાશે નહીં; સ્વાસ્થ્ય માટે ક્રેકર્સ કેટલા જોખમી છે તે જાણો

5 મહિનો પહેલાલેખક: ગૌરવ પાંડેય
 • ફટાકડામાં પ્રકાશ માટે ઓક્સીડાઈઝર, કલરિંગ એજન્ટ અને ફ્યુઅલનો ઉપયોગ કરવામાં આવે છે, તે ઝેરી કેમિકલ હોય છે.
 • નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે- ગ્રીન ફટાકડાથી જો ધૂમાડો થાય તો તે પણ જોખમી છે

14 નવેમ્બર એટલે કે શનિવારે દિવાળી છે. પરંતુ તે પહેલાં ઘણા શહેરોમાં પ્રદૂષણને લીધે હવા ખરાબ થઈ ગઈ છે, આકાશમાં ધુમ્મસ છે. તેના કારણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ દિલ્હી સહિત સમગ્ર NCRમાં ફટાકડાનાં વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ 30 નવેમ્બર સુધી રહેશે.

NGT ઉપરાંત વિવિધ રાજ્ય સરકારોએ પણ પોતપોતાના સ્તરે ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આવી સ્થિતિમાં કેટલીક મહત્ત્વપૂર્ણ વાતોનું ધ્યાન રાખવું. જેમ કે, ફટાકડા ફોડવાની શું છૂટ છે?કેવી રીતે ફટાકડા ફોડવા? તમારા સ્વાસ્થ્યની સંભાળ કેવી રીતે રાખવી? દારૂખાનાવાળા ફટાકડાની જગ્યાએ શું ગ્રીન ક્રેકર્સ સારા હોય છે?

દિવાળી પછીના બે-ત્રણ દિવસ સુધી હવા ખરાબ રહે છે
IIT કાનપુરના સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર એસએન ત્રિપાઠીના જણાવ્યા પ્રમાણે, અમે દિવાળી દરમિયાન ફટાકડા ફોડવાથી ફેલાતા પ્રદૂષણ અંગે પ્રયોગ કર્યો હતો. તેમાં જાણવા મળ્યું હતું કે, દિવાળીના દિવસે ફટાકડા ફોડવાથી બે ત્રણ દિવસ સુધી હવા ખરાબ રહે છે. આ દરમિયાન પર્ટિકુલેટ મેટર (અતિસુક્ષ્મ કણ) વધી જાય છે.

NGTનો શું આદેશ છે?
NGTનો આ આદેશ દેશ અને તે તમામ નગરો અને શહેરોમાં લાગુ થશે, જ્યાં ગત વર્ષે નવેમ્બરમાં હવાની ગુણવત્તાનું સ્તર ખરાબ અથના તેનાથી ઉપરની કેટેગરીમાં ગયું હતું. NGTના જણાવ્યા પ્રમાણે, ફટાકડા ખુશીઓ સેલિબ્રેટ કરવા માટે ફોડવામા આવે છે મૃત્યુ અને બીમારીઓ માટે નહીં.

ખરાબ હવા અને ફટાકડા ફોડવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે?
AIIMS દિલ્હીમાં રૂમેટોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડૉક્ટર ઉમા કુમારીના જણાવ્યા પ્રમાણે, ફટાકડા ફોડવાથી જે પ્રદૂષણ ફેલાય છે તેની ઘણી આડઅસરો હોય છે. તેમાં શ્વાસની બીમારી, આંખોમાં બળતરા, એલર્જી, સાંભળાની ક્ષમતા ઘટી જવી જેવી સમસ્યા થઈ શકે છે. બર્ન ઈન્જરીનું પણ જોખમ રહે છે.

તીવ્ર અવાજના ફટાકડાથી ઘણા લોકોના મનમાં ડર ઉત્પન્ન થાય છે. ખાસ કરીને નાના બાળકોમાં. ફટાકડાઓના અવાજથી પશુઓ પણ પરેશાન થાય છે.

ફટાકડા ફોડ્યા બાદ જે પોલ્યુશન થાય છે તે એક જ વારમાં નાશ પામતું નથી. તેની અસર ઘણા દિવસો સુધી રહે છે. હાલ ઠંડી છે અને પ્રદૂષણનું લેવલ પણ વધારે છે.

સુપ્રીમ કોર્ટે શું આદેશ આપ્યો?
એક્સપર્ટ ગ્રીન ક્રેકર્સ (હરિત ફટાકડા) ફોડવાની સલાહ આપે છે. ઓક્ટોબર 2018માં સુપ્રીમ કોર્ટે ફટાકડાના વેચાણ પર સંપૂર્ણ રીતે બૅન લગાવાનો ઈનકાર કરતા સુરક્ષિત અને ગ્રીન ફટાકડાના વેચાણ અને ઉપયોગની છૂટ આપી હતી.

ગ્રીન ફટાકડા શું છે?
2018થી સુપ્રીમ કોર્ટે ગ્રીન ફટાકડાની પરિભાષા ગણાવી છે. તે પ્રમાણે, ગ્રીન ફટાકડામાં રાખના પ્રયોગથી બચી શકાય છે. જેથી 15થી 20% સુધી PM ઓછા થાય અને ધૂમાડો ઓછો થાય તેમજ 30થી 35% પ્રદૂષણ ઓછું થાય.

આમ કરવાથી નાઈટ્રોજન ઓક્સાઈડ (NOx) અને સલ્ફર ડાયોક્સાઈડ (SO2)ની માત્રા ઓછી થશે. આ સિવાય ફટાકડામાં કાચ, પારો, લિથિયમ, આર્સેનિક અને એન્ટિમની જેવા કોઈ પણ કેમિકલનો પ્રયોગ ન થવો જોઈએ.

શું ગ્રીન ફટાકડાથી હવા પ્રદૂષિત નથી થતી?
પ્રોફેસર એસ એન ત્રિપાઠી જણાવે છે કે, ગ્રીન ફટાકડાથી ઓછું પ્રદૂષણ થાય છે, પરંતુ તે કેટલું ઓછું થાય છે તે ચોક્કસ કહી શકાતું નથી.

શું ગ્રીન ફટાકડાથી સ્વાસ્થ્યને નુક્સાન થાય છે?
ડૉક્ટર ઉમા કહે છે કે જો ફટાકડામાંથી ધૂમાડો નીકળી રહ્યો છે તો તે ખતરનાક છે. ભલે તેમાં ટોક્સિન લેવલ ઓછું હોય. ધૂમાડાવાળા ફટાકડાથી સ્વાસ્થ્યને અસર પહોંચે છે.

શું તમારા શહેરમાં ફટાકડા ફોડવાની છૂટ મળશે?
જો તમારા શહેરમાં નવેમ્બર 2019માં હવાની ક્વૉલિટી મોડરેટ અર્થાત એર ક્વૉલિટી ઈન્ડેક્સ (AQI) 51-100ની વચ્ચે હતો તો પ્રદૂષણ રહિત ફટાકડા વેચી શકાશે અને ફોડી શકાશે, પરંતુ દિવાળી અને છઠ્ઠ પર માત્ર 2 કલાકની છૂટ મળશે.

2 કલાકનો સમય કયો છે?
આ 2 કલાકનો સમય રાજ્ય સરકાર નક્કી કરશે. જો રાજ્ય તરફથી કોઈ સમય નક્કી નહિ કર્યો હોય તો દિવાળીની રાતે 8થી 10 વાગ્યા સુધી છૂટ રહેશે.

હવાની કેટેગરી કેવી રીતે નક્કી કરવામાં આવે છે?
એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) હવાની ક્વોલિટી દર્શાવે છે. તે દર્શાવે છે કે વાતાવરણમાં હાજર હવામાં કયો ગેસ કેટલા પ્રમાણમાં ભળેલો છે. આ ઈન્ડેક્સ 6 કેટેગરીમાં બનાવી છે.

કયા રાજ્યો અત્યાર સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી ચૂક્યા છે?

 • રાજસ્થાનમાં કોરોનાને લીધે ફેસ્ટિવ સીઝન દરમિયાન ફટાકડાના વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે.
 • દિલ્હી સરકારે 7થી 30 નવેમ્બર સુધી કોઈ પણ પ્રકારના ફટાકડા ફોડવા પર પ્રતિબંધની ઘોષણા કરી છે. તેમાં ગ્રીન ફટાકડા પણ સામેલ છે.
 • ઓરિસ્સામાં 10 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે.
 • પશ્ચિમ બંગાળમાં આ વર્ષે કાલી પૂજા, દિવાળી અને છઠ દરમિયાન ફટાકડા વેચવા અને ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે.
 • NGTએ 4 ઓક્ટોબરે 23 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 122 શહેરો તરફ ઈશારો કરીને કહ્યું કે ત્યાં સતત હવા ખરાબ થઇ રહી છે.

કયા મોટા શહેરોમાં હવા ખરાબ છે?
દિલ્હી, વારાણસી, ભોપાલ, કોલકાતા, નોઈડા, મુઝફ્ફરપુર, મુંબઈ, જમ્મુ, લુધિયાણા, પટિયાલા, ગાઝિયાબાદ, વારાણસી, કોલકાતા, પટના, ગયા,ચંડીગઢ સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો