તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • IIT Delhi Will Soon Start Energy Engineering Department, Apart From M Tech Courses, BTech Courses Will Also Be Started

ન્યૂ કોર્સ:IIT દિલ્હી ટૂંક સમયમાં એનર્જી એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ શરૂ કરશે, M.Tech સિવાય નવા B.Tech કોર્સિસ પણ શરૂ થશે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈન્સ્ટિટ્યુટે એનર્જી સ્ટડી સેન્ટરને એનર્જી સાયન્સ અને એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં પરિવર્તિત કરવાની મંજૂરી પણ આપી
  • નવા ડિપાર્ટમેન્ટ માટે મેનપાવર તૈયાર કરવા એનર્જી ફિલ્ડમાં એકેડેમિક પ્રોગ્રામ રજૂ કરવામાં આવશે
  • B.Tech ઈન એનર્જી એન્જિનિયરિંગમાં JEE (એડવાન્સ્ડ) ક્વોલિફાય વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકશે

IIT દિલ્હી ટૂંક સમયમાં એનર્જી એન્જિનિયરિંગનો નવો ડિપાર્ટમેન્ટ શરૂ કરવા જઈ રહી છે. આ વિશે ઈન્સ્ટિટ્યુટે કહ્યું છે કે, નવો વિભાગ- એનર્જી સાયન્સ અને એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ, સેન્ટર ફોર એનર્જી સ્ટડીઝની ગતિવિધિઓના 'સ્કોપ એન્ડ ડેપ્થ' એક્સપાન્ડ કરશે. ઈન્સ્ટિટ્યુટે એનર્જી સ્ટડી સેન્ટરને એનર્જી સાયન્સ અને એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં પરિવર્તિત કરવાની મંજૂરી પણ આપી છે.

ટીચિંગ અને રિસર્ચ એક્ટિવિટીઝ પર ફોકસ

IIT દિલ્હીએ જણાવ્યું કે, નવાં ડિપાર્ટમેન્ટનું ફોકસ ટીચિંગ અને રિસર્ચ એક્ટિવિટીઝ પર હશે. સાથે જ વિઝિબિલિટીઝ ઉપલબ્ધ કરાવવું અને ગ્લોબલી એનર્જી ટ્રાન્સમિશનની દિશામાં પ્રભાવી યોગદાનની આશા છે. નવા ડિપાર્ટમેન્ટ માટે મેનપાવર તૈયાર કરવા એનર્જી ફિલ્ડમાં એકેડેમિક પ્રોગ્રામ રજૂ કરવામાં આવશે.

આ સિવાય નવું ડિપાર્ટમેન્ટ બેસ્ટ ફેકલ્ટી, વિદ્યાર્થીઓ અને સ્ટાફને આકર્ષિત કરે તે રીતે ડેવલપ કરાશે. અન્ય સંસ્થાના ફેકલ્ટીઝ સાથે સહયોગ માટે એક પ્લેટફોર્મ પણ બનાવાશે.

B.Tech કોર્સની શરૂઆત થશે
સેન્ટર ફોર એનર્જી સ્ટડીઝ હેઠળ હાલના 3 M.Tech પ્રોગ્રામ સાથે નવું ડિપાર્ટમેન્ટ એકેડેમિક સેશન 2021-22 માટે એક અન્ડરગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામ- B.Tech ઈન એનર્જી એન્જિનિયરિંગ ઓફર કરશે. તેના માટે JEE (એડવાન્સ્ડ) ક્વોલિફાય કરનારા 40 વિદ્યાર્થીઓને એડમિશન અપાશે.

વિદ્યાર્થીઓને જરૂરી નોલેજ મળશે

નવા B.Tech કોર્સ વિશે માહિતી આપતા, CESના પ્રમુખ, પ્રોફેસર કે. એ. સુબ્રમણ્યમે કહ્યું કે, B.Tech ઈન એનર્જી એન્જિનિયરિંગ પ્રોગ્રામ વિદ્યાર્થીઓને પૂરતાં જ્ઞાન અને કૌશલથી સજ્જ કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. તેથી તેઓે હ્યુમિનિટી સામે આવનારી એનર્જી ફિલ્ડના પડકારોનો સામનો કરી શકે.

અન્ય સમાચારો પણ છે...