IITs ભારતના વિદ્યાર્થીઓની પ્રથમ પસંદ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સન્માનિત છે. એકેડમિક સેશન 2021-22થી IITsએ ઘણા બધા નવા કોર્સની શરુઆત કરી છે. તેમાં ઓફલાઈનની સાથે ઓનલાઈન કોર્સ પણ સામેલ છે. આ કોર્સ કોલેજ સ્ટુડન્ટ અને પ્રોફેશનલ્સને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યા છે. જાણીએ કોર્સ વિશે:
IIT દિલ્હી
માસ્ટર ઓફ પબ્લિક પોલિસી
IIT દિલ્હીના આ બે વર્ષના પ્રોગ્રામમાં સાયન્સ, ટેક્નોલોજી ઇનોવેશન અને ડેવલપમેન્ટ પર ફોકસ રહેશે. હો તમારા પાસે MBBS, BA LLB ઓનર્સ, B Arch, B.Tech જેવી બેચલર ડિગ્રી કે MS, MSC, M.Phill,M.Tech જેવી PG ડિગ્રી હોય તો પણ તમે અપ્લાય કરી શકો છો.
IIT કાનપુર
ઈ-માસ્ટર્સ પ્રોગ્રામ્સ
રિમોટ લર્નિંગને સપોર્ટ કરવા માટે IIT કાનપુરે ચાર ઈ-માસ્ટર્સ પ્રોગ્રામ્સની શરુઆત કરી છે. તેમાં કમ્યુનિકેશન સિસ્ટમ, સાઈબર સિક્યોરિટી, પાવર સેક્ટર રેગ્યુલેશન, ઈકોનોમિક્સ એન્ડ મેનેજમેન્ટ, કોમોડિટી માર્કેટ્સ એન્ડ રિસ્ક મેનેજમેન્ટ સામેલ છે. આ માટે અપ્લાય પ્રોસેસ જુલાઈમાં શરુ થશે.
IIT રૂરકી
માસ્ટર ઈન ડિઝાઈન, માસ્ટર ઈન ઇનોવેશન મેનેજમેન્ટ
આ બે નવા PG પ્રોગ્રામ્સમાં માસ્ટર્સ ઈન ઇનોવેશન મેનેજમેન્ટ વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ પૂરી કરવામાં હેલ્પ કરે છે. માસ્ટર્સ ઈન ડિઝાઈન (ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઈન) તેમને ડિઝાઈન, પ્રોટોટાઈપિંગ શીખવાડશે.
IIT મદ્રાસ
PG લેવલ પ્રોગ્રામ ઈન એપ્લાઈડ ડેટા સાયન્સ એન્ડ મશીન ઈન્ટેલિજન્સ
અહીં સ્થિત રોબર્ટ બોશ સેન્ટર ફોર ડેટા સાયન્સ એન્ડ AIએ ટેલેન્ટસ્પ્રિન્ટની સાથે ભાગીદારી કરીને આ 12 મહિનાનો કોર્સની શરુઆત કરવાનો નિર્ણય લીધો છે. આ તે પ્રોફેશનલ્સ માટે સારો કોર્સ છે જેઓ તેમના કરિયરની શરુઆતના ચરણમાં છે અને ડેટા સાયન્સમાં એક્સપર્ટ થવા ઈચ્છે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.