• Gujarati News
  • Utility
  • IIM Ahmedabad Ranked 31st And IIM Bangalore Ranked 35th In The Top 50 Management Institutes Of The World

QS ગ્લોબલ MBA રેંકિંગ 2021:દુનિયાની ટોપ 50 મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં દેશની બે ટોપ ઇન્સ્ટિટ્યૂટ સામેલ, IIM અમદાવાદ 31મા અને IIM બેંગ્લોર 35મા નંબર પર

એક વર્ષ પહેલા

હાલમાં જાહેર કરેલા QS ગ્લોબલ MBA રેંકિંગ 2021માં દેશનો ટોપ બે મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ IIM અમદાવાદ અને IIM બેંગ્લોરને દુનિયાની ટોપ 50 મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુટમાં સામેલ કરવામાં આવી છે. લિસ્ટમાં IIM અમદાવાદને 31મો નંબર અને IIM બેંગ્લોરના બે વર્ષના MBA કોર્સને 35મુ સ્થાન મળ્યું છે. આ સાથે જ IIM કોલકાતા આ લિસ્ટમાં 51મા નંબરે છે.

ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે રેંકિંગ ઘટ્યું
ગયા વર્ષેની સરખામણીએ QS ગ્લોબલ MBA રેંકિંગ 2021માં IIM અમદાવાદ અને IIM બેંગ્લોરનો ક્રમ ઘટી ગયો છે. ગયા વર્ષે કરતાં આ વર્ષે 9 ક્રમ સુધી પાછળ પહોંચી ગયો છે. IIM બેંગ્લોર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટમાં ટોપ પર હતી, અને ગ્લોબલ રેંકિંગમાં તેનું સ્થાન 26મા નંબરે રહીને 100માંથી 63.1 સ્કોર મેળવ્યો હતો.

નવી ઇન્સ્ટિટ્યૂટને જગ્યા મળી
IIM અમદાવાદના મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામને 27મો નંબર મળ્યો હતો અને IIM કોલકાતા 46મા નંબર પર છે. આ વર્ષે QS બિઝનેસ માસ્ટર્સ રેંકિંગ 2021માં એશિયા સ્પેસિફિક રિઝનમાં ગ્રેટ લેક્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ચેન્નાઈ, IIM કોઝીકોડ, IIM ઇન્દોર, IIM લખનઉ અને IIM ઉદયપુર સહિત અન્ય ઇન્સ્ટિટ્યૂટને 101+ રેન્કના ક્રાઈટેરિયામાં જગ્યા આપી છે.

અન્ય સમાચારો પણ છે...