• Gujarati News
  • Utility
  • IIT Kharagpur Has Released The List Of Documents Required For The Examination, Information Has Been Issued By The Notification

JEE એડવાન્સ 2021:IIT ખડગપુરે પરીક્ષા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ જાહેર કર્યું, જાણો કયા ડોક્યુમેન્ટ્સ અરજી કરવા માટે આવશ્યક રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારો પાસે 10મા ધોરણની માર્કશીટ, બર્થ સર્ટિફિકેટ અને 12મા ધોરણની માર્કશીટ સહિતના ડોક્યુમેન્ટ્સ હોવા જરૂરી
  • JEE મેઈન 2021ની પરીક્ષામાં ક્વોલિફાય ટોપ 2.50 લાખ ઉમેદવાર JEE એડવાન્સ માટે અરજી કરી શકશે

IIT (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી), ખડગપુરે એન્જિનિયરિંગ કોર્સિસમાં એડમિશન માટે થનારી JEE એડવાન્સ 2021 પરીક્ષા અંગે નોટિફિકેશન જાહેર કર્યું છે. ઈન્સ્ટિટ્યુટે નોટિફિકેશન જાહેર કરી પરીક્ષા અંગે અરજી કરવા માટે ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ અને પરીક્ષા વિશે માહિતી આપી છે.

આ ડોક્યુમેન્ટ્સની જરૂર રહેશે

નોટિફિકેશન પ્રમાણે, અરજી કરનારા ઉમેદવારો પાસે 10મા ધોરણની માર્કશીટ, બર્થ સર્ટિફિકેટ અને 12મા ધોરણની માર્કશીટ સહિતના ડોક્યુમેન્ટ્સ હોવા જરૂરી છે. ST, SC, EWS સહિતના કેટેગરીના ઉમેદવારોએ અરજી કરવા માટે જાતિનું પ્રમાણ પત્ર સબમિટ કરવાનું રહેશે. પરીક્ષા સંબંધિત વધુ માહિતી માટે તમે ઓફિશિયલ વેબસાઈટ વિઝિટ કરી શકો છો. વિગતવાર જરૂરી ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ જાણવા માટે અહીં ક્લિક કરો.

કોણ અરજી કરી શકે છે
JEE મેઈન 2021ની પરીક્ષામાં ક્વોલિફાય ટોપ 2.50 લાખ ઉમેદવાર JEE એડવાન્સ માટે અરજી કરી શકશે. આ સિવાય 12મુ ધોરણ ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ વિષય સાથે પાસ કરેલું હોવું જોઈએ. 2019 અથવા તેના પહેલાં 12મા ધોરણની અથવા સમકક્ષ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો JEE એડવાન્સ-2021 માટે અરજી નહિ કરી શકે.

એપ્લિકેશન ફી

  • મહિલા: 1400 રૂપિયા
  • SC/ST/PWD: 1400 રૂપિયા
  • અન્ય: 2800 રૂપિયા