• Gujarati News
  • Utility
  • CAT 2021| IIM Ahmedabad Changes Eligibility Criteria For Examination, Exempts Candidates From Minimum Percentage Of Marks

CAT 2021:IIM અમદાવાદે પરીક્ષા માટે એલિજિબિલિટી ક્રાઈટેરિયામાં ફેરફાર કર્યા, કેન્ડિડેટ્સને મિનિમમ પર્સેન્ટેજ ઓફ માર્ક્સમાં છૂટ આપી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષે ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે કે ફાઈનલ યરના બેચરલ પ્રોગ્રામ ( 2021 અને 2022)માં છે, તે કેન્ડિડેટ્સને જ આ સુવિધા લાગુ પડે છે

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM), અમદાવાદે CAT 2021 માટે એલિજિબિલિટી ક્રાઈટેરિયામાં ઘણા ફેરફાર કર્યા છે. CAT 2021 માટે જાહેર કરેલી નોટિફિકેશન પ્રમાણે, પરીક્ષા માટે ઓનલાઈન અપ્લાય કરનારા કેન્ડિડેટ્સ કોઈ પણ માન્ય યુનિવર્સીટીમાંથી ઓછામાં ઓછા 50% માર્ક્સ કે સમકક્ષ CGPAસાથે ગ્રેજ્યુએટ હોવા જોઈએ. SC/ST/PWD કેન્ડિડેટ્સ માટે 45% માર્ક્સ નક્કી કર્યા છે.

કોરોના મહામારીને લીધે આ નિર્ણય લીધો
પરીક્ષા સમિતિએ દેશભરમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને CAT 2021 માટે એલિજિબિલિટી ક્રાઈટેરિયામાં ઘણી છૂટ આપી છે. સમિતિને મહામારી દરમિયાન માર્કશીટને બદલે જાહેર કરેલા પ્રમોશન/પાસ સર્ટિફિકેશનવાળા કેન્ડિડેટ્સે ઘણો પ્રશ્નો પૂછ્યા હતા. આ બધી વાતોને ધ્યાનમાં રાખીને નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો.

લાસ્ટ યરના કેન્ડિડેટ્સ માટે CAT 2021ની લાયકાત
બેચરલ કોર્સ માટે છેલ્લા બે વર્ષમાંથી કોઈ એકમાં ‘અવોર્ડ ઓફ માર્ક્સ’ સર્ટિફિકેટને બદલે પ્રમોટેડ/પાસવાળા કેન્ડિડેટ્સ એપ્લિકેશન ફોર્મમાં ‘પ્રમોટેડ કે પાસ’ ઓપ્શન નોંધી શકે છે. જેમને ‘અવોર્ડ ઓફ માર્ક્સ’નું સર્ટિફિકેટ મળ્યું છે તે ફાઈનલ યરના વિદ્યાર્થીઓને પણ આ છૂટ લાગુ પડશે. જેમણે આ વર્ષે ગ્રેજ્યુએટની ડિગ્રી પૂરી કરી છે કે ફાઈનલ યરના બેચરલ પ્રોગ્રામ ( 2021 અને 2022)માં છે, તે કેન્ડિડેટ્સને જ આ સુવિધા લાગુ પડે છે.
મિનિમમ પર્સન્ટેજ ઓફ માર્ક્સની જરૂર નથી
કોરોના મહામારીને લીધે દેશભરમાં અલગ-અલગ યુનિવર્સીટીએ સ્વીકારેલી અસેસમેન્ટ પેટર્નને ધ્યાનમાં રાખીને એક્ઝામ કમિટિએ CAT 2021 પરીક્ષામાં સામેલ થવા મિનિમમ (45 કે 50%) માર્ક્સમાં છૂટ આપી છે. ઓફિશિયલ નોટિફિકેશન પ્રમાણે, આ નિર્ણય માત્ર CAT 2021ની પરીક્ષાની એલિજિબિલિટી ક્રાઈટેરિયા પર લાગુ પડશે. કેન્ડિડેટ્સને સંબધિત ઇન્સ્ટિટ્યુટમાં સ્પેસિફિક એડમિશન પોલિસી જોવા અને તેને ફોલો કરવાની સલાહ આપી છે.

અન્ય સમાચારો પણ છે...