ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી (IIT) મદ્રાસે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે ફ્રી ઓનલાઈન કોર્સની શરુઆત કરી છે. આ સિલેબસને નેશનલ પ્રોગ્રામ ઓન ટેક્નોલોજી એન્હાંસ્ડની મદદથી એક્ઝિક્યુટ કરવામાં આવશે. આ કોર્ડ કરવા ઈચ્છુક કેન્ડિડેટ્સ IIT મદ્રાસની ઓફિશિયલ વેબસાઈટ iitm.ac.in કે પછી nptel.ac.in પર વધારે માહિતી મેળવી શકે છે.
12 અઠવાડિયાંનો કોર્સ
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો કોર્સ 12 અઠવાડિયાંનો છે, તેમાં પ્રોબ્લેમ સોલ્વની સર્ચ મેથડ શીખવાડવામાં આવશે. આ કોર્સ IIT મદ્રાસના કમ્પ્યુટર વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ડીપાર્ટમેન્ટના પ્રોફેસર દીપક ખેમાની વિદ્યાર્થીઓને ભણાવશે. કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ અને ડેટા સાયન્સના UG-PG વિદ્યાર્થીઓ માટે આ કોર્સ ફાયદાકારક છે.
26 જુલાઈથી કોર્સ ચાલુ થશે
આ કોર્સ 26 જુલાઈથી 15 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ NPTELની વેબસાઈટ દ્વારા 2 ઓગસ્ટ સુધી આ કોર્સ માટે અપ્લાય કરી શકે છે. મહત્ત્વની વાત તો એ છે કે આ કોર્સની કોઈ ફી નથી. 23 ઓક્ટોબરે આની પરીક્ષા લેવાશે, તે માટે કેન્ડિડેટ્સને 1000 રૂપિયા ફી આપવી પડશે. કેન્ડિડેટ્સ પાસ થશે તો તેમને આ કોર્સનું સર્ટિફિકેટ મળશે.
આ રીતે અપ્લાય કરો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.