• Gujarati News
  • Utility
  • IGNOU TEE 2020| University Issued Admit Card For December Term End Examination, Exam Will Start From 8 February

IGNOU TEE 2020:ડિસેમ્બર ટર્મ-એન્ડ પરીક્ષા માટે યુનિવર્સિટીએ એડમિટ કાર્ડ જાહેર કર્યું, 8 ફેબ્રુઆરીથી એક્ઝામ શરુ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી(IGNOU)એ ડિસેમ્બર ટર્મ-એન્ડ-પરીક્ષા (TEE) 2020 માટે એડમિટ કાર્ડ જાહેર કર્યું છે. પરીક્ષા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સ ઇગ્નુની ઓફિશિયલ વેબસાઈટ ignou.ac.in પર જઈ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. આ પરીક્ષા 8 ફેબ્રુઆરીથી શરુ થશે.

પરીક્ષા માટે ગાઇડલાઈન્સ જાહેર
યુનિવર્સિટીએ એડમિટ કાર્ડ સાથે જ પરીક્ષા માટે ગાઈડલાઈન્સ પણ જાહેર કરી છે. કેન્ડિડેટ્સને પરીક્ષા હોલમાં કેલ્ક્યુલેટર, સેલ ફોન વગેરે ઇલેક્ટ્રોનિક્સ સામાન લઇ જવાની અનુમતિ નથી. જો કોઈનું ID ખોવાય જાય છે તો તેણે તરત યુનિવર્સિટીનો સંપર્ક કરીને ડુપ્લિકેટ ID લેવું પડશે કારણને તેના વગર પરીક્ષામાં બેસવા નહિ દે. ટાઈમસર પરીક્ષા હોલમાં ના પહોંચનારાને પણ પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે.
એડમિટ કાર્ડ આ રીતે ડાઉનલોડ કરો

  • સૌપ્રથમ ઇગ્નુની ઓફિશિયલ વેબસાઈટ ignou.ac.in પર જાઓ.
  • અહી હોલ ટિકિટ ફોર ડિસેમ્બર 2020 ટર્મ એન્ડ એક્ઝામિનેશનની લિંક પર ક્લિક કરો.
  • નવું પેજ ખુલે એટલે તમારા ક્રેડેન્શિયલની મદદથી લોગ ઈન કરો.
  • લોગ ઈન કરવાની સાથે જ એડમિટ કાર્ડ સ્ક્રીન પર ડિસ્પ્લે થશે.
  • એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ આઉટ પણ લઈ લો.
અન્ય સમાચારો પણ છે...