• Gujarati News
  • Utility
  • IGNOU Started Masters Course In Urdu, Graduate Candidates Can Apply For The Course

ન્યૂ કોર્સ:IGNOUની સ્કૂલ ઓફ હ્યુમેનિટિઝે ઉર્દૂમાં માસ્ટર્સ કોર્સ શરુ કર્યો, કોર્સ દ્વારા વિદ્યાર્થીઓને ઉર્દૂ સાહિત્યની વિસ્તૃત જાણકારી મળશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉર્દૂ શીખવા ઈચ્છુક કેન્ડિડેટ્સ કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવા જોઈએ
  • ઇગ્નુએ સ્કૂલ ઓફ હ્યુમિનિટિઝના ડિસ્ટન્ટ લર્નિંગ હેઠળ આ કોર્સ શરુ કર્યો છે
  • એસ્ટ્રોલોજીમાં માસ્ટર પ્રોગ્રામની શરુઆત પણ કરી છે

ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી(IGNOU)એ ઉર્દૂમાં માસ્ટર્સ પ્રોગ્રામની શરુઆત કરી છે. ઇગ્નુએ સ્કૂલ ઓફ હ્યુમિનિટિઝના ડિસ્ટન્ટ લર્નિંગ હેઠળ આ કોર્સ શરુ કર્યો છે. આ અભ્યાસમાં ઉર્દૂ સાહિત્ય અને ભાષા શીખવાડવામાં આવશે. તેમાં એડમિશન માટે ઈચ્છુક કેન્ડિડેટ્સ કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવા જોઈએ.

ઇગ્નુના પોર્ટલ દ્વારા અપ્લાય કરી શકે છે
આ કોર્સમાં સામેલ થવા ઇચ્છતા કેન્ડિડેટ્સ ઇગ્નુના પોર્ટલ ignouadmission.samarth.edu.in દ્વારા ઓનલાઈન અપ્લાય કરી શકે છે. આ કોર્સની વધારે માહિતી મેળવવા માટે કેન્ડિડેટ્સ ઈમેલ ID directorsoh@ignou.ac.in કે ફોન નંબર 011-29572752, 29572753 પર સંપર્ક કરી શકે છે.

ઉર્દૂ સાહિત્યની જાણકારી મળશે
નવા કોર્સ વિશે ઇગ્નુએ જણાવ્યું કે, આ કોર્સ દ્વારા વિદ્યાર્થીઓ ઉર્દૂ સાહિત્યની સારી જાણકારી મેળવી અરેબિક, પર્સિયન, ઇંગ્લિશ, હિન્દી અને અન્ય સાહિત્યને સમજવામાં મદદ મળશે. આની પહેલાં ઇગ્નુએ એસ્ટ્રોલોજીમાં માસ્ટર પ્રોગ્રામની શરુઆત કરી હતી.

આ વિશે ઇગ્નુએ ઓફિશિયલ વેબસાઈટ પર નોટિફિકેશન જાહેર કરીને જણાવ્યું કે, જ્યોતિષની અલગ-અલગ બ્રાંચ વિશે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ આપવાના હેતુથી આ કોર્સની શરુઆત કરવામાં આવી છે. બે વર્ષનો આ કોર્સ હિન્દીમાં ભણાવવામાં આવશે. આ કોર્સ માટે કોઈ પણ માન્ય યુનિવર્સીટીનાં વિષયમાં ગ્રેજ્યુએશન કરી ચૂકેલા કેન્ડિડેટ્સ અપ્લાય કરી શકે છે.

57 ઇગ્નુ રીજનલ સેન્ટરમાં આ કોર્સ અવેલેબલ હશે
જાહેર કરેલી નોટિફિકેશન પ્રમાણે, એસ્ટ્રોલોજી પ્રોગ્રામ માટે વિદ્યાર્થીઓને કુલ 12,600 રૂપિયા ફી બે પાર્ટમાં જમા કરાવવાની રહેશે. વર્ષની ફી 6300 રૂપિયા અને રજીસ્ટ્રેશન ફી 200 રૂપિયા છે. આ કોર્સ દેશભરના અલગ-અલગ રાજ્યોના 57 ઇગ્નુ રીજનલ સેન્ટર પર ઓફર કરવામાં આવશે.

જુલાઈ સેશન માટે અપ્લાય કરવાની તારીખ લંબાવી
આની પહેલાં ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીએ જુલાઈ સેશન માટે ઓનલાઈન એડમિશનની તારીખ લંબાવી છે. કેન્ડિડેટ્સ હવે 15 જુલાઈ, 2021 સુધી અપ્લાય કરી શકે છે. પરીક્ષા સાથે જોડાયેલી વધારે જાણકારી જોવા માટે વેબસાઈટ વિઝિટ કરી શકો છો.