• Gujarati News
  • Utility
  • IITM Pune Announces Recruitment For 156 Posts Including Project Scientist, Apply Before 1st August

સરકારી નોકરી:IITM પુણેએ પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ સહિત 156 જગ્યા પર ભરતી જાહેર કરી, 1 ઓગસ્ટ પહેલાં અપ્લાય કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અપ્લાય કરનારા ઉમેદવારની ઉંમર 28થી 65 વર્ષ વચ્ચે હોવી જોઈએ
  • કેન્ડિડેટ્સને દર મહીને 18 હજાર રૂપિયાથી લઈને 1,25,000 રૂપિયાનો પગાર મળશે

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટ્રોપિકલ મેટેરિયોલોજી (IITM) પુણેએ પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ સહિત અન્ય જગ્યા પર ભરતી માટે કેન્ડિડેટ્સ પાસે અરજી માગી છે. આ જગ્યા પર એપ્લિકેશન પ્રોસેસ 3 જુલાઈથી શરુ થઈ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ www.tropment.res.in દ્વારા ઓનલાઈન અપ્લાય કરી શકે છે. આ પ્રોસેસ 1 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 156 જગ્યા પર ભરતી કરવામાં આવશે.

જગ્યાની સંખ્યા: 156

લાયકાત
આ જગ્યા માટે B. Sc , M. Sc, Ph.D,ગ્રેજ્યુએટ, ગ્રેજ્યુએટ કેન્ડિડેટ્સ અરજી કરી શકે છે.

ઉંમર
અપ્લાય કરનારા ઉમેદવારની ઉંમર 28થી 65 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

મહત્ત્વની તારીખો:
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તરીખ: 3 જુલાઈ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 1 ઓગસ્ટ

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા માટે કેન્ડિડેટ્સનું સિલેક્શન કોઈ પરીક્ષાને આધારે નહીં પણ ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

સેલરી
સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 18 હજાર રૂપિયાથી લઈને 1,25,000 રૂપિયાનો પગાર મળશે.

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 1 ઓગસ્ટ સુધી ઓફિશિયલ વેબસાઈટ www.tropment.res.in પર ઓનલાઈન અપ્લાય કરી શકો છો. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ: