તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • IIT Bombay Reopened The Correction Window For The Correction In The Application Form, Now Candidates Will Be Able To Change The Category And Examination Center By November 23

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GATE 2021:IIT બોમ્બેએ એપ્લિકેશન ફોર્મમાં સુધારા માટે ફરીથી કરેક્શન વિન્ડો ઓપન કરી, હવે 23 નવેમ્બર સુધી વિદ્યાર્થીઓ કેટેગરી અને પરીક્ષા કેન્દ્ર બદલાવી શકશે

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી(IIT) બોમ્બેએ GATE- 2021 માટે એપ્લિકેશન કરેક્શન વિન્ડો ફરી એકવાર ઓપન કરી છે. GATE- 2021 માટે અરજી કરનારા વિદ્યાર્થીઓ હવે 23 નવેમ્બર સુધી પોતાના એપ્લિકેશન ફોર્મમાં સુધારા કરાવી શકે છે. આની પહેલાં IIT બોમ્બેએ કરેક્શનની છેલ્લી તારીખ 13 નવેમ્બર નક્કી કરી હતી, પરંતુ હવે તેને વધારીને 23 નવેમ્બર કરી દીધી છે. વિદ્યાર્થીઓ પોતાની કેટેગરી, પરીક્ષા કેન્દ્રને ઓફિશિયલ વેબસાઈટની મદદથી ઓનલાઈન ચેન્જ કરી શકશે.

5 ફેબ્રુઆરીથી પરીક્ષા શરુ થશે
એન્જિનિયરિંગના અલગ-અલગ કોર્સમાં એડમિશન લેવા માટે GATE 2021 પરીક્ષા 5 , 6, 7, 12, 13 અને 14 ફેબ્રુઆરીએ લેવામાં આવશે. પરીક્ષા માટે એડમિટ કાર્ડ 8 જાન્યુઆરી 2021થી મળશે. એક્ઝામનું રિઝલ્ટ માર્ચ 2021માં જાહેર થશે.

બે નવા સબ્જેક્ટની શરુઆત
ફેબ્રુઆરીમાં લેનારી GATE 2021માં બે સબ્જેક્ટ સામેલ કર્યા છે. આ નવા સબ્જેક્ટ એન્વાયરમેન્ટ સાયન્સ અને એન્જિનિયરિંગ (ES)અને હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ (XS) છે. આ બંને નવા સબ્જેક્ટની શરુઆત સાથે હવે GATE 2021માં સબ્જેક્ટની સંખ્યા વધીને 27 થઇ ગઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો