ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) જોધપુર આ વર્ષથી ચાર નવા કોર્સ શરૂ કરવા જઈ રહી છે. ચાર ગ્રેજ્યુએશન લેવલના કોર્સિસમાં એક આર્ટિફિશિયલ એન્જિનિયરિંગ અને ડેટા સાયન્સમાં B.Tech પણ સામેલ છે. JEEમાં પાસ થનારા વિદ્યાર્થીઓને આ વર્ષે પ્રથમ વખત આ કોર્સિસમાં એડમિશન આપવામાં આવશે. આ સાથે જ PGમાં પણ ત્રણ નવી કેટેગરીમાં M.Techના કોર્સિસ પણ શરૂ થઈ રહ્યા છે.
ઇન્સ્ટિટ્યૂટ 4 નવા કોર્સિસ સાથે શરૂ થશે
IITના ડાયરેક્ટર પ્રો. શાંતનુ ચૌધરીના જણાવ્યા અનુસાર, પહેલા ચાર કોર્સિસથી જ IITની સ્થાપના થઈ હતી. પરંતુ હવે UG સિવાય PG કોર્સ અને PHDના વિદ્યાર્થીઓને પણ એડમિશન આપવામાં આવી રહ્યું છે. આ દરમિયાન, IITની મોડર્ન બિલ્ડિંગનું નિર્માણ કાર્ય લગભગ પૂરું થઈ ચૂક્યું છે.
એડમિશન પ્રોસેસ પહેલીવાર થશે
પ્રો. શાંતનુ ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું કે, આ વર્ષે જોધપુર IITમાં ચાર નવા B.Tech કોર્સિસ શરૂ કરવામાં આવી રહ્યા છે. આ વખતે એડમિશન પ્રોસેસ પહેલીવાર શરૂ થશે. આ કોર્સિસમાં કેમિકલ એન્જિનિયરિંગ, મટિરિયલ એન્જિનિયરિંગ, સિવિલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ અને AI અને ડેટા સાયન્સ એન્જિનિયરિંગના કોર્સિસ સામેલ છે.
50-50 સીટ્સ પર એડમિશન થશે
આ કોર્સિસમાં 50-50 સીટ્સ પર એડમિશન આપવામાં આવશે, જ્યારે એન્વાયર્મેન્ટ, કેમિકલ અને મટિરીયલ એન્જિનિયરિંગના PG-M.Tech કોર્સિસ પણ શરૂ કરવામાં આવશે. આ વર્ષથી મેડિટેક કોર્સ અને ટેક્નિકલ MBA કોર્સ પણ શરૂ થશે. આ વખતે IITમાં લગભગ 2200 વિદ્યાર્થીઓ થઈ જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.