તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • IIT Kharagpur Registration Process Will Start From September 11, Final Answer Key And Exam Results Will Be Announced On October 15

JEE એડવાન્સ 2021:11 સપ્ટેમ્બરથી IIT ખડગપુરમાં રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થશે, 15 ઓક્ટોબરે ફાઈનલ આન્સર-કી અને પરિણામ જાહેર થશે

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • JEE મેનમાં ક્વોલિફાય થયેલા 2.5 લાખ ઉમેદવાર જ JEE એડવાન્સમાં સામેલ થવા એલિજિબલ છે

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી (IIT) ખડગપુર જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (JEE) એડવાન્સ 2021 માટે 11 સપ્ટેમ્બરના રોજ રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરશે. આ માટે અપ્લાય કરવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર 2021 છે. JEE મેનમાં ક્વોલિફાય થયેલા 2.5 લાખ ઉમેદવાર જ JEE એડવાન્સમાં સામેલ થવા એલિજિબલ છે. પરીક્ષા માટે એડમિટ કાર્ડ 25 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.

આ રીતે રજિસ્ટ્રેશન કરો
JEE એડવાન્સ 2021 પરીક્ષા 3 ઓક્ટોબરના રોજ લેવામાં આવશે. IIT ખડગપુર કેન્ડિડેટ્સની રિસ્પોન્સ શીટ અને 10 ઓક્ટોબરના રોજ પ્રોવિઝનલ આન્સર-કી પબ્લિશ કરશે. ઉમેદવારની કમેન્ટ્સ અને ફીડબેક સોલ્વ કર્યા પછી 15 ઓક્ટોબરના રોજ JEE એડવાન્સ 2021ની ફાઇનલ આન્સર-કી અને પરિણામની જાહેરાત કરવામાં આવશે. વિદ્યાર્થીઓ https://jeeadv.ac.in વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરી શકે છે.

એક્ઝામની તૈયારી કરી રહેલા કેન્ડિડેટ્સને આ ટિપ્સ કામમાં આવશે

  • JEE એડવાન્સ 2021ની તૈયારી કરી રહેલા કેન્ડિડેટ્સ JEE એડવાન્સ વેબસાઈટ પરથી સિલેબસ, ગયા વર્ષના પ્રશ્ન પત્રો અને મૉક ટેસ્ટ ડાઉનલોડ કરી શકે છે.
  • તેઓ 2020 અને છેલ્લા વર્ષોના ઓપનિંગ તથા ક્લોઝિંગ રેન્ક, IITની સીટમાં મેટ્રિક્સ પણ જોઈ શકે છે.