તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • In Addition To Sections 80C And 80D, There Are Many Other Ways To Take Advantage Of Tax Breaks

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક્સ કેવી રીતે બચાવો જાણો:સેક્શન 80C અને 80D ઉપરાંત અન્ય ઘણી રીતે પણ ટેક્સ છૂટનો લાભ લઈ શકો છો

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

વર્ષ 2020-21 માટે ઈન્કમ ટેક્સ છૂટ મેળવવા માટે તમારે 31 માર્ચ સુધી કેટલીક ખાસ સ્કીમોમાં રોકાણ કરવું પડશે. મોટાભાગના લોકોને ટેક્સ છૂટ મેળવવા માટે સેક્શન 80C અને 80Dની જાણકારી હોય છે, પરંતુ તે ઉપરાંત પણ ઈન્કમ ટેક્સ એક્ટમાં એવી ઘણી સેક્શન છે, જેની મદદથી તમે ઈન્કમ ટેક્સ મેળવી શકો છો. આજે અમે તમને તેના વિશે જણાવી રહ્યા છીએ જેથી તમે વધુમાં વધુ ટેક્સ બચાવી શકો.

80Cથી 1.5 લાખ સુધી રોકાણ પર ટેક્સ બચાવી શકો છો
ઘણા લોકો નાણાકીય વર્ષના અંત પહેલા ટેક્સ બચાવવા માટે રોકાણ કરવાનું શરૂ કરે છે. સેક્શન 80C અંતર્ગત, તમારી કુલ આવકમાંથી 1.5 લાખ રૂપિયાના કપાતનો દાવો કરી શકાય છે. સરળ ભાષામાં તેને સમજો, તમે સેક્શન 80C દ્વારા તમારી કુલ કરપાત્ર આવકમાંથી 1.50 લાખ રૂપિયા સુધી ઓછા કરી શકો છો. ટર્મ ઈન્શ્યોરન્સ, 5 વર્ષની FD અને વરિષ્ઠ નાગરિક બચત યોજના સહિત અન્ય યોજનાઓમાં રોકાણ કરીને તેના પર ફાયદો મેળવી શકો છો.

હેલ્થ ઈન્શ્યોરન્સ પર કરવામાં આવેલા ખર્ચ પર ટેક્સ છૂટ મળશે
સેક્શન 80D તબીબી ખર્ચમાં કપાત માટે છે. તેના અંતર્ગત કોઈપણ વ્યક્તિ પોતાના માટે, પરિવાર અને આશ્રિત માતા-પિતાના સ્વાસ્થ્ય માટે ચૂકવણી કરવામાં આવેલા હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ પર ટેક્સ બચાવી શકે છે. સ્વયં/પરિવાર માટે ચૂકવણી કરવામાં આવેલા પ્રીમિયમ માટે કલમ 80D કપાતની મર્યાદા 25 હજાર રૂપિયા છે. વરિષ્ઠ નાગરિક માટે ચૂકવેલ પ્રીમિયમ પર 50 હજાર રૂપિયા સુધી કપાતનો દાવો કરી શકાય છે. તે ઉપરાંત 5 હજાર રૂપિયાની મર્યાદા સુધી સ્વાસ્થ્ય તપાસની પણ પરવાનગી છે અને તેને સમગ્ર મર્યાદામાં સામેલ કરવામાં આવી છે.

80EEA અંતર્ગત હોમ લોનના વ્યાજ દર પર 1.5 લાખની છૂટ મળશે
સેક્શન 80EEA અંતર્ગત હોમ લોનના વ્યાજ પર 1.5 લાખ રૂપિયાની વધારાની ટેક્સ છૂટ લઈ શકાય છે. જો કે, તેની પહેલી શરત એ છે કે ઘરની સ્ટેમ્પ વેલ્યુ 45 લાખ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ. હોમ લોન 1 એપ્રિલ 2019થી 31 માર્ચ 2022ની વચ્ચે લેવામાં આવેલી હોવી જોઈએ. તેના માટે કાર્પેટ એરિયા 60 ચોરસ ફૂટથી વધારે ન હોવો જોઈએ. આ શરત મેટ્રો સિટી માટે છે. અન્ય શહેરો માટે કાર્પેટ એરિયા મહત્તમ 90 મીટર અથવા 968 ચોરસ ફૂટ હોઈ શકે છે.

એજ્યુકેશન લોનના વ્યાજ પર પણ ટેક્સ છૂટનો ફાયદો
સેક્શન 80E એજ્યુકેશન લોન પર વ્યાજમાં કપાત પ્રદાન કરે છે. આ પ્રકારના કપાતના દાવા કરવા સંબંધિત મહત્ત્વપૂર્ણ શરતો એ છે કે લોન કોઈ વ્યક્તિ અથવા તેના પતિ અથવા બાળકો દ્વારા હાયર એજ્યુકેશન (ભારત અથવા વિદેશમાં) માટે બેંક અથવા નાણાકીય સંસ્થામાંથી લેવી જોઈએ. કોઈ આ કપાતનો દાવો તે વર્ષથી શરૂ કરી શકે છે જેમાં લોન ચૂકવવામાં આવે છે અને આગામી 7 વર્ષ સુધી અથવા લોન ચૂકવવામાં આવે તે પહેલાં, જે પણ પહેલાં હોય.

હોમ લોનના વ્યાજ પર ટેક્સ છૂટ મળે છે
સેક્શન 80EE મકાન માલિકને હોમ લોન EMIના વ્યાજ પર 50 હજાર રૂપિયા (કલમ 24)ની વધારાની કપાતનો દાવો કરવાની મંજૂરી આપે છે. પરંતુ તેની શરત એ છે કે તમારી લોન 35 લાખ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ અને સંપત્તિની કિંમત 50 લાખ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ. તે ઉપરાંત કોઈપણ વ્યક્તિની પાસે લોન મંજૂરીના સમયે તેના નામ પર નોંધાયેલ કોઈ અન્ય સંપત્તિ ન હોવી જોઈએ.

ભાડાના ઘરમાં રહો છો તો પણ ટેક્સ છૂટ મળશે
જો તમને હાઉસ રેન્ટ અલાઉન્સ (HRA) નથી મળતું પરંતુ તમે ભાડે મકાનમાં રહેતા હોવ તો પણ ઈન્કમ ટેક્સ 1961ની કલમ 80GG અંતર્ગત તમને આપવામાં આવેલા ભાડા પર ટેક્સ છૂટ મળી શકે છે. સેક્શન 80GG અંતર્ગત વાર્ષિક 60,000 રૂ. (5,000 રૂ. દર મહિને) મહત્તમ છૂટની મંજૂરી છે. તમને આ કલમનો લાભ નથી મળતો તો જો તમારી (અથવા તમારી પત્ની/બાળક)ની પાસે પોતાનું ઘર છે. આ કલમના ફાયદાનો દાવો કરવા માટે તમારે 10BA ફોર્મ ભરવું પડશે.

સારવાર પર ખર્ચ કરવા પર 80DDB ટેક્સ બચાવશે
સેક્શન 80DDB અંતર્ગત તમે કોઈ આશ્રિતની ગંભીર અને લાંબી બીમારીની સારવારમાં ખર્ચ કરવામાં આવેલી રકમ પર આવક પર કપાત મળે છે. કોઈ આવક કરદાતા પોતાના માતા-પિતા, બાળકો, આશ્રિત ભાઈ-બહેન અને પત્નીની સારવારમાં ખર્ચ કરવામાં આવેલી રકમની કપાત માટે દાવો કરી શકે છે. તેમાં કેન્સર, હીમોફીલિયા, થેલેસેમિયા અને એડ્સ જેવી વગેરે બીમારીઓ સામેલ છે. સામાન્ય રીતે કપાત 40 હજાર રૂપિયા હોય છે. વરિષ્ઠ નાગરિકોના કેસમાં આ કપાત 1 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. તેના માટે મેડિકલ સર્ટિફિકેટ જરૂરી છે.

80CCD (1B) 50 હજારનો લાભ આપાવશે
જો તમે નેશનલ પેન્શન સ્કીમનો લાભ લીધો છે તો તમે સેક્શન 80CCD (1B) અંતર્ગત 50 હજાર સુધી ઈન્કમ ટેક્સનો લાભ લઈ શકો છો. આ પ્રકારની સેક્શન 80CCD (1B) અને 80C ઉમેરીને તમે કુલ 2 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટનો લાભ લઈ શકો છો.

80DD અંતર્ગત વિકલાંગ વ્યક્તિની સારવારના ખર્ચ પર ટેક્સ છૂટ મળશે
જો કોઈ વિકલાંગ વ્યક્તિની સારવાર પર તમે ખર્ચ કરી રહ્યા છો તો આ સેક્શન અંતર્ગત કર છૂટ મેળવી શકો છો. વિકલાંગ વ્યક્તિમાં માતા-પિતા, પત્ની, બાળકો, ભાઈ અને બહેન હોઈ શકે છે, જે સંબંધિત વ્યક્તિ પર આધારિત હોય છે. હિન્દુ અવિભાજિત કુટુંબ (HUF) કેસમાં ફેમિલીની કોઈપણ વ્યક્તિ હોઈ શકે છે. જો આશ્રિત સંબંધિ 40% અથવા તેનાથી વધારે પરંતુ 80% થી ઓછો વિકલાંગ છે તો આવકવેરામાં 75 હજાર રૂપિયા સુધીની છૂટ લઈ શકાય છે. જો સંબંધિ ગંભીર રીતે વિકલાંગ છે એટલે કે 80%થી વધારે તો ટેક્સ ડિડક્શન 1.25 લાખ રૂપિયા રહેશે. આ ક્લેમ માટે કોઈ માન્ય મેડિકલ ઓથોરિટીથી ડિસેબિલિટી સર્ટિફિકેટ જરૂરી હશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો