તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • IGNOU Released The Schedule Of June Term End Exam 2021, UG PG Courses Exam Will Start From August 3

IGNOU:યુનિવર્સિટીએ જૂન ટર્મ-એન્ડ એક્ઝામનું શેડ્યુલ જાહેર કર્યું, 3 ઓગસ્ટથી UG-PG કોર્સની પરીક્ષાઓ શરુ થશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટીએ જૂન TEE 2021 એક્ઝામ ફોર્મ જમા કરાવવાની લાસ્ટ ડેટ પણ 9 જુલાઈ સુધી લંબાવી છે
  • નવી તારીખ વિશે યુનિવર્સિટીએ નોટિફિકેશન જાહેર કર્યું

ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU)એ જૂન ટર્મ-એન્ડ એક્ઝામનું શેડ્યુલ જાહેર કર્યું છે. જાહેર કરેલા શેડ્યુલ પ્રમાણે, અન્ડર ગ્રેજ્યુએટ(UG)અને પોસ્ટ ગ્રેજ્યુએટ(PG)કોર્સ માટે તથા ફાઈનલ યરના વિદ્યાર્થીઓને બેકલોગ હોય તો તેની પરીક્ષા 3 ઓગસ્ટે લેવામાં આવશે,

નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપી નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે, પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા, ડીપ્લોમા, પોસ્ટ ગ્રેજ્યુએટ સર્ટિફિકેટ અને સર્ટિફિકેટ પ્રોગ્રામની પરીક્ષા 3 ઓગસ્ટથી શરુ થશે. ડેટ શીટ અને અન્ય મટિરિયલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

જૂન ટર્મ એન્ડ માટે અપ્લાય કરવાની તારીખ લંબાવી
યુનિવર્સિટીએ જૂન ટર્મ એન્ડ એક્ઝામિનેશન (TEE) 2021 માટે અસાઈનમેન્ટ જમા કરાવવાની છેલ્લી તારીખ લંબાવી હતી. વિદ્યાર્થીઓ હવે 15 જુલાઈ સુધી જમા કરાવી શકે છે. આ સાથે જ TEE 2021 એક્ઝામ ફોર્મ જમા કરવાની લાસ્ટ ડેટ પણ 9 જુલાઈ કરી છે.

ઉર્દૂ સાહિત્ય અને એસ્ટ્રોલોજી કોર્સ શરુ કર્યો
ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી(IGNOU)એ ઉર્દૂમાં માસ્ટર્સ પ્રોગ્રામની પણ શરુઆત કરી છે. ઇગ્નુએ સ્કૂલ ઓફ હ્યુમિનિટિઝના ડિસ્ટન્ટ લર્નિંગ હેઠળ આ કોર્સ શરુ કર્યો છે. આ અભ્યાસમાં ઉર્દૂ સાહિત્ય અને ભાષા શીખવાડવામાં આવશે. તેમાં એડમિશન માટે ઈચ્છુક કેન્ડિડેટ્સ કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવા જોઈએ.

નવા કોર્સ વિશે ઇગ્નુએ જણાવ્યું કે, આ કોર્સ દ્વારા વિદ્યાર્થીઓ ઉર્દૂ સાહિત્યની સારી જાણકારી મેળવી અરેબિક, પર્શિયન, ઇંગ્લિશ, હિન્દી અને અન્ય સાહિત્યને સમજવામાં મદદ મળશે. આની પહેલાં ઇગ્નુએ એસ્ટ્રોલોજીમાં માસ્ટર પ્રોગ્રામની શરુઆત કરી હતી.

આ વિશે ઇગ્નુએ ઓફિશિયલ વેબસાઈટ પર નોટિફિકેશન જાહેર કરીને જણાવ્યું કે, જ્યોતિષની અલગ-અલગ બ્રાંચ વિશે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ આપવાના હેતુથી આ કોર્સની શરુઆત કરવામાં આવી છે. બે વર્ષનો આ કોર્સ હિન્દીમાં ભણાવવામાં આવશે. આ કોર્સ માટે કોઈ પણ માન્ય યુનિવર્સિટીનાં વિષયમાં ગ્રેજ્યુએશન કરી ચૂકેલા કેન્ડિડેટ્સ અપ્લાય કરી શકે છે.