ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM), કોલકાતાએ હેલ્થ મેનેજમેન્ટમાં એક વર્ષનો નવો એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ શરુ કરવાની જાહેરાત કરી છે. આ પ્રોગ્રામ ખાસ કરીને હોસ્પિટલ, ફાર્માસ્યુટિકલ, મેડિકલ ડિવાઈસ, પબ્લિક હેલ્થ અને હેલ્થ સિસ્ટમ મેનેજમેન્ટ સહિત હેલ્થકેર સેક્ટરમાં કામ કરી રહેલા પ્રોફેશનલ માટે શરુ કર્યો છે.
આ દ્વારા ઈન્ડિયન હેલ્થ મેમ્બર્સને કોરોના જેવી મહામારીનો સારી રીતે સામનો કરવા અને સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડાયેલી રીતો શીખવા મળશે.
સપ્ટેમ્બર 2021થી પ્રથમ બેચ શરુ થશે
એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ ઈન હેલ્થકેર મેનેજમેન્ટ (EPHM) નામનાં આ પ્રોગ્રામનો હેતુ હેલ્થકેર સેક્ટરમાં ભવિષ્ય માટે પ્રોફેશનલ્સ તૈયાર કરવાનો છે અને સારી રીતે નિર્ણય લેવા માટે યોગ્ય નોલેજ સાથે સક્ષમ બનાવવાનો છે. આ પ્રોગ્રામની પ્રથમ બેચ સપ્ટેમ્બર 2021થી શરુ કરવામાં આવશે. આ માટે એપ્લિકેશન પ્રોસેસ પણ શરુ કરી દીધી છે. કોર્સ સાથે જોડાયેલી જાણકારી માટે https://www.iimcal.ac.in/ldp/EPHM પર વિઝિટ કરી શકો છો.
ઓનલાઈન-ઓફલાઈન એમ બંને મોડમાં ક્લાસ લેવાશે
આ પ્રોગ્રામમાં ઓનલાઈન-ઓફલાઈન એમ બંને મોડમાં વિદ્યાર્થીઓ ભણી શકશે. ઓનલાઈન ક્લાસ સાથે જ વિદ્યાર્થીઓએ 10 દિવસ કેમ્પસ વિઝિટ કરવાનું રહેશે. EPHMના ક્લાસ દરેક રવિવારે સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી લેવામાં આવશે. જો કે, ઇન્સ્ટિટ્યુટના નિર્ણય પ્રમાણે શનિવાર કે અન્ય રજાના દિવસે પણ ક્લાસ લેવામાં આવી શકે છે.
કોણ અપ્લાય કરી શકે છે?
IIM કોલકાતાના EPHM કોર્સ જોઈન કરવા ઈચ્છતા કેન્ડિડેટ્સ MCI/UGC/AICTEથી માન્ય ઇન્સ્ટિટ્યુમાંથી MBBS/BDS/BAMS કે સમકક્ષ યોગ્યતા કે બાયોટેક્નોલોજી કે બાયોમેડિકલમાં ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે ગ્રેજ્યુએટ હોવા જોઈએ. ઉમેદવાર પાસે તેમના સેક્ટરમાં ઓછામાં ઓછા 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
સિલેક્શન પ્રોસેસ અને ફી
EPHM કોર્સ માટે અરજી કરનારા ઉમદેવારનું સિલેક્શન તેમના વર્ક પ્રોફાઈલને આધારે કરવામાં આવશે. આ કોર્સની ફી 5 લાખ રૂપિયા છે. વધારે માહિતી માટે ઓફિશિયલ વેબસાઈટ iimcal.ac.in પર વિઝિટ કરી શકો છો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.