• Gujarati News
  • Utility
  • IGNOU TEE 2021| IGNOU Released Time Table For Various Examinations Including PG Diploma, Examination Will Be Held From August 3 To September 9

IGNOU TEE 2021:PG ડીપ્લોમા સહિત અલગ-અલગ પરીક્ષાઓ માટે યુનિવર્સિટીએ ટાઈમ ટેબલ જાહેર કર્યું, 30 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી એક્ઝામ લેવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓએ કોવિડ-19 ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે
  • આ એક્ઝામ બે શિફ્ટમાં લેવામાં આવશે
  • ટૂંક સમયમાં યુનિવર્સિટી એડમિટ કાર્ડ જાહેર કરશે

ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU)એ PG ડીપ્લોમા, ડીપ્લોમા, PG સર્ટિફિકેટ અને સર્ટિફિકેટ પ્રોગ્રામ માટે યોજાનારી જૂન TEE 2021નું શેડ્યુલ જાહેર કર્યું છે. આ શેદુલ પ્રમાણે એક્ઝામ 3 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર દરમિયાન લેવામાં આવશે. પરીક્ષામાં સામેલ કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ ignou.ac.in પર ટાઈમ ટેબલ ચેક કરી શકે છે.

બે શિફ્ટમાં પરીક્ષા લેવાશે
આ એક્ઝામ બે શિફ્ટમાં લેવામાં આવશે. સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી અને બીજી શિફ્ટની એક્ઝામ બપોરે 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી લેવામાં આવશે. ટૂંક સમયમાં યુનિવર્સિટી કેન્ડિડેટ્સના એડમિટ કાર્ડ જાહેર કરશે.

વિદ્યાર્થીઓએ કોવિડ-19 ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે
ઇગ્નુએ સર્ક્યુલર જાહેર કરીને જાણકારી આપી કે, પરીક્ષા દરમિયાન દરેકે સરકારની ગાઈડલાઈન્સનું ફરજીયાત પાલન કરવું પડશે. ક્વેશ્ચન પેપરના આન્સર તે જ ભાષામાં સ્વીકારવામાં આવશે, જેમાં પ્રોગ્રામ ઓફર કરવામાં આવે છે. કોઈ અન્ય ભાષાની આન્સર શીટ માન્ય ગણવામાં નહીં આવે.